________________
અહંકાર
૩૩૩
તારા ઉપરી છે. એ બ્લન્ડર્સ કઇ છે ? જ્યાં ‘પોતે’ નથી ત્યાં આરોપ કરે છે કે “ચંદુલાલ છું” એ બ્લન્ડર્સ છે. એ બ્લન્ડર્સ ગયા પછી શું કહ્યું? સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાંની મિસ્ટેઇક્સ છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો.
ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઇ ખાઇને પછી ચા પીઓ તો પછી શું થાય ? ચા મોળી લાગે. અલ્યા, ચામાં ખાંડ ઓછી નહોતી. આ તો તને અસર છે આગળની, કોઇ મીઠાઇની; એટલે આ અસરોથી કોઇ માણસ મુક્ત થઇ ના શકે, પણ આનું કોઇને ભાન જ નથી ને !
અણુવ્રત - મહાવ્રત દાદાશ્રી : તમે કોણ છો ? પ્રશ્નકર્તા : જૈન છીએ.
દાદાશ્રી : જૈન છો તો જૈનમાં તો કશું જાણવાનું તમારે બાકી જ ના રડ્યાં ને ?
પ્રશ્નકર્તા: દેહ છે ત્યાં સુધી તો કંઇકને કંઇક જાણવું જ પડે ને?
દાદાશ્રી : આ મોક્ષમાર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી લો, એ તો આપણા લક્ષમાં હોય ને ? અમુક ચાલ ચાલ તો કર્યા જ કરે છે ને, તો કેટલાક માઇલ તો કપાયા જ હશે ને ?
પ્રશ્નકર્તા : કપાયા હશે ને.
દાદાશ્રી : કેટલાક માઇલ કપાયા હશે ?
પ્રશ્નકર્તા : એ કેવી રીતે કહું? હું અજ્ઞાની છું, મને કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : જેટલાં મહાવ્રત આવ્યાં એટલા માઇલ કપાયા ! મહાવ્રત અગર તો અણુવ્રત હોય, મહાવ્રત ના હોય ને અણુવ્રત હોય એટલા માઇલ કપાયા. સાચા દિલથી અણુવ્રતમાં હોય એટલો માઇલ કપાયા, કારણ કે ચોરી કરવાનું અણુવ્રત હોય, તે એક બાજુ લોભય હોય, એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અણુવ્રત સાચવે છે, એટલે અણુવ્રત સાચવતાં સાચવતાં લોભેય સચવાઇ ગયો ને ! એટલે જેટલા અણુવ્રત આવ્યા એટલા માઇલ કપાયા.