________________
જગત સ્વરૂપ
જગતનો ક્રીયેટર કોણ ?
“ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.' અંગ્રેજો ભગવાનને ક્રીયેટર કહે છે. મુસ્લિમો, હિન્દુઓય ‘ભગવાનને દુનિયા બનાયા’ એમ કહે છે. તે તેમના વ્યુપોઇન્ટથી કરેક્ટ છે, પણ ફેક્ટથી રોંગ છે. ફેક્ટ જો જાણવું હોય તો અમારી પાસે આવો. અમે ગેરન્ટીથી કહીએ છીએ કે આ જગત કોઇએ બનાવ્યું નથી. ઉપર કોઇ બાપોય ઉપરી નથી કે જે નવરો બેઠો બેઠો આ જગતને ચલાવ્યા કરે. આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે તે એક ‘અમે’ જ જાણીએ છીએ. આ જગતમાં એકેય એવું પરમાણુ બાકી નથી કે જ્યાં હું ન ફર્યો હોઉં ! ‘અમે’ બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને બધા જ લ્યુથી ડિરેક્ટ અને પŃક્ટિવ લ્યુથી જોઇને કહીએ છીએ કે ઉપર કોઇ ભગવાન નથી કે જે આ બધું ચલાવે !
આ જગત શી રીતે ચાલે છે તે ‘અમે’ તમને ટૂંકામાં એક વાક્યમાં કહી દઇએ છીએ. વિસ્તારથી આગળ સમજી જજો. આ જગત ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ચાલે છે, કોઇ ચલાવતું નથી. આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે. કોઇ સ્વતંત્ર કર્તા છે જ નહીં. અને તેમાંય ભગવાન તો કર્તા હોઇ જ ના શકે. જો ભગવાન કર્તા થાય તો તેને કર્મ બંધાય, અને તેને પાછું ભોકતા થવું પડે. જો ભગવાનનેય કર્તાભોકતાપણું હોય, કર્મબંધન હોય તો તેને ભગવાન શી રીતે કહેવાય? તો પછી એનામાં ને તમારામાં ફેર શો ?
આ તો બધી ઠોકંઠોકા ચાલી છે. લોકો ફાવે તેમ પોતાની સમજણે ચાલે છે. લોકો માને છે કે, આ જગતનો કોઇ છેડો જ નથી, માટે જેમ ગપ્પુ મારશે તેમ ચાલશે. પણ એવું ગપ્પુ નથી આ જગત ! જગત ફેક્ટ વસ્તુ છે. પણ રીલેટિવ ફેક્ટ છે અને ‘પોતે' રીયલ ફેક્ટ છે. રીયલ ફેક્ટમાં ‘જ્ઞાની પુરુષ’ બેસાડે એટલે આપણું ‘મુક્તિધામ’ થઇ ગયું ! લોકો જગતને ગપ્પુ માને છે કે, આ ભોગવી લો ને જેમ ફાવે તેમ, કોણ બાપો પૂછનાર છે ? અલ્યા, એવું નથી આ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. (તમે તમારા પોતા માટે પોતે જ સંપૂર્ણ
આપ્તવાણી-૨
જવાબદાર છો). આગળની લાઇફો અને પાછળની લાઇફો માટે તું પોતે જ જોખમદાર છે. એક આટલીય ભૂલ તું ના કરીશ. ભગવાન આમાં હાથ ઘાલતો જ નથી.
૪
આ જગતને સમજવું તો પડશે ને ? એમ ને એમ ગપ્પે ગપ્પુ ક્યાં સુધી ચાલશે ? આ પઝલને સોલ્વ કરવું પડશે કે નહીં ? ક્યાં સુધી આ કોયડામાં ગૂંચાયા કરવું છે?
વિશ્વ પઝલતું એકમેવ સોલ્યુશન
ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રીલેટિવ વ્યુપોઈન્ટ એન્ડ વન રીયલ વ્યુપોઇન્ટ. બાય રીલેટિવ વ્યુપોઇન્ટ યુ આર ચંદુલાલ એન્ડ બાય રીયલ વ્યુપોઇન્ટ તમે ‘શુદ્ધાત્મા’ છો. આ બે વ્યુપોઇન્ટથી જગતને જોશો તો બધાં જ પઝલ સોલ્વ થઇ જશે. આ જ દિવ્ય ચક્ષુ છે. પણ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ તમારાં અનંત કાળનાં પાપોને ભસ્મીભૂત ના કરી આપે, તમને સ્વરૂપનું ભાન ના કરાવી આપે ત્યાં સુધી કંઇ વળે નહીં. પ્રત્યક્ષ પ્રગટ પુરુષ વગર કામ ના નીકળે.
બ્રહ્મા, વિષ્ણુ તે મહેશ
દાદાશ્રી : આ જગત કોણે બનાવ્યું હશે ?
પ્રશ્નકર્તા : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - એ ત્રણેય મળીને. ક્રીયેટર બ્રહ્મા છે, એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે અને ડીસ્ટ્રોયર મહેશ છે.
દાદાશ્રી : તો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં માબાપ કોણ ? પ્રશ્નકર્તા : શંકર પોતે જ ફાધર છે.
દાદાશ્રી : તો પછી મધર કોણ છે ?
પ્રશ્નકર્તા : હી હીમસેલ્ફ ઇઝ ધી મધર.
દાદાશ્રી : તો પછી ત્રણ જ કેમ આવ્યા ? પાંચ કેમ ના આવ્યા?