________________
સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅન્ન ?
૩૭૭
૩૭૮
આપ્તવાણી-૨
થાય છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ! અને એવા એવિડન્સ ઊભા થાય તો સિદ્ધ ભગવાનને પ્રજ્ઞા ઊભી થાય, પણ ત્યાં એવા એવિડન્સ ઊભા થાય જ નહીં. અને અહીં તો સમસરણ માર્ગ છે. એટલે નિરંતર સંયોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય અને ‘જ્ઞાની પુરુષ’નો જો યોગ મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે.
નવો ઉમેર્યો છે. આ તો પ્રજ્ઞાને સમજાવવા અજ્ઞા શબ્દ મૂકવો પડ્યો, નહીં તો પ્રજ્ઞાને સમજનારો જ “અજ્ઞા’ને જાણે. ક્રમિક માર્ગમાં જયાં અહંકાર. શુદ્ધ કરતા કરતા જવાનું ત્યાં બધું મનથી કરવું પડે છે; અને આ ‘અક્રમ” માર્ગમાં પ્રજ્ઞાદશાથી બધું થાય છે, આત્માના પ્રજ્ઞા ભાગથી બધું થાય છે. અજ્ઞા ભાગથી પ્રવેશ થયો અને છુટકારો પ્રજ્ઞા ભાગથી થાય છે. આ તો ક્યા ભાગથી પ્રવેશ પામ્યા એ સમજાય તો છૂટવાનો માર્ગ જડતો જાય. જે શક્તિ તને સંસારમાં અથાડ અથાડ કરે છે એને ઓળખ, તો પ્રજ્ઞાશક્તિ ઓળખાય. અજ્ઞ સંજ્ઞા તે ૮૪ લાખ યોનિમાં ભટકવાની વસ્તુ છે. કાર્યરૂપે સ્થિત અજ્ઞ દશાથી સંસાર ઊભો થાય અને કાર્યરૂપે સ્થિતપ્રજ્ઞાથી સંસાર વિલય થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો આધાર તૂટે ને પ્રજ્ઞાધારી થાય. જ્ઞાન ટોપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય, જે ડાયરેક્ટ અમારાથી મળે !
બે શક્તિમાંથી બીજી અજ્ઞાશક્તિ પોતે અહંકાર કરીને ઉતારી લીધી છે, ‘હું કરનારો છું', કહીને. હવે આ અજ્ઞાશક્તિ દરેકની સ્વતંત્ર હોય, દરેક જીવને તે લાગુ થાય છે અને અજ્ઞાશક્તિ બધી ભેગી થાય ત્યારે ‘વ્યવસ્થિત શક્તિ’ ઉત્પન્ન થાય. દરેકને અજ્ઞાશક્તિ હોય, દરેકને કપાળે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ રહેવાનું, તેથી સાથે બધું કામ થયા કરવાનું, એટલે આમાં તમારે “પોતે કશું કરવું પડે એમ નથી, વ્યવહાર એની મેળે ચાલ્યા કરશે. આ માણસની આંખમાં કેમ કરીને લાઇટ રહે છે ને કેમ કરીને એ જતું રહે છે એ કોણ જાણે ? આ ડૉક્ટરો તો નિમિત્ત છે, એ શું બચાવે ? જો ડૉક્ટર બચાવનારો હોય તો એની મા મરી ગઇ, બાપ મરી ગયો, એ બધાંને બચાવ ને ! આ જગત ‘વ્યવસ્થિત’ શક્તિને આધારે ચાલે છે, તે તમારો વ્યવહાર પણ એનાથી જ ચાલ્યા કરશે.
અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે ને એ ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી રહે છે અને છેલ્લે જ્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને એ પ્રજ્ઞા જ ઠેઠ મોક્ષે લઇ જાય છે. અહીં અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, પછી તમારે કશું જ કરવું ના પડે, એ પ્રજ્ઞા જ કામ કર્યા કરે. આ પ્રજ્ઞા શાનાથી ઉત્પન્ન