________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૪૭
૩૪૮
આપ્તવાણી-૨
જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે; પણ આપણને ‘આત્મધર્મ’ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં પ્રતિક્રમણ આપણે કરાય.
પ્રતિક્રમણ પણ રોકડું, ઓન ધ મોમેન્ટ હોવું જોઇએ. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન, વાણી ચોખ્ખાં થતાં જાય !
લોક અતિક્રમણને સમજતા નથી અને પ્રતિક્રમણનેય સમજતા નથી. એનો બાધે ભારે બાર મહિને “
મિચ્છામિ દોકડો’ કરે છે, નથી ‘મિચ્છામિ’ સમજતા કે નથી ‘દુક્કડમ્' સમજતા !!!
આ પ્રતિક્રમણ અત્યારે જે થાય છે તે માગધિ ભાષામાં થાય છે અને એ મહારાજ વાંચે ને બધાં સાંભળે, ત્યારે ચિત્ત કોનું એકાગ્ર થાય? આ કેવું હોય કે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ આવે. આ તો સમજણ પડે નહીં ને પછી કાંકરચાળી કરે ! ભગવાને આવા ચાળા કરવાનું નહોતું કજો. ભગવાને શું કfો કે, ‘ઠોકર વાગે તો સમજજે કે કાંઇક ભૂલ થઇ હશે, તો તરત જ ગુરુ પાસે આલોચના કરી અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર.” આ તો પ્રત્યક્ષ કરવાનું હોય, કપડાંને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય, તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય. આ લોકો કેવા છે ? કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ડાઘ ધોઇ નાખે; જ્યારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઇનેય પડી નથી ! પ્રતિક્રમણ એટલે રોકડો વેપાર હોવો જોઇએ, ઉધાર નહીં. આ રોજ પ્રતિક્રમણ કરે છતાં કપડાં ઊજળાં નથી થતાં, એ શું હશે ? તારો સાબુ ખોટો, કપડું ખોટું કે પછી પાણી મેલું છે ? નહીં તો રોજ કપડાં ધોયા છતાં ચોખ્ખાં કેમ ના થાય ? આ તો કોઇને પોતાના દોષ જ દેખાતા નથી, પછી પ્રતિક્રમણ થાય જ શી રીતે ? આપણાં મહાત્માઓ રોજનાં બસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને દોષો ધોઇ નાખે છે. પાંચ લાખ દોષ હોય તો મોક્ષે જવા માટે બે જ કલાક રહે અને આ લોકોને પૂછીએ ત્યારે કહે છે કે, “એકાદ-બે જ દોષ હશે !'
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા ધાર્મિક સ્થાનમાં જવું જોઇએ એ ખરું? દાદાશ્રી : પ્રતિક્રમણ તો ચા પીતાંય કરાય, નાહતાં નાહતાંય કરાય.
કેટલાક લોકો તો નાહવાના જ ધર્મને ધર્મ માને છે ! એનાથી એમનો ધર્મ આગળ વધ્યો નથી. આ તો દેહધર્મ જેને હોય એને તો મોહનાં બહુ પરમાણું જથ્થાબંધ હોય અને એમને જો કોઇ ગાળ ભાંડે તો એમને ગાળ આપનાર પૂરો દોષિત દેખાય. એમાં જો કોઇ થોડો ડેવલપ હોય તો કહે કે, “મારા કર્મનો દોષ છે.’ આ નિંદા કરે છે એ મારાં કપડાં ધૂએ છે એમ માની સંતોષ લે છે અને આગળ ડેવલપ થાય. આખા જગતમાં નિમિત્તને દોષ દેવાનો કાયદો છે, નિમિત્તને બચકાં ભરે; જ્યારે આપણે અહીં જ ‘ભોગવે એની ભૂલ’ એ કાયદો છે !
પ્રતિક્રમણતાં પરિણામ તે કેવાં ! પ્રશ્નકર્તા : આપણને કોઈને માટે આસકિત રહેતી હોય તો શી રીતે એનાં પ્રતિક્રમણ કરવાં ?
દાદાશ્રી : સામી વ્યક્તિનું નામ લઇ એના આત્માને સંભારીને, ‘દાદા'ને સંભારીને એ આસકિત માટે પ્રતિક્રમણ કરવાં.
પ્રશ્નકર્તા : સામી વ્યક્તિને આપણા માટે ખૂંચતું હોય તો શું કરવું?
દાદાશ્રી : તોય આપણે પ્રતિક્રમણ કરવા જોઇએ. આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી એને ખેંચે છે, ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, વૈષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની, નહીં તો અંદર જ માફી મંગાય તોય હિસાબ ચોખ્ખો થઇ જાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું સામાનું મન આખું બદલાઇ જાય?
દાદાશ્રી : જો કોઇ બહારના અજાણ્યા માણસ સાથેનું પ્રતિક્રમણ થાય તો તે અજાયબ પામી જાય ! તેને તરત જ આપણી પ્રત્યે ખેંચાણ