________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૫૫
૩૫૬
આપ્તવાણી-૨
સોરી એટલે પ્રતિક્રમણ ? પ્રશ્નકર્તા: “થેન્ક યુ’ અને સોરી’ શબ્દ, એ પ્રતિક્રમણ જેવા છે
દાદાશ્રી : ના, આ ભેંસ ખુશ થઇને માથું હલાવે એ જેવું ગણાય. એ વાત એમની માટે, ફોરેનર્સ માટે બરોબર છે. પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઇ જોટો મળે એવા શબ્દો નથી. છતાંય સોરી એમ બોલીએ છીએ, એ વ્યવહારમાં બોલીએ છીએ.
જેનો નિશદિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ; પણ આ તો કોઇનો તપમાં ઉપયોગ, કોઇની પ્રતિક્રમણમાં ઉપયોગ હોય. ભગવાને શું કહેલું કે, “પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે,એ તને આગળનો માર્ગ બતાવશે.’ આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે ? આ સાંતાક્રુઝનું બોર્ડ મારેલું હોય, અને એ રસ્તે જવાનું હોય; પણ આ તો ત્યાં દાદરમાં જ બેસી ને ‘વે ટુ સાંતાક્રઝ, વે ટૂ સાન્તાક્રુઝ’ એમ ગાયા કરે છે; તો સાંતાક્રુઝ જવાનું તો બાજુએ રડાં, પણ પોતે ‘સાંતાક્રુઝ જવાનો પ્રયત્ન કરે છે.' એનો કેફ પાછો ચઢે છે !
અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજ્યો જ નથી, પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનનાં પ્રતિક્રમણો સમજ્યા વગર ગા ગા કરે છે, રૂઢિ પડી ગઇ છે !
પ્રતિક્રમણ એટલે ડાધ કાઢવો તે. જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી, ‘જ્ઞાની પુરુષ'ને પ્રતિક્રમણની જરૂર નથી.
આ બધાં ચાનો ડાઘ પડે કે તરત જ ધોઇ આવે, ત્યાં જરાય કાચો ના પડે; ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય, પણ ત્યારે જ્ઞાની મહીંના ડાઘ સામે કાચા ના હોય ! ‘જ્ઞાની પુરુષ'ને ડાઘ જ ના પડે, કારણ કે પોતે ગાઇને ગવડાવે; જ્યારે બીજા તો ગવડાવે, પણ પોતે ગાય નહીં, તેનો ડાધ પડી જાય ! આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય, તો શું થાય ? દુધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો તે ડાધ પાકો થઇ જાય ! બહારનાં બધાં લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે ? દ્રવ્ય આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે છે; ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તો કોઇ કરતું જ નથી ! હા, ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરાં! પ્રતિક્રમણ તો ડાધ પડે કે તરત જ પોતે ધોઇ નાખે, ત્યારે કર્યું કહેવાય! આ તો મહીંનો ડાઘ ત્યારે ના કાઢે; એ ડાઘને પાકો થવા દે. પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઇને બેસી રહે ? ના, એ તો ડાઘ પડી જ જાય !
કોઇને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહીં પ્રતિક્રમણ કરી લેવું પડે, કારણ કે આ અતિક્રમણ થયું, તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રતિક્રમણની યથાર્થ વિધિ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં શું કરવાનું ?
દાદાશ્રી : મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા’ને સંભારીને કહેવું કે, “હે શુદ્ધાત્મા ભગવાન ! મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઇ, માટે તેની માફી માગું છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિત્ય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.’ ‘શુદ્ધાત્મા’ને સંભાર્યા અથવા ‘દાદા'ને સંભાર્યા ને કદાં કે, “આ ભૂલ થઇ ગઇ'; એટલે
અતિક્રમણતાં ડાઘ, કાઢે પ્રતિક્રમણ દાદાશ્રી : આ ચાનો ડાઘ તમારાં કપડાં ઉપર પડે તો તમે શું કરો
છો ?
પ્રશ્નકર્તા: તરત જ ધોઇ નાખું છું.
દાદાશ્રી : ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો ? કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે, માટે તરત જ ત્યાં રોકડું ધોઇ નાખો છો; પણ “મહીં? ડાઘ પડે છે તેની ખબર જ નથી ! અતિક્રમણ એટલે ડાધ પડવો તે અને