________________
યોગેશ્વર શ્રીકૃષ્ણ
उ६८
૩૭૦
આપ્તવાણી-૨
સુદર્શન ચક્ર પ્રશ્નકર્તા : કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું ?
દાદાશ્રી : એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેનાં લોકોએ ચક્રો ચીતરી માર્યા ! તે લોકો એવું સમજ્યા કે ચક્ર લોકોને કાપી નાખે છે !
એક મહારાજે મને પૂછયું કે, ‘મેં સાંભળ્યું છે કે તમે એક કલાકમાં દિવ્યચક્ષુ આપો છો, તે કેવડાં હોય ?” મેં કદ, ‘ગાડાંના પૈડાં જેવડાં !” હવે આમને તે શું કહેવું ? કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કરતી વખતે જે દિવ્યચક્ષુ પાંચ મિનિટ માટે આપ્યાં હતાં તે જ દિવ્યચક્ષુ અમે તમને કલાકમાં જ પરમેનન્ટ આપીએ છીએ, એનાથી ‘આત્મવત્ સર્વ ભૂતેષુ” તમને દેખાય. ‘જ્ઞાની પુરુષ તમારાં અનંતકાળનાં પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે,’ એમ કૃષ્ણ ભગવાને કહ્નાં છે. એકલાં પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે ! એ અક્રમ માર્ગના ‘જ્ઞાની પુરુષ' ‘ન ભૂતો ન ભવિષ્યતિ' એવા પ્રગટ છે, એ છે ત્યાં સુધી કામ કાઢી લો!
વેદો, ત્રણ ગુણોમાં જ છે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્નાં કે, ‘વેદો ત્રણ ગુણથી બહાર નથી, વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે.’ કૃષ્ણ ભગવાન નેમીનાથ'ને મળ્યા પછી તેમણે ગીતા કહી, ત્યાર પહેલાં એ વેદાંતી હતા. એમણે ગીતામાં કકાં. ત્રગુણ્ય વિષયો વેદો નિશૈય ગુણ્યો ભવાર્જુન', આ ગજબનું વાક્ય કૃષ્ણ કહી નાખ્યું છે ! આત્મા જાણવા વેદાંતથી પર જવા કહ્નાં છે ! એમણે એમ કકાં કે, “હે અર્જુન ! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.” ત્રિગુણાત્મક કયા કયા ? સત્વ, રજ અને તમ. વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછાં ઠંદ્ર છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ ! આત્મા જાણવા કૃષ્ણ વેદાંતની બહાર જવા કહ્નાં છે, પણ લોકો
સમજતા નથી. ચારેય વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી, ‘ન ઇતિ ન ઇતિ', માટે તારે જો આત્મા જાણવો હોય તો ગો ટુ જ્ઞાની.
કૃષ્ણ ભગવાને કદાં છે કે, ‘આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !'
સાચો સંન્યાસ તે નિષ્કામ કર્મ કૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા : એક સંન્યાસ અને બીજો નિષ્કામ યોગ.
સંન્યાસ શબ્દ બહુ ઊંચો છે, પણ તેને કોઇ સમજતું નથી. લોકોએ જે ભગવાં વસ્ત્ર પહેરે તેને સંન્યાસી કહેવા માંડ્યું ! સંન્યાસ એટલે ન્યાસ લેવા મન-વચન-કાયામાંથી, બધેથી આત્મા ખેંચીને આત્મામાં મૂકી દે, તેને સંન્યાસ કહેવાય. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' આત્માનું જ્ઞાન ના આપે ત્યાં સુધી સંન્યાસી જ ના થાય. ખેતરમાં ગયો હોય તે ઘર ના હોય ને ઘેર હોય તે ખેતરમાં ના હોય, તેમ ધર્મ સંન્યાસી છે તે નિરંતર આત્મામાં જ રહે.
નિષ્કામ યોગ તે લોકો કહે છે કે, ‘કામ કર, પણ ફળની આશા રાખીશ નહીં.” અલ્યા, ફળની આશા રાખ્યા વગર તો ઘરની બહાર જીવડુંય
ના જાય, ફળની આશા રાખ્યા વગર કોઇ કામ કરે જ નહીં. જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? ફળની આશા વગર તો કોઇ કામ કરે જ નહીં. આ જો ખબર પડી કે, ‘આજે બજારમાં શાક નહીં મળે.' તો કોઇ શાક લેવા જાય જ નહીં. છતાં એવું કહેવું પડે કે, ‘ફળની આશા રાખ્યા વગર તું કામ કર.” આનાથી શું થાય કે કામ કરતી વખતે આ વાક્ય ખૂંચે કે, ‘ભગવાને તો ફળની આશા રાખ્યા વગર કામ કરવાનું કદાં છે,” તેથી તેનું ફળ સારું આવે. આ જો ફળની આશા રાખ્યા વગર કામ કરે તો લોકો પ્રગતિ માંડે, પણ કૃષ્ણ ભગવાન જે કહે છે તે લોકો સમજ્યા નથી. ભગવાને તો શું કહેલું કે, ‘જો તું શાક લેવા જાય તો શાકની