________________
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન
૩૪૩
સંસારમાં જે કંઇ થાય છે તે ક્રમણ છે. એ સાહિજક રીતે થાય છે
ત્યાં સુધી ક્રમણ છે, પણ જો એકસેસ થઇ જાય તો તે અતિક્રમણ કહેવાય અને જેનું અતિક્રમણ થયું હોય તો જો છૂટવું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જ પડે, એટલે કે ધોવું પડે, તો ચોખ્ખું થાય.
પૂર્વે ચીતર્યું કે, ‘ફલાણાને ચાર ધોલ આપી દેવી છે.' એથી આ ભવે જ્યારે એ રૂપકમાં આવે ત્યારે ચાર ધોલ આપી દેવાય. એ અતિક્રમણ થયું કહેવાય, માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે. સામાવાળાના ‘શુદ્ધાત્મા’ને સંભારીને, તેના નિમિત્તે પ્રતિક્રમણ કરવાં જોઇએ. ભગવાને કહ્યું છે કે, ‘અતિક્રમણનું પ્રતિક્રમણ કરશો તો જ મોક્ષે જવાશે.'
કોઇ ખરાબ આચાર થયો તે અતિક્રમણ કહેવાય. જે ખરાબ આચાર થયો એ તો ડાઘ કહેવાય, તે મનમાં બાઇટ થયા કરે, તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવાં પડે. કોઇનેય માટે અતિક્રમણ થયા હોય તો આખો દહાડો તેના નામના પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છુટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે, પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે, તો તું પોતે તો છૂટીશ; પણ વન સાઈડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખ રચ્યા જ કરશે. છતાંય આ પ્રતિક્રમણથી તો સામાવાળાનાય તમારા માટેના ભાવ બદલાય, પોતાનેય સારા ભાવ થાય ને સામાનેય સારા ભાવ થાય. કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાધ કૂતરા જેવો થઇ જાય! પ્રતિક્રમણ ક્યારે કામ લાગે ? જ્યારે કંઇક અવળા પરિણામ ઊભાં થાય ત્યારે જ કામ લાગે. વાઘ એની બોડમાં હોય અને તું તારે ઘેર હોય ને તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે, પણ વાઘ સામે ‘ખાઉં ખાઉં’ કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ! ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઇ જાય !
આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે તો મોટા ભાગે દ્રવ્ય પ્રતિક્રમણ
આપ્તવાણી-૨
થાય છે. દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કપડાં વોશ આઉટ થયાં, પણ પોતાનું કશું થયું નહીં ! આ ચંદુલાલ દસ વખત બોલે કે, ‘ચંદુલાલ દાળભાત જમી લે, ચંદુલાલ દાળભાત જમી લે’ એટલે શું જમાઇ ગયું ? ના, એથી કશુંય ના વળ્યું. દ્રવ્ય પ્રતિક્રમણ કોને કહેવાય તે હું સમજાવું. ‘ભગવાન મહાવીર ૫૦૧નો સાબુ લાવ્યા, તે ૧૨' લાંબો હતો, ૨' પહોળો હતો અને ૧’ જાડો હતો, પછી ભગવાન મેલાં કપડાં લાવ્યાં, એને તેમણે પાણીમાં નાખ્યાં પછી એમાં સાબુ લગાડ્યો, પછી પાણીમાં ધોયાં.' તે ભગવાને એમના કપડાનો મેલ જે રીતે ધોયો તે રીતને, વરસમાં એક કલાક બેસીને તું ગાયા કરે એમાં તારા કપડાનો મેલ શેં ધોવાય ? અલ્યા, ભગવાનનો મેલ જુદો, તેની ધોવાની રીત જુદી, તારો મેલ જુદો ને તારી તે મેલ ધોવાની રીતેય જુદી હોય. ભગવાનની રીતને તું ગાયા કરે તેમાં તું કેટલો ચોખ્ખો થવાનો છે ? તું તો ઘાંચીના બળદની જેમ ધાણીએ ને ઘાણીએ જ રહ્યો ! તારું પ્રતિક્રમણ તો તારું જ્યાં જ્યાં અતિક્રમણ થયેલું હોય. ત્યાં ત્યાં ઓન ધ મોમેન્ટ કરવાનું હોય તો જ એ અતિક્રમણ ધોવાય. આ તો વરસ દહાડે કે મહિને કરે તો શું યાદ રહે ? આ કાળના લોકો તો એવા વિચિત્ર દશાના થઇ ગયા છે કે ઘડી પહેલાં કશું ખાધું હોય તોય તે ભૂલી જાય, તો આ અતિક્રમણને તો તું શું યાદ રાખવાનો હોય ? પ્રતિક્રમણ તો તે જ ક્ષણે હોવું જોઇએ, ઉધાર ના ચાલે, કેશ જોઇએ!
૩૪૪
આ કપડાં ઉપર ચા પડે તો કેવો તરત જ ધોવા જાય છે ! અને આ તારા ‘પોતા પર’ મેલ ચઢે છે ત્યારે હાથ જોડીને બેસી રહે છે ? હા, ચા પડવી એ આપણા હાથની વાત નથી, પણ તેને ધોઇ તો નાખવું જ જોઇએ ને, એવું અતિક્રમણનો મેલ ચઢે ત્યારે તેને તરત જ ધોઇ તો નાખવું જ જોઇએ ને !
અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે અત્યારે કપડાં સાફ થયાં અને તમારાંય કપડાં સાફ કરી આપીએ છીએ!
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતનાં આ પ્રમાણે છે: એક તો વ્યવહારનાં, આ બધા સાધુઓ વગેરે કરે છે તે, તેનાથી ગાંઠોની