________________
યોગેશ્વર શ્રીકૃષ્ણ
૩૬૭
૩૬૮
આપ્તવાણી-૨
આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં “માલ” ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલુંય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં ‘માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના ‘માલ’નાં દર્શન કરી લેવાનાં.
કૃષ્ણ ભગવાન કહે છે કે, “મહીં જે “માલ” છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો, બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઇશ તોય તારો ઉકેલ નહીં આવે !” “ખોખું' અને “માલ” આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે, અને આ બુદ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે ! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વછંદથી નામના કાઢવા જ કરે છે ! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ, ભગવાનનો ‘અંતર-આશય” સમાઈ જાય છે.
પહેલાંના જમાનામાં તો પચીસ વરસના ડિફરન્સમાં બાપનો અંતરઆશય દીકરો સમજી જતો હતો, ત્યારે આજે તો પચીસ વરસના અંતરમાં અંતરઆશયની વાત સમજવાની શક્તિ રહી નથી; તો કૃષ્ણની વાત કેવી રીતે સમજવામાં આવે ? અત્યારે ગીતા વિષે ઘણું ઘણું લખાય છે, પણ એમાં એક વાળ પણ લખનારા સમજતા નથી. આ તો ‘અંધ અંધ મળ્યા, તલ-તેલ કોથળે મહીં મળ્યા, ના થાય તલ ને ના થાય ઘાણી!” એનાં જેવું છે. હા, એ ખોટું નથી, કરેક્ટ છે, પણ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના માસ્તરના જેવી વાત છે ને તે બરોબર છે. અહીં અમારી પાસે કેવી વાત હોય ? કૉલેજના છેલ્લા વર્ષની વાત હોય. ત્યાં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત થાય તેમ આ ગીતાનાં વિવેચનોની વાત હોય. એક ‘જ્ઞાની પુરુષ' પાસે જ સર્વ શાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે છે.
અર્જુનને વિરાટ દર્શતા
આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે, ‘તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે, સિનેમા-નાટક જોયા કરે છે, કંઈ કરતો નથી.' ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે, “જો ને મારા ફાધર કેવા છે ? જંગલી છે, ક્રોધી છે ને લોભી છે, કંજૂસ છે.” આવું છોકરો કેમ કહે છે ? કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી, એ ફાધરનો અંતરઆશય નથી સમજી શકતો. ફાધર અને છોકરામાં માત્ર પચીસ જ વરસનો ડિફરન્સ છે, છતાં પણ બાપનો અંતરઆશય દીકરો સમજી શકતો નથી; તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયાં, તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરઆશય કોણ સમજી શકે ? એમનો અંતર આશય કોણ બતાવી શકે ? એ તો જે “ખુદ’ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે! મહાવીરના અંતરઆશયની વાત કોણ બતાવી શકે? એ તો જ ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે. મહાવીરને પણ ૨૫૦૦ વરસનો ડિફરન્સ
પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે?
દાદાશ્રી : એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઇ મારનાર નથી, કોઈ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણ અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું, બધા મરેલા દેખાડ્યા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ, તેને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ.
ગજવું કપાય તોય ‘વ્યવસ્થિત’, એટલે કશું ના થાય આનાથી, આગળની વાસનાઓ ઊભી ના થાય, મોહ ના ઊભા થાય. મહી પ્રેરણા થઈ એટલે ચાલવા માંડવાનું. આ તો બધી મશીનરી કહેવાય, ‘વ્યવસ્થિત'ની ચલાવી ચાલે.
થયો.