________________
મનું
૩૦૩
૩૦૪
આપ્તવાણી-૨
ઇન્ટરેસ્ટેડ ગાંઠો ફૂટે, એ પણ અનટાઇમલી બોમ્બની જેમ. તે રાતે, ત્રણ વાગ્યે પણ ગાંઠ ફૂટે, પણ ફુટે તે પહેલાં જાગતાં કરે. સ્વપ્ન આવે કે ગમે તેમ પણ જગાડીને ફૂટે, એય લીંકમાં ફુટે. આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફુટે અને જો વંચાય અને તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઇએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે. આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે, એ આપણાથી તદ્દન જુદા છે, પણ ત્યાં તન્મયાકાર થઈ જાય છે. તન્મયાકાર ના થાય ત્યાં આત્મા ધર્મ ઊભો છે. સંયોગ ભેગો થાય તો મનની ગાંઠો ફટે. આ ગાંઠો લોભની પણ હોય અને વિષયોની પણ હોય. તે ગાંઠો પ્રમાણમાં નાનીમોટી જાતજાતની હોય. જેનો બહુ જ ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠો મોટી હોય, તેના બહુ વિચાર આવે. એ વિચારોને દવા માટે તેમને ‘જો જો’ કરવું પડે. આ વિચારો વાંચી શકાય એવા છે. ગમતા વિચારો આવે એમાં તન્મયાકાર રહે અને ના ગમતા વિચારો આવે તો તરત જ પોતાથી તે છૂટા છે એમ લાગ.
તા ગમતામાં ચોખું મત ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે. પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું?
દાદાશ્રી : ચોખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામાં માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, અને તેને ધોઇ નાખે.
પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઇ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે
અમને તો પહેલાથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલમતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નિકળે તો તરત જ તારણ નીકળી જાય, આને ‘વિપુલમતિ’ કહેવાય. વિપુલમતિ હોય જ નહીં કોઇને. ‘આ’ તો એક્સેશન કેસ બની ગયો છે ! જગતમાં વિપુલમતિ ક્યારે કહેવાય? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો ક્યાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઇએ.
કાર્યનો પ્રેરક કોણ ? પ્રશ્નકર્તા : કાર્ય કરવા પ્રેરણા કોણ આપે છે ?
દાદાશ્રી : એ પ્રેરણા તો ગયા અવતારનાં કોઝીઝ છે તેની ઇફેક્ટ માત્ર છે. મનના વિચારથી પ્રેરણા થાય છે. કંઈ પણ કાર્ય થાય, તે શુદ્ધાત્મા કરતો નથી, પ્રતિષ્ઠિત આત્માં કરે છે.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણનાં અંગ છે. વિચારે ચઢે તે મન; અહીં બેઠા હોય ને બહાર ભટકે તે ચિત્ત, મન જે દેખાડે તે પેમ્ફલેટ અને નક્કી કરે તે બુદ્ધિ અને સહી કરી આપે તે અહંકાર. અંત:કરણ પ્રમાણે બાધાકરણ થાય, કોઇ પ્રેરક છે જ નહીં. જે જે પરમાણુ ભેગાં કર્યા છે તેવા વિચાર છપાઇ જાય છે, અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જે પોતે જ વિચારતા હોઇએ તો ગમતા જ વિચાર આવે, પણ જેવાં પરમાણુ ભર્યા છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે. માલ ભરતી વખતે જ વિચાર કરવો, સુવિચારો જે હિતકારી છે તે ભરવા. મહીં કોઇ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઓફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે, ‘તું કોણ છે ? તારો વ્યવસાય શો છે ?” આ તો એને પેસવા જ ના દેવાય. આ તો કોઇ ને લકવો થયો હોય તો તેને જોઈ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર કહેવાય. એને પેસવા જ ના દેવાય. આ “આપણી’ સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય.
દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઇ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.