________________
જગત સ્વરૂપ
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : ત્રણ ગુણો છે એથી ત્રણ છે.
દાદાશ્રી : આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામનું કોઇ જ નથી. આ તો ત્રણ ગુણને નામ આપ્યાં છે. તે ત્રણ ગુણોની વાત સારી રીતે સમજાવવા ગયેલા પણ તેનો દુરુપયોગ થયો અને મૂર્તિઓ કાઢી ! એ શું કહેવા માગતા હતા કે પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઇશ તો તું પરમાત્મા થઇશ !
પ્રશ્નકર્તા : આ ત્રણ ગુણોને કાઢીને ?
દાદાશ્રી : હા, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપક-ગુણો કાઢીને. સુખ તો તમારી પાસે જ છે, પણ કેમ ભેગું નથી થતું તો કે, અંતરાય છે. તો એ કોણે ઊભા કર્યા ? ભગવાને ઊભા કર્યા ? ના, તારા જ પોતાના ઊભા કરેલા છે. અંતરાય એવી વસ્તુ છે કે, પ્રાપ્ત થાય તોય ફેંકી દે. નહીં તો તમે પોતે જ પરમાત્મા છો. પણ તમારા પોતાના જ અંતરાય છે, એમાં કોઇની ડખલ નથી. આ તો આપણું જ ઊભું કરેલું તોફાન છે. જો કોઇ આ બધું ઊભું કરનાર હોત તો તો આ લોકો ઓછા નથી, એને પકડી એનું ક્યારનુંય શાક કરી નાખ્યું હોત !
યમરાજ નહીં, લિયમરાજ કેટલાક યમરાજાથી ભડકી મરે છે. તે લોકોએ યમરાજાનેય કેવા ચીતર્યા ? મોટા મોટા દાંત ને શિંગડાવાળા ને ભેંસ ઉપર બેઠેલા ! તે ભડકી ના મરે તો શું થાય ? કૂતરું રડે તો કહે કે, જમરા આવ્યા. મૂઆ, જમરા નામનું કોઇ જનાવર જ નથી. આ યમરાજ તે તો નિયમરાજ છે! નિયમસર પદ્ધતિસરનું જ છે બધું. તે નિયમ પ્રમાણે મૃત્યુ આવે છે. હવે આ નિયમરાજ છે એવું અમે કહીએ તો પછી તમારે કશાથી ભડકવાનું રહે ?
જગતતી અધિકરણ ક્રિયા આ જગતનું અધિષ્ઠાન શું છે ? એની અધિકરણ ક્રિયા શા આધારે થઇ રહી છે ? આ એક ગહન કોયડો જગતને થઈ પડ્યો છે. જગતને સાચું અધિષ્ઠાન આજે અમારા થકી કુદરતી રીતે બહાર પડે છે.
પ્રતિષ્ઠિત આત્મા’ એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે!
આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ની અધિકરણ ક્રિયા કઇ ? અજ્ઞાનશક્તિથી અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે. “હું ચંદુલાલ છું” એ જે ભ્રાંતિથી બોલે છે, તેની બીલિફમાં અને વર્તનમાં પણ ‘હું ચંદુલાલ છું' એ જ છે. એ જ આ જગતની અધિકરણ ક્રિયા છે. જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરે છે કે “હું ચંદુલાલ છું અને એ આરોપિત ભાવમાં જ બધું કરે છે અને પોતાને જ કર્તા માને છે. એનાથી અધિકરણ ક્રિયા થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો “હું ચંદુલાલ છું, આ મારો દેહ છે, જે જે કંઈ થયું તે મેં કર્યું” એ બધી પ્રતિષ્ઠા થઇ. પાછલા ભવમાં જે જે કર્મ કરેલાં, જે જે પ્રતિષ્ઠા કરેલી, તેનાથી આ ભવનાં પ્રતિષ્ઠિત આત્માનું બંધારણ થયું. હવે આ ભવમાં આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ ડિસ્ચાર્જ થાય છે ત્યારે ભ્રાંતિ ઊભી ને ઊભી રહી છે. માટે નવી અધિકરણ ક્રિયા ચાલુ જ રહે છે અને તેનાથી આવતા ભવનો નવો “પ્રતિષ્ઠિત આત્મા’ બંધાય છે. જે જે ચાર્જ કર્યું તેનું ડિસ્ચાર્જ તો અવશ્ય થવાનું જ. એમાં કોઇ મીનમેખ ફેર કરી શકે તેમ નથી. કારણ કે એ ઇફેક્ટ છે અને ઇફેક્ટને કોઇ રોકી ના શકે.
હવે આ પ્રતિષ્ઠિત આત્મા” એ “શુદ્ધાત્મા'થી તદ્દન ભિન્ન છે. ‘પ્રતિષ્ઠિત આત્મા’ અને ‘શુદ્ધાત્મા'ને શેય-જ્ઞાતાનો સંબંધ છે. આ જોયજ્ઞાતાનો સંબંધ જ્યારે ઉત્પન્ન થાય, “શુદ્ધાત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ કેવળ ડિસ્ચાર્જ સ્વરૂપમાં રહે ત્યારે નવું ચાર્જ ના થાય;