________________
મનું
૨૯૯
૩૦૦
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : એ પ્રયત્ન તો રોજ કરું છું.
દાદાશ્રી : તમે કરો છો કે ચંદુલાલ કરે છે ? કન્ટ્રોલ માટે પ્રયત્ન તમે પોતે કરતા નથી, એ તો ચંદુલાલ કરે છે. તમે પોતે કન્ટ્રોલ કરો તો કન્ટ્રોલ થાય એવું છે, પણ તમે ‘પોતે કોણ છો’ એ નક્કી કરવું જ પડશે ને ? એ નક્કી થઈ જાય તો કામ થઇ ગયું. અત્યારે માઈન્ડ કેવું છે ? બરાબર છે ને ?
મત તો મોક્ષતું તાવડું પ્રશ્નકર્તા : અત્યારે તો અપાર શાંતિ છે.
દાદાશ્રી : મન તો નાવડું છે, મોક્ષે લઇ જાય ને સંસારમાં રઝળપાટ પણ કરાવે એવું છે. મોક્ષે ક્યારે લઇ જાય ? ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો મોક્ષમાર્ગ એ નાવડું ચાલે, કારણ કે અત્યારે હોકાયંત્ર નથી મળ્યું. ‘જ્ઞાની પુરુષ'ની હાજરીમાં તમારું મન આવું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ! એમનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર-બધુંય સુંદર હોય. એમનો અહંકાર હોય પણ એય સુંદર હોય, પણ ગાંડો ન હોય, અહંકારેય મનોહર હોય. એક મનુષ્યમાં આટલી શક્તિ છે, તો બીજામાં કેટલી હોય ! એટલી જ હોય, પણ પ્રગટ થઇ નથી. પ્રગટ ક્યારે થાય ? કોઇ તરણ-તારણ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો.
વડોદરામાં એક બહેને પૂછયું, ‘દાદા, બધું સારું સારું જ કર્યું. આખી જિંદગી બીજાનું ભલું જ કરીએ છીએ, છતાં મનની શાંતિ કેમ થતી નથી ? ભગવાન જોડે ગમે તેટલો તાર જોડીએ છીએ છતાં જીવ કેમ બળે છે ?” આ તો “અમારા હાથની વાત, અધિકાર ‘અમારો', આ તો ટોપ વાત પુછી બહેને. બધે બધા લોકો ફરી વળે, છતાં આ બે જ ગલીમાં ગૂંચાય. બહેને તો સુંદર તારણ કાઢયું કહેવાય !
જગતના દરેક ધર્મ છે ત્યાં મનોરંજન થાય, જ્યારે અહીં ‘જ્ઞાની પુરુષ” પાસે આત્મરંજન થાય. મનોરંજન ઉશ્કેરાટ અનુભવે, સ્થિરતા ના અનુભવે. જ્યાં મન ઠરે ત્યાં એ ધર્મ સાંભળવો, પણ જ્યાં મન ઉછાળે
ચઢે, મનોરંજન થાય એ ધર્મ સાંભળવાનો શા કામનો ? કિંચિત્ માત્ર મહીં ફેરફાર થાય તો કામનું. આ તો એંસી વરસ સુધી અપાસરે વ્યાખ્યાન સાંભળે, પ્રવચન સાંભળે તોય કિંચિત્ ફેરફાર ના થાય, તો એ કામનું જ નહીં ને ! એ તો મનોરંજન કર્યું કહેવાય, એમાં સ્થિરતા ના થાય. આત્મરંજનમાં આઇસ્ક્રીમની પેઠે આત્મા ઠરે ને પેલામાં ઊકળે. મનોરંજનમાં મન ઉછાળે ચઢે, બહાર આત્મરંજન તો થાય જ શી રીતે? અહીં આવો તો આત્મરંજન થાય. અહીં તો આવ્યો ત્યારથી જ આત્મા કબૂલ કરે કે, ‘હવે છૂટવાનું થયું. તેથી ઉલ્લાસ આવે. આ કેદીને કહીએ કે ‘થોડા દિવસ પછી છૂટવાનો છે” તો કેદીને છોડ્યો ન હોય છતાં આનંદ આવે, એમ અહીં આત્મરંજન થાય. અહીંનો એક એક શબ્દ બહુ જ ઝીણવટથી સાંભળવા જેવો. જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષે લઇ જનારો છે!
મત, જગત - સ્વરૂપ આ દેહને આત્મા જોડે કંઇ રીયલ સંબંધ નથી. આ મન એ આખું જગત છે, એથી જો બીજાને સળી કરીએ તો મનમાં દુ:ખ ઊભું થાય અને બીજાને સુખ આપીએ તો સુખ મળે. મન એ જગત છે. જગતને સુખ આપીશ તો મનને સુખ થશે. તું બીજાને સુખ આપીને દુ:ખ માગે તો એ ના મળે. મન તો દુનિયા છે, જેવું હલાવીશ તેવું મળશે. કવિ કહે છે ને, ‘મનમંદિરના આંગણિયામાં કલ્પતરૂવર ઊગિયાં રે.’ માટે જો તારે સાંસારિક સુખ જોઇતું હોય તો તને જે જે ન ગમતું હોય તે બીજાને ના આપીશ; માત્ર પોતાની પાસે જે સમજણ છે કે મને આ નથી ગમતું, પોતાને જે દુ:ખ લાગે તે બીજાને તું ના આપીશ. તું દુ:ખ માને છે એની આગળ તો બીજાં બહુ દુઃખો છે, પણ તું જેને દુ:ખ માને છે એ બીજાને આપે તો તારા જેવો બીજો મૂર્ખ કોણ ? તો તને પછી સુખ મળે શી રીતે? જાણીને આપવું અને અજાણ્યે આપવું એમાં ફેર નહીં ?
આ બાબો કાચનો પ્યાલો ફોડે તો એને દુઃખ થાય ? અને બાપા ફોડે તો ? બાપાને તો બહુ દુઃખ થાય. તું જેને દુઃખ માને છે તે બીજાને ના આપીશ તો તું સુખી થઇશ. સુખી થવા બીજાં શાસ્ત્રો પણ વાંચવાની, જરૂર નથી.