________________
યોગેશ્વર શ્રીકૃષ્ણ
આશા રાખજે, પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઇ ગયું એ ફળ, એમાં ફળની આશા ના રાખીશ, એટલે રાગ-દ્વેષ ના કરીશ, જે થયું તે માન્ય રાખજે.' જો ગજવું કપાય તો શાંતિ રાખજે, એના પર વિલાપ ના કરીશ, ત્યાં સમતા રાખજે, રાગ-દ્વેષ ના કરીશ. અહીંથી સાડી લેવા ગયા, માટે સાડીની આશા તો હોય જ, પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડીપ્રેસ ના થઇશ, સાડી જેવી નીકળી એ ભલે હો, ત્યાં આગળ ફળની આશા ના રાખીશ, રાગ-દ્વેષ ના કરીશ એવું કહેવા માંગે છે, બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? મોચીને ત્યાં જવું, પણ સારું કે ખોટું, પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ. એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ.
૩૭૧
ભગવાને ગીતામાં કહ્યું છે કે, ‘અભ્યાસ કરજે.’ તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઇ ગયો. અધ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કક્કો, તો અભ્યાસનો જ અધ્યાસ થઇ ગયો !
કૃષ્ણના એકુય શબ્દનો અર્થ આજે કોઇ જાણતું જ નથી. બધી ક્રિયામાં ‘હું કરું છું’ એ ભાન ના રહે તે સંન્યસ્ત યોગ ને તે જ સંન્યાસી કહેવાય ! આ આજના સંન્યાસીઓમાં છાંટોય સંન્યસ્ત નથી. આત્મા આત્મામાં જ મૂક્યો તે જ સંન્યસ્ત યોગ ! સંપૂર્ણ સંન્યાસી એટલે ધર્મસંન્યાસ. તે આ આપણો છેલ્લો સંન્યાસ તે અહીં આત્મા આત્મામાં રહે, આત્મા શુદ્ધાત્મામાં જ વર્તે. આપણો આ અલૌકિક ધર્મ છે ! આ લૌકિક ધર્મમાં તો આત્મામાંથી સંન્યસ્ત લઇને દેહમાં નાખે છે !
કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ત્રણ ગુણ હોય તો તે ખરો સંન્યાસી, પછી તે ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે ગમે તે હોય :
૧. કર્તૃત્વનું અભિમાન ન હોય.
૨. આસક્તિ ના હોય.
૩. કામના ના હોય.
આપ્તવાણી-૨
આ આસક્તિ એ તો દેહનો ગુણ છે, તે કેવો છે ? જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે, તેમ દેહને ફીટ થાય તેવાં પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી, પણ લોક તો ભ્રાંતિથી માને છે કે, ‘હું ખેંચાયો.’ આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ, આત્મા ખેંચાય નહીં. આત્મા જેમાં તન્મયાકાર થતો નથી તેનો તેને ત્યાગ વર્ષો કહેવાય. કતૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે.
૩૭૨
સ્વરૂપની પ્રાપ્તિ પછી તમારા મનનાં પરિણામો ગમે તેટલાં ઊછળતાં હોય તો તે તમને ઇફેક્ટ ના કરે. ‘જ્ઞાની’માં ને તમારામાં ફેર કેટલો ? ઉપાધિ જેટલો, જ્ઞાનીને ઉપાધિ ના હોય; જ્યારે તમારે ઉપાધિ હોય !