________________
૩૭૪
આપ્તવાણી-૨
સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ તેનાથી તો આત્માની ડાયરેક્ટ અનુભૂતિ થાય છે, તે ‘પરમાર્થ સમકિત’ છે, તેનાથી જગતને અને જગતનાં તત્વોને જોવાય, ઓળખાય અને અનુભવાય !
સ્થિતપ્રજ્ઞ દશાથી ઇમોશનલ ના થાય. મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ, પણ સમાધિ ઉત્પન્ન ના થાય. ‘જ્ઞાન’ વિના સમાધિ ઉત્પન્ન ના થાય. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય !
કૃષ્ણ ભગવાન ગીતામાં છેલ્વે સ્ટેશન કયું કહેવા માગે છે ? એમાં સ્થિતપ્રજ્ઞ દશા એ જ છેલ્વે સ્ટેશન છે. ‘આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર,’ એમ કહે છે, પણ લોકોએ એમને પૂછવું પડ્યું કે, ‘સ્થિતપ્રજ્ઞ શું ખાય છે, એ શું પીએ ?” ત્યારે ભગવાનને સમજાવવું પડ્યું કે, જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા !અને આ તમારી શુદ્ધાત્મા દશા એ તો એથીય ઘણી ઊંચી દશા છે. કૃષ્ણ ભગવાને લખેલું છેને કે તું વીતરાગ થઇશ તો નિર્ભય થઇશ !
સ્થિતપ્રજ્ઞ કે સ્થિતપ્રજ્ઞ ? એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું ?’ તેમણે પૂછયું. મેં તેને સમજ પાડી, ‘તું પોતે સ્થિતઅજ્ઞ દશામાં છે ! હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે તો સામો કિનારો સ્થિતપ્રજ્ઞ દશાનો કેવો હોય !” તેમને મેં આગળ કહ્નાં કે, ‘તમને મીઠું લાગે તેવું કહ્યું કે કડવું લાગે તેવું કહું ? તમે સ્થિતઅશ દશામાં જ છો, પંડિતાઇના કેફમાં ફરો છો એના કરતાં તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતાં ઊતરી જાય, તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે, તે ઊંઘમાંય ઊતરતો નથી. અમારાં પાંચ જ મિનિટનાં દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે, અહીં બધા જ ભગવાનનાં દર્શન થાય તેમ છે, તમારે જેનાં દર્શન કરવા હોય તે કરજો.’
સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. ‘આ આત્મા છે અને અન્યથી તે પર છે” એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઇ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઇ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય ! કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિતપ્રજ્ઞ દશા સુધી આવે, પણ એની આગળ તો ઘણું બધું છે ! અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે. સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ ફેર છે. સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય છે, પણ તે રીલેટિવ પ્રજ્ઞા, એના પછી એને આત્મા પ્રાપ્ત કરવાનો છે, અને આપણને જે પ્રજ્ઞા છે તે આત્મા પ્રાપ્ત કર્યા પછીની છે, તે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલ આવે ! સ્થિતપ્રજ્ઞ દશા એટલે શુદ્ધ થયેલી બુદ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેનું ઓળખાણ પડે, પણ અનુભૂતિ ના થાય. સ્થિતપ્રજ્ઞ દશાથી જગતને અને બધાં તત્વોને જાણે, ઓળખે, તેને જ શુદ્ધ સમકિત કહેવાય. આ અમે
પ્રજ્ઞાશક્તિ બે જાતની શક્તિઓ છે. આત્માનું તો તેનું તે જ સ્વરૂપ છે, જૈનોમાં, વૈષ્ણવમાં, મજૂરોમાં બધાના આત્મા એક જ સ્વરૂપના છે; પણ ફક્ત બે જાતની શક્તિઓ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનના જ સંજોગો ભેગા થાય એટલે ‘અજ્ઞાશક્તિ' ઉત્પન્ન થાય, એને અજ્ઞાનબ્રહ્મ કહેવાય, એનાથી જગતનું સર્જન થાય. આ અજ્ઞાશક્તિ ઠેઠ સુધી સંસારની બહાર જ ના નીકળવા દે, એ આખો સંસારકાળ પૂરો થતાં સુધી, અનંત કાળ સુધી અજ્ઞાશક્તિ જ બધું ચલાવી લે છે. જ્યારે ‘જ્ઞાની પુરુષ'નો સાંધો મળે ત્યારે એ જ્ઞાન આપે, પછી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે, એને પ્રજ્ઞાનબ્રહ્મ કહેવાય. પ્રજ્ઞા એ અજ્ઞાનના સંયોગોનો વિયોગ કરાવી વિસર્જન કરાવે અને નિરંતર મોક્ષ તરફ, મુક્તિ તરફ પ્રયાણ કરાવે, જ્ઞાની પુરુષ મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ નહીં. પ્રજ્ઞાધારીને બ્રહ્મશક્તિ ઉત્પન્ન થાય, પછી અજ્ઞાશક્તિ નાશ પામે, ત્યાર પછી પ્રકૃતિશક્તિ બધું ચલાવી લે.