________________
અહંકાર
૩૩૧
૩૩૨
આપ્તવાણી-૨
કેફ ચઢે, એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. અમારી વાણીથી કેફ ઊતરે અને અમારા ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે.
પ્રશ્નકર્તા: ઇગોઇઝમ ઓગળી શકે ?
દાદાશ્રી : હા, અમારી વાણી જ એવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય. આ વાણીથી તો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ઓગળી જાય. અમદાવાદમાં એક શેઠ આવેલા, તે કહે કે, “મારો ક્રોધ લઇ લો.” તે લઇ લીધો અમે ! “જ્ઞાની પુરુષ' પાસે બધી જ ચીજ હોય, એનાથી બધું જ ઓગળી જાય.
આ ક્રોધ, માન, માયા, લોભ બધું શાનાથી ઊભું છે ? શાના આધારે ઊભું છે ? લોકો કહે છે ને કે, “મને ક્રોધ આવે છે.” હવે આ “મને થાય છે.” એ આધાર આપે છે, તેથી પેલી વસ્તુ ટકી રહી છે. ‘જ્ઞાની પુરુષ” આધાર લઇ લે એટલે પેલું ઓગળી જાય. ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે ! એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામેય નથી અને માથે બધું લઇને ફરે છે ! આ તો “પોતાના” ભાન વગર જ વ્યવહાર આખો નભી રકો છે, સહેજેય ભાન નથી.
સુખી થવાતી ત્રણ ચાવીઓ ઇન શોર્ટ કટ કહેવું હોય તો આરોપિત ભાવ, ‘હું ચંદુલાલ છું,’ એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુ:ખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુ:ખ મિલ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા ! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણે વાક્ય સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !
એટલે આ ત્રણ જ વાક્યો છે; (૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ ઇગોઇઝમ (૨) દુ:ખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઇને કહી આવે કે, ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર (૩) મોક્ષે જવું હોય તો ‘આરોપિત ભાવથી મુક્ત થા.
નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો'કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઇ ગઇ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ, કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી, જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.
આપણને લાગતું હોય કે ‘આવો સાહેબ, આવો સાહેબ' કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. ‘આપ્તવાણી-૧'માં લખ્યું છે, તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઇને કહેવું કે ‘તું ચોર છે' તો એ સામું કહેશે કે, ‘તું ચોર છે અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, ‘તું રાજા છે, તું રાજા છે.” તો એય બોલશે કે ‘તું રાજા છે, તું રાજા છે.' એવું આ જગત છે !
તારો ઉપરી કોઈ છે જ નહીં. કોઇ પણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઇતું હોય તો હું લખી આપું કે, ‘તારો કોઇ ઉપરી જ નથી, તેમ કોઇ અન્ડરહેન્ડ પણ નથી.” કોઇ જીવનો કોઈ ઉપરી જ નથી. કોઇ જીવમાં કોઇ ડખલ કરી શકે એવો કોઇ જભ્યો જ નથી ! સહેજ પણ ડખલ કરી શકે એવો કોઇ જભ્યો જ નથી. છતાં, આ જગત કેટલું પઝલ સમ થઇ ગયું છે ! તારો ઉપરી કોણ છે ? તારી બ્લન્ડર્સ અને મિસ્ટેઇક્સ બે જ