________________
૩૮૦
આપ્તવાણી-૨
વેદાન્ત સમકિત પ્રાપ્ત કરવા માટે બે માર્ગ છે : વેદાન્ત અને જૈન. ભગવાને કહ્નાં કે, ‘વેદાન્તને માર્ગે જઇશ તોય સમકિત પ્રાપ્ત થશે અને જૈનને માર્ગે જઇશ તોય સમકિત પ્રાપ્ત થશે.’ પણ વેદાન્તવાળાને કહ્યું કે, ‘તમે જૈનનાં શાસ્ત્રો વાંચજો !' ને જૈનોને કળાં કે ‘તમે વેદાન્તનાં શાસ્ત્રો વાંચજો !”
પ્રશ્નકર્તા : બધા ધર્મવાળા ક્યારેય પણ એક થઇ જાય ખરા ?
દાદાશ્રી : ના. આ ૩૬૦ ડિગ્રીઓ હોય, તે બધી ડિગ્રીઓ એક ડિગ્રી થઇ જઇ શકે ? ના. એ તો બધા જુદા જુદા ડેવલપમેન્ટ રહેવાના.
પ્રશ્નકર્તા : જૈન અને વૈષ્ણવ એ શું છે ?
દાદાશ્રી : વૈષ્ણવો બીલો નોર્મલની બોર્ડર ઉપર હોય છે અને જૈન, વેદાંત એબોવ નોર્મલની બોર્ડર પર હોય છે. આ ઈટ હોય છે તે એકદમ કાચી પણ ના ચાલે અને ખેંગાર પણ ના ચાલે, એ તો વેલ બરું જ ચાલે. એમ ધર્મ અને જીવનમાં પણ બધાએ નોર્માલિટીમાં જ આવવું પડશે!
એક માણસ ભગવાનને કહે કે, ‘ભગવાન, અમે જૈન ધર્મ કરીએ છીએ તો અમારો મોક્ષ થશે ?” ભગવાન કહે, ‘તારાં જૈનનાં પરમાણુ હો કે વેદાન્તનાં પરમાણુ હો, જે હો તે, પણ એ બધાં જ પરમાણુ ખલાસ થશે ત્યારે મોક્ષ થશે !” જૈનને જૈનનાં ને વેદાન્તીને વેદાન્તનાં બધાં જ પરમાણુ ખાલી કરવાં પડે ત્યારે મોક્ષ થાય !
જ્યાં પુણ્ય અને પાપ બન્નેય હેય છે તેને ભગવાને મોક્ષમાર્ગ કક્કો અને બીજા બધાં અન્ય માર્ગ છે એમ કહ્નાં છે. અન્ય માર્ગ તે વ્યવહાર માર્ગ છે, પાપ-પુણ્ય જેને ઉપાદેય છે તે વ્યવહાર માર્ગમાં સમાય.
અજ્ઞાતથી જ મોક્ષ અટક્યો જૈનોમાં કલાં કે ‘રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ’ને વેદોમાંય કકાં કે ‘મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ.’ એટલે આ બન્નેમાં અજ્ઞાન કોમન છે, મુખ્ય છે. જો ‘જ્ઞાની” પાસેથી ‘જ્ઞાન’ મળે તો બધું જ અજ્ઞાન નીકળી જાય તેમ છે !
જૈનોએ કદાં કે ‘ઉપયોગ રાખો.” અને વેદાન્તોએ કક્રાં કે ‘સાક્ષીભાવ રાખો.’ આ સાક્ષી ભાવે રહેવા જાય, પણ લગ્નમાં તો નથી રહેવાતું! આ બધા તો ઉપચારો કહેવાય. જ્ઞાની ના મળે ત્યાં સુધી દવા તો ચોપડવી જોઇએ ને ? ઉપચાર તો કરવા જોઇએ ને ? ને જ્ઞાની મળી ગયા તો તો કામ જ થઇ ગયું !
મહીં બેઠા છે એ ‘શુદ્ધાત્મા’ ભગવાન છે. એમણે મને ‘યોગ’ કરી આપ્યો છે. એમનો ધંધો “યોગક્ષેમ' કરી આપવાનો છે. હવે એમણે તમને યોગ કરી આપ્યો તેથી તમને ‘અમારો’ ભેટો થયો અને મહાપરાણે થાય એવા ‘જ્ઞાની પુરુષ'નો ભેટો થયો છે, તો ‘જ્ઞાની પુરુષ’ હવે તમને ‘ક્ષેમ' કરી આપશે. ‘જ્ઞાની’ ચાહે સો કરી શકે ! ‘યોગ’ થઇ ગયો એટલે કામ થઇ ગયું. ‘શુદ્ધાત્મા’ યોગ ભેગો કરી આપે ને ત્યાં પછી ડહાપણું કરે ને તો થઇ જ રડાં ને ? આ તો સ્વછંદ રોગ એવો છે કે ક્રોનિક થઇ ગયો છે ! સ્વછંદ એટલે ઓવરવાઇઝ. આ તો મારે દાદર આવવું હોય તો પહેલાં એનું જ્ઞાન હોવું જોઇએ ને જો ઘર ના મળે તો મારે કોઇ ભોમિયાને પૂછવું પડે, એવું મોક્ષે જવા કોઇ ભોમિયાને પૂછવું પડે. આ ભીમે તો લોટાને ગુરુ બનાવ્યો ને ‘ૐ નમઃ શિવાય’ ઉપર લખ્યું તો શિવ પ્રગટ થયા. આ તો ભીમ ! તેને તો બધા ઉપર તરત જ અભાવ આવી જાય ! માટે તને જેની પર અભાવ ના થાય એવાને ગુરુ બનાવ ને આગળ ચાલ. આ તો પોતાને માથે ઉપરી રાખીને ચાલવાનું, તેનાથી સ્વચ્છેદ ના થાય.
પ્રશ્નકર્તા: ‘તુંહી તુંહી’ શાઓમાં લખેલું છે, એ શું છે ?
દાદાશ્રી : ક્રમિક માર્ગ ‘તુંહી તુંહી’એ પહોંચવાનું સાધન આત્મા તું જ છે બધે, હું તો ક્યાંય છું જ નહીં, છતાં ‘તુંહી તુંહી’માં આત્મા માટે