________________
મનું
૩૦૧
૩૦૨
આપ્તવાણી-૨
આ વાત તો જેને જ્ઞાન ના મળે તોય તે સમજે. એથી શું થાય? કે દુ:ખ આવવાનું બંધ થાય અને સુખ આવવાનું ચાલુ થાય. આ તો ધર્મ પોતાની પાસે જ છે. એના માટે શાસ્ત્રોની જરૂર નથી, આટલું કરે એટલે સુખી થાય જ. પોતાને જે ઇફેક્ટ થાય તે સામાને પણ અવશ્ય થાય જ ને ? તારી પ્રત્યે મારી આંખોમાં તને ભાવ ના લાગે તો તારી આંખમાં એવા ભાવ ના લાવીશ કે જેથી સામાને દુઃખ થાય. જેનાથી આપણને દુઃખ થાય તેનાથી બીજાને દુ:ખ કેમ અપાય ?
વિચાર વિચાર કોને કહેવાય ? મનની ગાંઠ ફૂટે ને જે ફૂટે તે વિચાર સ્વરૂપ છે. વિચારને પોતે વાંચી શકે છે. વિચાર તો ઉઠાડે, બેસાડે આમ લઇ જાય તેમ લઇ જાય, દોડાવે એને વિચાર કહેવાય, ને આ ઉઠાડે નહીં, બેસાડે નહીં, દોડાદોડ ના કરાવે તો પેટ (પાળેલા) વિચારો કહેવાય, અને આપણને ઉઠબેસ કરાવે એ પાળેલા વિચારો ના કહેવાય.
આ મહીં બૂમાબૂમ કરે છે તે મન બોલે છે, વિચાર બોલે છે અને એય પણ પોતે એમને વસાવેલા. કેટલાક વિચારો નથી આવતા કારણ કે એ માલ નથી વસાવ્યો તેથી. જે માલ ભર્યો હોય તે જ વિચાર આવે. એટલે જેટલા તમે વસાવ્યા તેટલા જ બૂમો પાડશે. જેટલા વસાવ્યા તે જ વસવાયાં ને વસવાયાં તો બૂમો પાડે જ ને ? !
જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો, એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે હું પડી જઇશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્માસ્વરૂપ થઈ જાવ. આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે “આ ચાદર મેલી છે, પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.
કોઇ મિત્ર માંદો હોય તો એના ઘેર કહેવું પડે કે, ‘આની દવા કરો.”
મહીં વિચારો એવા યે આવે કે આ બચે એવું લાગતું નથી, આવા અવળા વિચાર વધારે ઢીલા બનાવી દે. આ વિચાર એ કામના જ નથી હોતા. આ વિચાર એ જ સંસાર છે, એ પોતે જ વિચાર છે, એનો સ્વભાવ જ ચંચળ છે, પણ આપણે એમાં ચંચળ નહીં થવાનું. એ તો આવ્યા કરે, આપણે તો આવે ત્યારે જોયા કરીએ ને જાણ્યા કરીએ. એને જાણ્યા એટલે ‘શદ્ધાત્મા’ હાજર જ છે. એ તો જાણીએ કે પહેલા ચંદુલાલ ગયા, પછી ચતુરલાલ ગયા.
પ્રશ્નકર્તા : વિચારો ઘણા આવી ગયા, પણ પાછળથી ખબર પડે કે આ તો વિચારો આવી ગયા. એટલે એ તન્મયાકાર થયો કહેવાય ?
દાદાશ્રી : વિચારોમાં પેઠા નહીં તો છૂટા જ છે. આ વિચારોમાં વળગ્યા નહીં તો આત્મા આત્મા જ રાો. ઘણી વાર એવું બને કે સામટા વિચારો ફૂટે તો જાગૃતિ ના હોય, પણ પાછળથી આ વિચારો વળગણ છે એ જાણ્યું, એ જ બતાવે છે કે આત્મા હાજર છે.
સ્વરૂપપ્રાપ્તિ પછી વિચારોનો ફોર્સ આવી જાય એટલે બીજો કશો. વાંધો નહીં, પણ આપણું સુખ અંતરાયું એ જ નુકસાન છે.
આ છોકરાંની નિશાળ છૂટે છે તો કેટલાં છોકરાં સાથે નીકળે છે? ઘંટ પડે કે શરૂઆતમાં ઢગલાબંધ છોકરાં નીકળે ને પછી તો એક-બે, એકબે જ છોકરાં નીકળે. એવું છે આ વિચારોમાં પણ ! પણ આત્મા આમાંય પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું છોડતો નથી, માત્ર સુખ અંતરાય છે. આત્મા ક્યારેય પણ પોતાનો સ્વભાવ છોડતો નથી અને વિભાવમાં આવતો જ નથી. ‘જ્ઞાની પુરુષ' પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું એટલે વાંધો ના આવે.
વિચારોતી - આશ્રવ, તિર્જર મહીં બહુ વિચાર આવે, તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે. વિચારોનાં જ્ઞાતા-દ્રષ્ટા રદ્વા તો નિર્જરા થાય અને સંવર રહે, કર્મને દાટો લાગી જાય. વિચાર તો બધાને આવે. ગાંઠો ફૂટે, વધારે