________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૫૩
૩૫૪
આપ્તવાણી-૨
આ જ્ઞાન પછી રજમાત્ર પણ અભાવભાવ આપણામાં હોવો જ ના જોઇએ. હવે તો આપણે નવી લડાઇ કરવી નથી અને જે જૂની લડાઇ છે એનો નિકાલ જ કરવાનો છે !
ને પ્રત્યાખ્યાન કરવા પડે, તેય આપણે નહીં, ‘ચંદુ’ પાસે કરાવવાનાં. જે ખાય તેની ગુનેગારી, આપણે ખાઇએ નહીં એટલે આપણે ‘શુદ્ધાત્મા’ એ પ્રતિક્રમણ શાનાં કરવાનાં ?
આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય, પણ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે.
પ્રતિક્રમણ શરૂ થાય એટલે ચોથું ગુંઠાણું શરૂ થાય !
અતિક્રમણ અને આક્રમણ જેટલું કર્યું એનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરજો. આ સદાચાર, દુરાચાર એ કાંઇ હાથની વાત નથી, એ તો અમુક બીજી વસ્તુઓને આધીન છે, પણ દુરાચાર થતી વખતે અતિક્રમણ અને આક્રમણ થાય છે તેનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનું.
આક્રમણ તે અતિક્રમણ
પ્રશ્નકર્તા : આક્રમણ અને અતિક્રમણમાં શો ફેર ?
દાદાશ્રી : બન્ને વચ્ચે ઘણો ફેર છે. અતિક્રમણનો દોષ એટલો નથી, આક્રમણનો દોષ ભંયકર છે. આ મહીં આડો અવળો વિચાર આવે છે એ અતિક્રમણ, પણ ‘આને સીધો કરી નાખું, મારું જે થવાનું હોય તે થાય, પણ તારું તો કરી જ નાખું,’ એ બધા ભાવ તે આક્રમક ભાવ છે. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય, છતાં અતિક્રમણ થાય. જે સામાન્ય હોવું જોઇએ તેનાથી વિશેષ થાય, અતિ થાય, તે અતિક્રમણ. આક્રમક ભાવ ગયો એટલે વીતરાગતામાં આવ્યો. આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે, સ્વરૂપજ્ઞાન મળ્યા પછી કો'ક ઉપર અભાવભાવ થયા કરે અને મહીં વંટોળ જેવું જાગે, તેમાં આક્રમક ભાવ ના હોય. તેવા અભાવભાવ આક્રમણ કરાવીને નથી જતા, પણ અતિક્રમણ કરાવીને જાય છે; માટે તેમાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનાં બાકી રહે છે. એક ને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ, આવા અભાવભાવ હજાર હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તેની સામે કરે, તો જ તેવાં ભારે અતિક્રમણથી છૂટા થવાય.
જાથુ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : જાથુ પ્રતિક્રમણ કોને કહેવાય ?
દાદાશ્રી : જાથુ પ્રતિક્રમણ કોને કહીએ ? કે જે જાથુ યાદ આવે તેને માટે કોઇ એક જણ જાધુ મહીં યાદ આવ્યા કરતું હોય, તો તેનું જાળુ પ્રતિક્રમણ કરવું પડે. જાથુ એટલે નિરંતર. સ્મૃતિ એ રાગ-દ્વેષનો અરીસો છે. કોઇ વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.
જે વ્યકિત જોડે આપણાથી ગૂંચો પડી ગઇ હોય ને તે મરી ગયા હોય તો તેને યાદ કરીને ગૂંચો ધોઇ નાખવી, જેથી ચોખ્ખું થઇ નિકાલ થઇ જાય ને ગૂંચો ઊકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. એક બિલાડીને મારી નાખી હોય તો બન્નેના આત્મા પાસે નોંધ થાય છે. બિલાડી વેર લીધા વગર રહે નહીં, માટે આપણે તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. જ્ઞાનીનાં જે જે વાક્યો ફીટ થાય તે ‘અનુભવ જ્ઞાન’ કહેવાય અને એ મોક્ષે લઇ જાય!
તંત બે પ્રકારના છે; એક છૂટી જાય એવો તંત અને બીજો જલદી છૂટે જ નહીં એવો તંત. બીજો તંત ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે, એને પણ અનેક વાર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લેવું. જેના માટે ખરાબ વિચાર આવે તો આપણે એમ કહેવું કે, “આ તો બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે.’ આમ બોલવાથી પેલાને અસર થાય. બાકી તેની સામે જોવું નહીં કે એ કેવા છે, આપણે તો તેને સારા જ કહેવા. એક વાર, બે વાર, ત્રણ વાર કરવાથી જરૂરથી એ ફરી જાય. આ બધું અનુભવજ્ઞાન છે, અમે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમે તમને લઇ જઇએ છીએ.