________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૫૧
૩૫ર
આપ્તવાણી-૨
દાદાશ્રી : જ્યારે પોતાથી ઝઘડો થઇ ગયો કે જે ઉદય કર્મ છે, પ્રાકૃત ભાવ છે, તો તરત જ પોતે જેને ગુરુ માન્યા હોય તેમને સંભારીને જેની જોડે ઝઘડો થઇ ગયો હોય તેના આત્માને સંભારીને, પ્રતિક્રમણ તરત કરવાનું. આ અતિક્રમણ એ તો હુમલાખોરી કહેવાય. આ તમારા શેઠ જોડે અતિક્રમણ થાય ત્યાં પણ ગુરુને ધારણ કરીને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો, તો બધું ભૂંસાઇ જાય. એનાથી શું થાય? કે શેઠ માટે જે અતિક્રમણ કરેલું તેની ઘોડાગાંઠ નહીં બંધાતાં, એ ગાંઠ ઢીલી થઇ જાય ! તે આવતે ભવે એ ગાંઠને હાથ લગાડતાં જ ખરી જાય! ગુરુ તો માથે જોઇએને ? આલોચના કરવા તો કોઇ જોઇશે ને? છૂટવાનો રસ્તો જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન છે, બીજો કોઈ રસ્તો જ નથી. બંધાવાનો રસ્તો જ અતિક્રમણ અને આક્રમણનો છે. પ્લસ-માઇનસ સરખું જ હોય ને ? એનાથી જીરો થાય ! પ્રતિક્રમણ તો ડાઘ પડે ને તરત જ ધોઇ નાખે ત્યારે કર્યું કહેવાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જૈનને નિરંતર હોય. જૈન તો કોનું નામ કે રોજનાં પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરતો હોય !
નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઇ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી, નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવાં વધારે હોતાં નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળા છે, તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે, પણ જે જુના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકનાં ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળો.
ડાયરેક્ટ મિશ્રચેતન જોડે અતિક્રમણ થયું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો. આ ખાવાનું ઓછું પીરસ્યું અને એનાથી સામાને દુ:ખ થશે એ ઇનડાયરેક્ટ અતિક્રમણ થયું, એને પણ પ્રતિક્રમણ કરીને ધોઇ નાખવું પડે. આ બટાટાનું શાક ચેતન નથી, પણ એને લાવનાર ચેતન છે, એ
ચેતનવાળાને સ્પર્શે છે. જે બટાટા ખાતો નથી અને બટાટાનું શાક પીરસવામાં ભૂલ થઇ તો એનાથી સામાને દુ:ખ થશે, પણ એ ખ્યાલ ન રાો, તો આને ઉપયોગ ચૂક્યા કહેવાય અને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : કંટાળો આવે એ શું કહેવાય ? એ પ્રમાદ કહેવાય ?
દાદાશ્રી : ના, કંટાળો આવે એ તો પ્રમાદ ના કહેવાય, અરુચિ કહેવાય. જેની જરૂર છે ત્યાં અચિ આવે, તો તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે!
પ્રશ્નકર્તા : દાદા, ઘણા દોષો સમજાતા પણ કેમ નથી ?
દાદાશ્રી : લોભ અને માયા હોય તે આ દોષોને સમજવા ના દે, પણ માન ને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય. અરે, બીજા પણ તે દોષ દેખાડી આપે.
‘જ્ઞાની પુરુષ’નાં દર્શનથી કપટનો પડદો ખસી જાય ને બધું ખુલ્લું થતું જાય.
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય અને એટલે ભરેલી કોઠી, ખાલી થયા કરે. વિષયો સાંભરતા હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે તો વિષયો યાદ જ ના આવે. આ તો પહેલાંનો કોઠીમાં જ માલ ભરેલો ને ! તે માલ નીકળે એટલે યાદ આવે અને તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીએ એટલે ખાલી થતું જાય અને એટલે પછી છેવટે કોઠીને ખાલી થયે જ છૂટકો.
પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં જાતજાતનું વસાવવાનો મોહ છે, સાડીઓ ખરીદવાનો મોહ છે, તે બધાંનું પ્રતિક્રમણ શી રીતે કરવું ? - દાદાશ્રી : એ તો બધાં નોકર્મ કહેવાય. ‘તું ચંદુ’ તો તારાં છે, નહીં તો એ તારાં નથી. આ મોહ જો મૂછ કરાવે ને મૂર્જા ઉત્પન્ન થાય, તે ઘડીએ પ્રતિક્રમણ કરવું પડે, એય કોઠીમાં માલ ભરેલો માટે પ્રતિક્રમણ કરવું પડે. કોઠીમાંથી જે જે માલ નીકળે તે બધાંના આલોચના, પ્રતિક્રમણ