________________
અહંકાર
૩૨૯
૩૩૦
આપ્તવાણી-૨
આણું ને છેક બારમું આણું જોવા જઇએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુઃખ આપ્યું ! આ તો ગાંડો અહંકાર કહેવાય. જેને લોકો એક્સેપ્ટ ના કરે, ને અહંકાર પોતે ‘હું કંઇક છું’ એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવતીને અહંકાર હોય. પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાકો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, ‘તમે કયા ખૂણામાં શાંતિથી સૂઈ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, ‘આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ? પણ આ તો લોક કહેશે કે, ‘તમારાથી તો પહેલાં અજવાળું હતું તેય અંધારું થઇ ગયું.’ આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ? એનો પક્ષ શો લઇએ ?
અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, ‘તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં ભાન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?” ભાઇ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આનાય કિંમત ના હોય ! ‘તમે કોઇના હૃદયમાં બેઠા નથી.” ચાર જણના હૃદયમાં બેઠા હો તોય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક “આ જાય તો સારું એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, “આપણે શું ? એનાં પાપે મરશે.” સૌ સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક ‘જ્ઞાની પુરુષ' મોઢે ચોખ્ખું કહી દે !
જે અહંકારથી પહેલા આણામાં ફૂલો પડે, બીજામાં ફૂલાં, ત્રીજામાં ફૂલાં, એમ દરેક આણામાં ફૂલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાલાો છે; પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલો પડે, પણ બીજા, ત્રીજા ને આઠમામાં તો, ‘યુ.... ગેટ આઉટ યુઝલેસ કહે', એ અહંકાર શા કામનો?
પોતાની પોઝીશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે “મારી શી, કિંમત ?” આ તો ચક્રમ અહંકાર કહેવાય. અમારેય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાકો અહંકાર, ચાર-પાંચના હૃદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તોય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, “આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે !અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે, પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય, પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક ‘આવો સાહેબ, આવો સાહેબ” કહે!
આ અહંકાર શેના હારુ ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, “આ અમારું, આ તમારું' એ શાને માટે ?
આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય, એને રસ્તા પર નાખી દીધેલી હોય તોય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો.
આત્મજ્ઞાત ત્યાં છાક નહીં કવિએ લખ્યું છે, આત્મજ્ઞાન સરળ સીધું, સહજ થયે છકે નહીં.”
વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ જ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને ‘હું છું, હું છું’નો કેફ રક્ષા કરે, તે રાતે ઊંઘમાંય ના ઊતરે ! તેથી ભગવાને કહેલું કે, “જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.’ આત્મજ્ઞાન દરેક મનુષ્ય મનુષ્ય જુદાં હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.” એથી તો નર્યો