________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૫૭
એ આલોચના, ને એ ભૂલને ધોઇ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્વય કરવાનો એ પ્રત્યાખ્યાન છે! સામાને નુકસાન થાય એવું કરે અથવા એને આપણા થકી દુ:ખ થાય એ બધાં અતિક્રમણ અને તેનું તરત જ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું પડે.
આ તો સહેલો માર્ગ છે, તરત જ કૂંચીઓથી તાળાં ખૂલી જાય ! કોઇ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય, આ તો અક્રમ માર્ગ છે! એક્સેશનલ કેસ છે ! અને અગિયારમું આર્ય છે !! ત્યાં કામ કાઢી લેજો. આવાં પ્રતિક્રમણથી લાઇફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય !
ભગવાન મહાવીરે એમ કજો કે, ‘તમે બહુ મોટા વેપારી હો તો દહાડાનાં અતિક્રમણોનાં રાત્રે પ્રતિક્રમણો કરજો.’ અને ‘રાયશી’ કકાં અને ‘રાતના અતિક્રમણોના પ્રતિક્રમણ દહાડે કરજો.’ અને ‘દેવશી’ કૉં. આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે, નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય. આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા, પણ મહીં માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે. એ પ્રતિક્રમણ આપણે ‘શુદ્ધાત્મા’ એ નહીં કરવાનાં, એ તો આ મનવચન-કાયા પાસે કરાવવાનાં. ‘હું કરું છું' એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ, એટલે પોતાને પ્રતિક્રમણ કરવાનાં ના હોય. પોતે શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ કરે તો તો પોઇઝન થઇ જાય. ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ ના કરે, પણ મન-વચન-કાયા પાસે કરાવડાવે. આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપજ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું. અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું; જ્યારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતાં વાળતાં જ્ઞાનમાં આવે.
યોગેશ્વર શ્રીકૃષ્ણ પ્રશ્નકર્તા : સ્વધર્મ એટલે શું ? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો !
દાદાશ્રી : આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કલાં કે, ‘પરધર્મ ભયાવહ,’ એટલે લોક સમજયા કે વૈષણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજયું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કડાં કે, ‘સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.' | ‘પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઇ સાચો વૈષ્ણવ થયો નથી ! વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’ એ વ્યાખ્યાના હિસાબે પણ એકય વૈષ્ણવ થયો નથી !
આમ કહે છે કે, ‘અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ, પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે, “આમાંનો એકય જણ મારો સાચો ભક્ત નથી. હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દા'ડો, અરે એક કલાક પણ પાળતા નથી.'