________________
વેદાન્ત
૩૮૫
૩૮૬
આપ્તવાણી-૨
આ કોઇ તમને પૂછે કે, ‘તમારો કયો ધર્મ ?” તો કહીએ કે, ‘અમારો તો સ્વ-ધર્મ છે.” આત્મા એ “સ્વ” છે અને આત્મા જાણ્યા પછી જ સ્વધર્મ શરૂ થાય છે !
જિનને જાણે ત્યારે જૈન થાય, બાકી જૈન એ તો વારસાઇ છે. વૈષ્ણવ તે પણ વારસાઇ છે; પણ અમારી વાણી એક કલાક સાંભળે તે સાચો જૈન ને સાચો વૈષ્ણવ છે.
આ ઘણા અવતાર કર્યા છતાં રંડાપો આવશે, માટે અમારી સાથે બ્રહ્મનો સંબંધ બાંધી લેજો, નહીં તો મરતી વખતે કોઇ સાથ નહીં આપે. બાકી આ સંસાર તો આખો દગો છે ! માટે અમારો સંબંધ બાંધો એનું નામ બ્રહ્મસંબંધ અને એ સંબંધ કેવો કે કોઇ કાઢી મૂકે તોય જાય નહીં. સંસાર એ તો રંડાપાનું સ્થાન છે ને દુ:ખનું સંગ્રહસ્થાન છે, તેમાં સુખ ક્યાંથી દેખાય ? એ તો મોહ થાય એટલે જરા સારું દેખાય, મોહ ઊતરશે તો સંસાર ખારો દવ જેવો લાગશે, મોહને લીધે ખારો લાગતો નથી.
આ અમારી સાથે બ્રહ્મસંબંધ બાંધી લેજો તો તમારું કલ્યાણ થઇ જશે. આ દેહ દેખાય છે એ તો પરપોટો છે, પણ દેહમાં મહીં ‘દાદા ભગવાન” બેઠા છે તો કામ કાઢી લેજો. દસ લાખ વર્ષ ‘આ’ અવતાર થયો છે, સંસારમાં રહીને મોક્ષ મળશે. આ પરપોટો ફૂટી જશે ત્યાર પછી મહીં બેઠેલા ‘દાદા ભગવાનનાં દર્શન નહીં થાય, માટે પરપોટો ફૂટી જતાં પહેલાં દર્શન કરી લેજો.
- બ્રહ્મસંબંધ એટલે જ્યાં બ્રહ્મ પ્રગટ થઇ ગયા છે તેમના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મસંબંધ. ખરો બ્રહ્મસંબંધ આપનારા કોક જ દિવસ મળે છે.
દસ લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. ત્યારના કેસરિયાજીમાં ‘દાદા ભગવાન ઋષભદેવ’ સર્વ ધર્મોનું મૂળ, તે આદિમ ભગવાન, પહેલા ભગવાન છે. તે દસ લાખ વરસ પછી આજે આ ‘દાદા ભગવાન' આવ્યા છે ! તેમનાં દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો. પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે, તો તે મંદિર નાશ
થઇ જાય તે પહેલાં મંદિરમાં બેઠેલા પ્રગટ ‘દાદા ભગવાનનાં દર્શન કરી લેજો. બ્રહ્મસંબંધ એવો બાંધી લેજો કે ઝાડપાન, પશુપક્ષી - બધે ભગવાન દેખાય ! કાચો સંબંધ બાંધશો તો દહાડો નહીં વળે, માટે પાકો સંબંધ બાંધી લેજો. કવિરાજે ગાયું છે ને,
મન-વચન-કાયાથી તદ્દન જુદો એવો “હું” બ્રહ્મસંબંધવાળો છું.”
સંસાર વ્યવહારમાં આબરૂ મૂઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે ! આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને “બ્રહ્મનિષ્ઠ બની જશો. ‘જ્ઞાની પુરુષ'ની જોડે લગની લાગે તે બ્રહ્મસંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તોય આવે, પણ બ્રહ્મસંબંધ થાય એટલે માયા ભાગે. મોહબજારમાં ક્યાંય પણ પેસવું નહીં. લગ્નમાં મોહ અને માયાનું બજાર હોય જ. માયા અને એનાં છોકરાંઓ આપણી આબરૂ લઇ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે. અમારે આશરે આવ્યો તેનું કોઇ નામ ના દે. અહીં કોઇ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઇ નામ ના દે, કહે કે, “ભાઇ, એને તો કલેક્ટરનું ઓળખાણ છે.” તેમ તમારે આ ‘દાદા ભગવાનનું ઓળખાણ થયું છે કે જેમને ત્રણ લોકનો નાથ વશ વર્તે છે ! પછી તમારું નામ કોણ દેનાર છે?
અમારું નામ દેજો અને અમારી ચાવી લઈને જાઓ તો “રણછોડજી” તમારી સાથે વાત કરશે. અમારું નામ “રણછોડજી'ને દેજો તો તે બોલશે!
કવિરાજે ‘દાદા’ માટે ગાયું છે ને કે, (૧) કલ્પે કહ્યું જન્મે છે તે કલ્પાતીત સત્પષ.
શ્રી રણછોડરાયનું હૃદયકમળ ‘હું જ છું.
પરાત્પર પુરુષ ગીતાગાયક ‘હું જ છું. (૨) મુરલીના પડઘે ઝૂમી જમના બોલી,
શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ” એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી. મર્યાદા એટલે અંશધર્મ, લિમિટેડ ધર્મ, તે પાળે