________________
અણુવ્રત-મહાવ્રત
૩૩૭
૩૩૮
આપ્તવાણી-૨
મોક્ષમાર્ગમાં તો કષ્ટ જ ના હોય. જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી, જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ! કષ્ટને તો ભગવાને હઠાગ્રહ કહેલ છે. હવે અત્યારના આ મોક્ષમાર્ગે જનારા પાછા કહે છે શું ? કે ‘કષ્ટ તો ભગવાને કયાં !' અલ્યા, ભગવાનને શું કરવા વગોવે છે ? તમે તમારે જે કર્યા કરતા હો તે કર્યા કરો, કષ્ટ બધું ! એમાં ભગવાનને શું કરવા વગોવો છો ? ભગવાન આવા હોતા હશે ? આ ‘દાદા’ કંઇ જ કષ્ટ નથી સેવતા તો મહાવીર ભગવાન શું કરવા કષ્ટ સેવે ? જ્ઞાનીઓને કષ્ટ હોય નહીં. કહે છે કે, “ભગવાને ત્યાગ કર્યો હતો.” અલ્યા, ભગવાને તો ૩૦ વર્ષ બેબી થયા પછી ત્યાગ કર્યો હતો, અને તેય કંઇ બૈરી, છોકરાંને તરછોડ મારીને નહીં કરેલો. મોટાભાઇ પાસે ભગવાન આજ્ઞા લેવા ગયા ત્યારે ભાઇએ, ‘બે વર્ષ પછી લેજો' તેમ કરો. ભગવાને બે વર્ષ પછી ત્યાગ લીધો અને તેમાંય પત્નીની રાજીખુશી-સંમતિથી લીધો હતો. ભગવાને ત્યાગ કર્યો નહોતો, તેમને ત્યાગ વર્યો હતો ! કારણ કે ભગવાન મહાવ્રતમાં હતા. મહાવ્રત એટલે વર્તે છે. ત્યાગ કર્યો હોય તે તો વ્રતમાંય ના ગણાય ! ત્યાગ કરવો અને વર્તવો, એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે, તે યાદેય ના હોય!
પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે, “ત્રણ છોકરાં, બાયડી, મોટાં મોટાં આલીશાન ઘરો, બંગલા, પાર વગરની મિલકત છોડીને આવ્યા છે.' એવું બધું એમને લક્ષમાં રાા કરે, ભૂલે નહીં અને ત્યાગ વલ્ય કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! તેને ભગવાને વ્રત કર્યું છે, ત્યાગ નથી કરતું. એટલે અણુવ્રત અને મહાવ્રત, એમાં અણુવ્રત જૈનોને માટે કહ્નાં કે, “જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું.” ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રશી કરે, “આટલું ત્યાગું, આમ ત્યાગું, તેમ ત્યાખ્યું. વાત આમ સમજે તો ઉકેલ આવે. અમને કશું યાદ જ ના રહે, રૂપિયા તો મને યાદ જ નથી આવતા. લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા, પણ લોકોને માન્યામાં શી રીતે આવે?
આ ગણતરી જ જુદી છે ! તારો જે ગુણાકાર છે, તેમાં તારી રકમ પરમેનન્ટ રકમ છે, અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને !
હવે મારે તો બેઉ પરમેનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઊડી જાય, બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઊડી જાય, તે તારો ગુણાકાર કોઇ દહાડો પૂરો થવાનો નથી, માટે પાંસરો ચાલને !
મહાવ્રત તમને સમજાયું ? વર્તે તે ! વર્ત એટલે યાદેય ના હોય, સહજ ત્યાગ. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, “મેં બીડી ત્યાગી છે.” એટલે વર્નેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે ! એ ત્યાગનો અહંકાર ના હોય ! પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વલ્ય છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તુલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઇન ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છે એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય !
એક મહારાજે પાછી શોધખોળ કરી ખોળી કાઢ્યું કે, “અક્રમ એટલે તો અક્કરમી જ કહેવાય ને ?” હા, શોધખોળ તો સારી કરી, આય સાયન્ટિસ્ટનું કામ છે ને ! આટલી શોધખોળ આવડી એય સાયન્ટિસ્ટનું કામ છે ને ! નહીં તો આવી શોધખોળ આવડે નહીં. અક્કરમી એટલે કરમ ના બંધાય એવા અમને કહે છે, તે અમારે માટે એ પાંસરું બોલે છે ને ! કંઇ ગાળો ઓછા દે છે ?!
પંચમહાવ્રતધારી બધા આરોપિત ભાવો છે. આ પંચમહાવ્રત સાચા કે આરોપિત એવું તેવું કશું વિચાર્યું જ નથી ને ! તમે પોતે જ આરોપિત છો, પછી મહાવ્રતય આરોપિત જ હોયને ?! ત્યારે એ કહે કે, “આવું તો અમે વિચાર્યું જ નહોતું. ત્યારે તમે કંઇ ના વિચાર્યું હોય તેથી કંઇ મહાવીર છેતરાવાના નથી કે આ મોક્ષમાર્ગય છેતરાય તેવો નથી ! ભગવાન કંઇ છેતરાય એવા છે ? કેટલાક કહે, “અમે પંચમહાવ્રતધારી છીએ,’ પણ તે