________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
થઇ જાય ! આ પ્રતિક્રમણથી તો સામાની વૃતિ ઠંડી પડી જાય; જ્યારે ઘરનાં માણસો જોડે તો નિરંતર પ્રતિક્રમણ કરવું પડે.
૩૪૯
પ્રશ્નકર્તા : મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનુંય શું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : સ્મૃતિ મરેલાનીય આવે ને જીવતાનીય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર ‘એ’ જીવતો જ છે, મરતો નથી, આનાથી તેના આત્માનેય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ.
પ્રશ્નકર્તા : મરેલાનું પ્રતિક્રમણ શી રીતે કરાય ?
દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી ‘આવી આવી ભૂલો કરેલી.’ તે યાદ કરવાની (આલોચના); તે ભૂલો માટે મને “પાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ); 'તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિય કરું છું’ એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે’ પોતે ‘ચંદુલાલ’ના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ‘ચંદુલાલે’ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર
અને કેટલી વાર કર્યાં !
જ્યાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા ‘શુદ્ધ’ જ હોય. આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઇએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુદ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધુંય શુદ્ધ થયા કરે. આ પુદ્ગલ શું કહે છે ? અમને ‘શુદ્ધ’ કરો, ‘તમે’ તો ‘શુદ્ધ’ થઇ ગયા ! આ અશુદ્ધ થઇ ગયેલાં પુદ્ગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુદ્ધ થઇ જાય.
સ્થૂળ, સૂક્ષ્મ ભૂલો પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાથી જાય. આ માર્ગ જ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો છે, અને તેય રોકડા જોઇએ. આ પાન પણ બે આના કેશ આપીએ ત્યારે મળે છે. પ્રતિક્રમણ કેશ જોઇએ, ઉધારથી મોક્ષ નહીં મળે.
૩૫૦
આપ્તવાણી-૨
મનથી, વાણીથી અને દેહથી થયેલાં બધાં જ અતિક્રમણના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા પડે. આ અમારું મુખારવિંદ ધારણ કરીને, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરો તો તો એવું ભૂંસાય કે ફરી એ અતિક્રમણ થાય નહીં, અમારી હાજરીથી ધોવાઇ જાય.
અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે, તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે. આ બહારની સ્થળ હિંસા એ તો અડે કે ના પણ અડે, એ તો મહીંની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય; પણ મહીંની હિંસા, સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે. અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય. અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા, તે પ્રતિક્રમણ શું કરે ? કેવું કરે ? જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરતરાજા મોક્ષે જ ના જઈ શક્યા હોત ! તેમના હાથે તો કેટલાંય લશ્કર કપાયેલાં ! સ્થૂળ હિંસા નડતી નથી, સૂક્ષ્મ હિંસા નડે છે !
આ મહાત્માઓને અમે ઓર જ જાતની વસ્તુ હાથમાં આપી છે! અજાયબી છે !! જગતના લોકોને એકસેપ્ટ કરવું પડશે કે આ લઢતા હોય છતાં તેમને મહીં સમિકિત નહીં જતું હોય, બન્ને ક્ષેત્રની ધારા જુદી જ વા કરે.
આ તમારે તો બન્નેય ધારા ભેગી વા કરે છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બન્નેય ધારા જુદી રહે જ નહીં. ‘આ બધાંને' તો નિરંતર આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન રડ્યા કરે છે. આ કેવું છે ? કે બહારની ક્રિયા થયા કરે ને મહીં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનેય થયા કરે, એ નિરંતર હોવાં ઘટે. તમે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો છો ને ?
પ્રશ્નકર્તા : હા, સંવત્સરીનું પ્રતિક્રમણ થાય.
દાદાશ્રી : તમારે પ્રતિક્રમણ શી રીતે કરવું તે સમજાવું તમને. અત્યારે તમારે કોઇ ગુરુ છે ?
પ્રશ્નકર્તા : નથી.