________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૪૫
૩૪૬
આપ્તવાણી-૨
ચીકાશ ઓછી થાય; પણ ભૂલ થાય કે તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે. બીજાં નિલયનાં, જે આપણા સ્વરૂપજ્ઞાન પામેલા મહાત્માઓ કરે છે તે.
અહો ! ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ ભગવાનના વખતમાં શું આવાં પ્રતિક્રમણ હોતાં હશે ? શી ભગવાનના વખતની વાત ! ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઊપજેલું. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, ત્યારે આનંદ શ્રાવકે તેમને કfો કે, ‘મને અવધિજ્ઞાન ઊપજયું છે !'
ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું. તેમણે આનંદ શ્રાવકને કૉં કે, ‘આ ખોટું વિધાન છે, માટે તમે તેનું પ્રતિક્રમણ કરો.’ આનંદ શ્રાવકે કહ્યું : “સાચાનું કરું કે ખોટાનું ?” ગૌતમ સ્વામીએ કરાં, ‘પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય, સાચાનું નહીં.’ એટલે આનંદ શ્રાવકે કદાં, ‘જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી.” ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા, ભગવાન મહાવીર સ્વામીને જઇને પૂછવા લાગ્યા, હે ભગવન્ ! આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ?” ભગવાને કળાં, ‘ગૌતમ ! આનંદ સાચો છે, તેને અવધિજ્ઞાન ઊપજયું છે, માટે તમે જાવ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો.” તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું !
વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા: દાદા, અમે જૈન તેથી સામાયિક, પ્રતિક્રમણ જાણીએ ખરા, પણ તે કરી શકતા નથી, તે શાથી એમ હશે ?
દાદાશ્રી : આ દુનિયામાં પાળી શકાય, કરી શકાય એ બધું જ્ઞાન કહેવાય અને પાળી ના શકાય, કરી ના શકાય એ અજ્ઞાન છે. આ સામાયિક અમે સમજીએ છીએ છતાં કરાતું નથી’ એમ જે તમે કહો છો, તેને ભગવાન શું કહે કે, ‘આ તો અમારી મશ્કરી થઇ.’ આ પોઇઝનની
બાટલી અને બીજી બાટલી બાજુ બાજુમાં હોય, પણ આમાં પોઇઝન છે એમ જાણ્યું ના હોય, સમજ્યો ના હોય તો પોઇઝનની બાટલી લઇ લે. આ તો જાણીએ છીએ છતાં થતું નથી, એ તો ખોટાં બહાનાં છે, અજ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. જો જાણે તો પછી કોઇ કુવામાં પડે નહીં. આ તો જાણે ને ના કરે એ જ્ઞાન જ અજ્ઞાન છે ! જાણ્યાનું ફળ એટલે વિરતી. આ કોઇ બાબો છે કે, “ઝેર શું છે ?’ તો તેને કહીએ કે, “એનાથી માણસ મરી જાય.’ તો પછી બાબો ફરી પૂછે કે “મરી જવું એટલે શું ?” એટલે આપણે તેને સમજાવીએ કે, ‘આ બાજુમાં કાકા મરી ગયેલાને તે ઝેરથી એવું થાય,’ તો બાબાને સમજાય. એ જાણે કે આ ઝેર છે, એ ના લેવાય, તે પછી ઝેર પ્રત્યે તેને વિરતી રહે. જાણ્યાનું ફળ જ વિરતી હોય, વિરતી એટલે અટકી જવું.
રોકડાં પ્રતિક્રમણે જ ઉકેલ એક બહેન કહે કે, “અમારે ત્યાં તો પ્રતિક્રમણમાં પાછળથી કો'ક ગોદા મારે છે, તમારે એવું નહીં થતું હોય કેમ ?” ત્યારે તેમને અમે કનાં કે, “ના, અહીં એવું ના હોય. અહીં તો સાચાં પ્રતિક્રમણ, ભગવાન મહાવીર કહેવા માગતા હતા તે પ્રતિક્રમણ થાય છે.' પેલાં તો માગધિમાં ગા ગા કરે તે કોના જેવું ? તે તમને સમજાવું. અહીં ફ્રેન્ચ માણસ બેઠો હોય ને હું ગુજરાતીમાં ગા ગા કરું તો પેલો હસે ખરો, પણ આમાંનો એકેય અક્ષર એ ના સમજે. મહાવીર ભગવાને આવું નહોતા કહેવા માગતા. એમણે કહ્નાં તો બરોબર, પણ લોક સહુ સહુની ભાષામાં લઇ ગયા! તે શું થાય ? તેમણે તો કદાં કે, ‘સાચી રીતે તમે તમારી ભાષામાં સમજો.” આ તો શું કહે છે કે, “૫૦૧'નો સાબુ લાવીને ઘાલ, પણ એ તો ખાલી ગાશે જ. કોઇ સાબુ નાખીને કપડું ધોશે નહીં. અને ઉપરથી કહેશે કે, ‘પ્રતિક્રમણ' કર્યું. પછી ઊઠીને બહાર નીકળ્યા ને બહાર કાંકરાચાળી કરશે ! પ્રતિક્રમણ તો રોકડું હોવું જોઇએ. અતિક્રમણ થયું કે તરત જ પ્રતિક્રમણ ! કેશ !! દેહની ક્રિયા રોકડી હોય છે. બ્રશ કર્યું, ચા સાથે નાસ્તો કર્યો, એ બધું રોકડું કર્યું ! તેમ વાણીની ક્રિયા પણ રોકડી હોય છે અને મનની ક્રિયા પણ રોકડી હોય છે. તેમ આ અતિક્રમણ સામે