________________
અણુવ્રત-મહાવ્રત
૩૩૯
૩૪૦
આપ્તવાણી-૨
લોક માનશે, કારણ કે લોકોને લક્ષ્મીની પડી છે, વિષયોની પડી છે, બીજા કશાની પડી નથી. આ બાજુ મહાવત છે કે અણુવ્રત છે કે આરોપિત ભાવ છે, એવા તેવાનું કશું ભાન જ નથી ! આપણા જેવાને ખબર હોય ત્યારે બોલે નહીં, કારણ કે લોકવિરૂદ્ધ બોલવું એ ગુનો છે.
લોકવિરૂદ્ધ એટલે શું ? કે જેવો અહીં આગળ વ્યવહાર ચાલતો હોય તેની વિરૂદ્ધ તે. ચોર લોકોનું ગામ હોય ત્યાં આગળ આપણે કહીએ કે, ‘પંચ મૂકો,’ તો પછી ગુનો છે ને ? ચોર લોકોના ગામમાં તમારું ગજવું કપાયું. હવે તમે કહો કે, ‘મારું ગજવું કાપી ગયું.’ ત્યારે લોકો કહેશે કે, ‘અમને શી ખબર પડે ? તમે પંચ મૂકો.” પણ પંચ પાછા ચોરના ચોર જને ? એટલે લોકવિરૂદ્ધ ના બોલવું, પણ આપણને પૂછે તો જવાબ આપવો કે, “આ આરોપિત પંચમહાવ્રતધારી છે. જેમ આ ‘મહાવીર’ હમણાં મોક્ષ આપી દે, તેમ આ પંચમહાવ્રતધારી ફળ આપે (!)' કશું ના મળે, તો સડેલા ઘઉં મળે તો સડેલા લાવને ! કંઇક રોટલી તો ખાવી પડશે ને ? નહી તો મરી જવાશે, એટલે આ બધા સડેલા ઘઉં ખાય છે, ખાવું જ પડેને, છૂટકો જ નહીંને !
આ પંચમહાવ્રતધારી આરોપિત છે એવું જાણતા જ નહોતાને ? ‘જ્ઞાની પુરુષ' એવો ફોડ પાડે ત્યારે ખબર પડે. ભગવાને ના કકાં હતું કે, ‘આરોપિત તરીકે પંચમહાવ્રતધારી રહેશો નહીં. તીર્થકરોની મૂર્તિ એકલી જ આરોપિત ભાવે રાખજો અને શાસ્ત્રો આરોપિત ભાવે રાખજો. આરોપિત ભાવે પંચમહાવ્રતધારી શબ્દને બગાડશો નહીં.' એના કરતાં તમે પરિગ્રહના ત્યાગી છો.’ એમ કહેવું અને બીજા બધા ત્યાગના અભ્યાસી છીએ, તેને વ્રત ના કહેવાય ! પરિગ્રહનું મહાવ્રત તો મહા મહા ઊંચું કહેવાય ! ‘દાદા' અપરિગ્રહી કહેવાય, એ સંપૂર્ણ અપરિગ્રહી છે, એક્ય પરિગ્રહ એમના લક્ષમાં રહેતો નથી. એ ખોવાયો છે કે સાબૂત છે, એય એમના લક્ષમાં નથી રહેતું; અને આમને તો ચાર જ પરિગ્રહ હોય; બે લૂગડાં હોય, અને એક લોટું વહોરી લાવવાનું હોય, એક માળા હોય ને એક ચીપિયો હોય. એમાંથી લોટું જો ભાંગ્યું કે તૂટ્યું તો વેશ થઇ પડે! આવી બન્યું ! અગર તો એ એની જગ્યાએ ના હોય તો ‘પેલું ક્યાં ગયું.”
કહેશે. એટલે આટલો પરિગ્રહ છે, એ એના લક્ષમાં છે. હવે પરિગ્રહ આટલો જ છે, તો પણ લક્ષમાં છે અને અમને પરિગ્રહ છે તોય પણ લક્ષમાં નથી એટલે અમને અપરિગ્રહી કક્રા. આપણા મહાત્માઓને શુદ્ધાત્મા લક્ષમાં રહે છે, એટલે પરિગ્રહ લે છે, દે છે, છતાંય તે અપરિગ્રહી કહેવાય, કારણ કે પરિગ્રહનો લક્ષ નથી, લક્ષ શુદ્ધાત્માનું છે ! કાં તો
સ્વરૂપનું લક્ષ રહે, કાં તો સંસારનું લક્ષ રહે, બેમાંથી એક જ લક્ષ રહે, પેણે બેઠું તો અહીં નહીં, ને અહીં બેઠું તો એણે નહીં. આ તો વિજ્ઞાન છે !
સંસારમાં કેટલાક લોકો સ્થળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, “એ તો વ્રત છે તારું.’ વર્ત એ વ્રત. જેમાં હુંપણું નથી અને ‘હું ત્યાગ કરું છું.’ એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કક્કા ? ત્યારે કહે કે, ‘બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો !' “વીતરાગોનું કહેલું આ વ્રત છે.” એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલોય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કક્રાં અને મહાવ્રત કોને કહેવાય ? મન-વચન-કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેન મહાવ્રત કહેવાય !
પ્રશ્નકર્તા : ઇચ્છા ન હોય ને સંજોગવશાત્ ચોરી થઇ જાય તો ?
દાદાશ્રી : સંયોગવશાત્ ચોરી થઇ જાય, તો તેને માટે ખાસ ગુનેગાર ગણાતો નથી અને સંયોગવશાત્ થયું તેનું જે બહારનું ફળ એને મળ્યું. તે ઇનામ કહેવાય, બાઘાફળ તો મળે. કો’ક બહુ પુણ્યશાળી હોય તેને બહારનું ફળ ના પણ મળે, નહી તો આખી જિંદગી ચોરી ના કરતો હોય ને સંજોગવશાત્ એકાદ વખત ચોરી કરે તોય બિચારો પકડાઇ જાય!