SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગ : અજ્ઞાનયોગ પાસે, કોણી પાસે, કાંડા પાસે નાદ આવે, એ નાદના આધારે એકાગ્રતા થાય અને એમાંથી આગળ વધે. તે કઇ જાતનું સ્ટેશન છે એય નથી સમજાતું. બહુ જાતનાં સ્ટેશનો છે, પણ એનાથી આત્મા કંઇ જડે નહીં. એ આત્માપ્રાપ્તિ માટેનો મોક્ષમાર્ગ ન હોય, એ ધ્યેય નથી, પણ રસ્તે જતાં સ્ટેશનો છે, કેન્ટિનો છે. જો આત્મા થયો, બ્રહ્મ થયો તો બ્રહ્મનિષ્ઠ થાય અને તો કામ પૂરું થાય, નહીં તો મહારાજ પોતે જ બ્રહ્મનિષ્ઠ થયા ના હોય, એ જ જગત-નિષ્ઠામાં હોય તો ત્યાં આપણો શો શક્કરવાર વળે? ૨૮૧ બ્રહ્મ તો છે જ બધામાં, પણ તેમને જગતનિષ્ઠા છે. અત્યારે જગતના મનુષ્યોની નિષ્ઠા જગતમાં છે. જગતનાં બધાં સુખો ભોગવવા માટે નિષ્ઠા છે. પણ ‘જ્ઞાની પુરુષ’ એ આખી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે તેથી જગતનિષ્ઠા ફ્રેકચર થઇ જાય અને ત્યારે જ છેલ્લું સ્ટેશન આવે ને પછી બધે નિરાંતે ફરે. આ વચલા સ્ટેશને બેસવાથી કશું વળે નહીં, એનાથી તો એક પણ અવગુણ ખસે નહીં. અવગુણ શી રીતે ખસે? એમાં હું જ છું, એમ રહે ને ! વેદાંતે પણ કહ્યું કે, ‘આત્મજ્ઞાન સિવાય કશું વળે નહીં.' આ અનાહત નાદ શું સૂચવે છે ? એ તો પૌદ્ગલિક છે. એમાં આત્માનું શું વળે ? એ ન હોય આત્મા. આત્માનો અનાહત નાદ હશે કે આત્માનાં આનુષંગિક હશે તો કોઇ પજવશે નહીં, પણ જો પૂરણગલનનાં છોકરાં હશે તો પજવશે ! આત્મા અને આત્માના આનુષંગિકમાં કોઇ ખલેલ કરી શકે એમ છે નહીં અને પૂરણ-ગલનનાં છોકરાં હશે તો ખલેલ પાડ્યા વગર રહે જ નહીં, માટે કોની વંશાવલિ છે એ ના ઓળખી લેવી પડે ? છતાં, જેને આમાં પડવું હોય તેને અમે હલાવીએ નહીં, એને જે સ્ટેશન છે એ બરોબર છે. એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરોબર છે. ܀܀܀܀܀ ધ્યાન યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહનેય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિથી નીચેના સ્ટેજમાં તમે ક્યારેય ઊતરો નહીં. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે ? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ- આત્માનું ધ્યાન કરવાનું નહોતું કશું. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા જ ગુણો એટ એ ટાઇમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઇમ કંઇ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે ? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગ્નમાં ઉપાધિમાં રહે તે એ શું જોઇ ને સમાધિ માગે છે ? પ્રશ્નકર્તા : આ શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય ? દાદાશ્રી : આમાં ધ્યાન કરો કહે છે તે શું છે ? નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો, શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો ! શ્વાસ તો પેસે છે ને નીકળે છે, એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે ? એ નાકનાં ભૂંગળાંને શું તોપને બારે ચઢાવવાં છે. મેલને પૂળો. આ દમનો શ્વાસ ઊપડે છે ત્યારે કરને ધ્યાન ! ત્યારે તો એ શી રીતે કરે ? આ તો કહેશે કે શ્વાસ લીધો તે ‘સો’ અને શ્વાસ નીકળ્યો એ ‘હમ’, એટલે
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy