________________
સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ ?
૩૭૫
૩૭૬
આપ્તવાણી-૨
પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ કેવો છે ? જયાંથી ત્યાંથી, જેમ તેમ કરીને બધા સંસારી વ્યવહારનો ઉકેલ લાવતાં લાવતાં મોક્ષે લઇ જવું એ છે. અને અજ્ઞાશક્તિ નિરંતર શો પ્રયત્ન કરે છે ? એ સંસારની બહાર ના જવા દે, આમાં આત્માને કાંઇ જ કરવું પડતું નથી, અજ્ઞા કે પ્રજ્ઞા એ ખુદની શક્તિ નથી, પણ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિઅલ એવિડન્સથી ઊભી થઇ જાય છે. જ્ઞાની પુરુષનો છેલ્લો સંયોગ ભેગો થાય ને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ને મહીં એ નિરંતર વારે ઘડીએ ચેતવ ચેતવ કરે, તે આપણને એમ થાય કે, આ નવું કોણ પેઠું છે.” અમે ‘શુદ્ધાત્મા” આપીએ છીએ ત્યારે તમારી મહીં પ્રજ્ઞાને બેસાડી દઇએ છીએ. જેમ ભરતરાજાને પંદર પંદર મિનિટે નોકરો ‘ભરત ચેત, ભરત ચેત” એમ ચેતવતા હતા; તેમ આ પ્રજ્ઞા પછી તમને ચેતવ્યા કરે. પણ આ કાળમાં તમે જ દોઢસો રૂપિયાની નોકરી કરતા હો ત્યાં ચોવીસે કલાકના ત્રણ નોકરો શી રીતે રાખો ? તેથી અમે તમને અહીં જ ચોવીસ કલાકનો નોકર બેસાડી દઇએ છીએ, તે પ્રજ્ઞા જ તમને ક્ષણે ક્ષણે ચેતવે છે. બહારની કોઇ ફાઇલ આવી હોય તો પ્રજ્ઞા હાજર થઇ જ જાય છે અને જ્ઞાનવાક્યો હાજર કરી જાગૃત કરાવે છે અને ફાઇલનો સમભાવે નિકાલ પણ એ જ કરાવે છે.
પ્રજ્ઞા એ તો આત્માનું એક અંગ છે, તે આત્માનો અને બહારનો સાંધો કરાવે છે. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે, પણ પ્રજ્ઞા શું કરે છે ? કે વ્યવહાર, વ્યવહારમાં રહે અને તહેવાર તહેવારમાં રહે ને પોતાને શુદ્ધાત્મામાં રાખે.” પ્રજ્ઞા તો નિરંતર સંસારમાંથી કાઢ કાઢ કરે ને મોક્ષ ભણી લઇ જાય. આત્માના અનંત પ્રદેશો છે, તે બધા ઉપર આવરણ છે. તમને જ્ઞાન આપ્યું છે તેથી દહાડે દહાડે આવરણ જેમ જેમ તૂટતાં જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય, દોષો દેખાતા જાય અને જેટલા દોષો દેખાયા એટલા નાસી જાય. આ તો આખું દોષોથી ભરેલું પૂતળું છે, ને બધા દોષો પૂરા થાય પછી મોક્ષ થાય ! ‘જ્ઞાન’ મળ્યા પછી ચંદુભાઈ અને તમે ‘પોતે જુદા પડી જાવ, પછી પ્રજ્ઞાથી ચંદુભાઈના દોષો દેખાતા જાય. જેટલા દોષો દેખાયા એટલા એ જાય. “જ્ઞાન” ના હોય તો નર્યા દોષો ગ્રહણ જ થતા હતા, ના ઘાલવા હોય તોય પેસી જતા હતા, હવે જ્ઞાન પછી દોષો છૂટતાં જાય ને જેટલા
દોષોએ વિદાયગીરી લીધી એટલા વીતરાગ થવાય ! અંતે પરમાત્માસ્વરૂપ થવું જોઇએ, પણ આત્મસ્વરૂપ થયા વગર સાચી સમજશક્તિ ના આવે. વીતરાગો આત્મસ્વરૂપ થયેલા અને તેથી સમજી કરીને દોષોનો નિકાલ કર્યો ને મોક્ષે ગયા !
કેવળજ્ઞાનના અંશના ભાગને પ્રજ્ઞા કહીએ છીએ. એક એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે ! એટલે આ ખોખામાંથી નીરાવરણપણે નીકળે તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની એકે એક આત્મામાં શક્તિ છે ! આ વેદાંતીઓ તેથી જ કહે છે કે, આત્મા સર્વવ્યાપી છે ! પણ સર્વવ્યાપી, તે કઈ રીતે ? આત્માનો પ્રકાશ સંપૂર્ણ સર્વવ્યાપી છે અને એ સંપૂર્ણ પ્રકાશ થયા પછી આત્મા અહીં શા માટે ખીચડી ખાવા બેસી રહે ? પછી તો એ સિદ્ધક્ષેત્રે જતાં રહે છે !
પોતે પોતાની આખા બ્રહ્માંડમાં પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળજ્ઞાન કહે છે. અમે જ્ઞાન આપ્યા પછી રાત્રે જે અનુભવમાં આવે છે, તે સ્વસંવેદન શક્તિ છે. દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ, નહીં તો વેદના જ ના હોય ને !
પરાયું છે તે ક્યારેય પોતાનું ના માનવા દે અને પોતાનું છે તે ક્યારેય પરાયું ના માનવા દે તે પ્રજ્ઞા ! સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે. કિંચિત પરભારી ચીજ પોતાની ના મનાય તો તે પરમાત્મા જ છે. ‘પોતાનું અને પરાયું છૂટું રાખવાની શ્રદ્ધા છે પણ વર્તનમાં નથી તે પ્રજ્ઞા છે; એવી શ્રદ્ધા એ જ પ્રજ્ઞા છે અને એવું વર્તન એ જ આત્મા છે, એ જ ચારિત્ર્ય છે. વર્તન એટલે આત્મા અને અનાત્માને એકાકાર ના થવા દે, તે.
બંધ શેનાથી પડે છે ? અજ્ઞાનથી, અને મોક્ષ શાનાથી થાય ? પ્રજ્ઞાથી. આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય તે રીયલ અને રીલેટિવ બન્નેનું સંભાળે. અજ્ઞા શું કહે છે ? કે “મેં કહ્યું, મેં ભોગવ્યું;
ત્યારે પ્રજ્ઞા શું કહે છે ? કે ‘હું કર્તા નથી ! પેલાએ ગાળ ભાંડી તોય એ કર્તા નથી.” પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગ-દ્વેષ નીંદી નખાય, આત્માને કશું કરવું પડતું નથી. આ ‘અજ્ઞા” એ શબ્દ અમારે મહીંથી ટૂરેલો છે, અમે