________________
જ્ઞાનયોગ : અજ્ઞાનયોગ
૨૭૯
૨૮૦
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : એમાં આત્માની શી દશા ?
દાદાશ્રી : કોથળામાં પૂરી રાખે એવું. એમાં આત્મા ઉપર શો ઉપકાર થયો ? આ તો એટલું જ કે હું હજાર વર્ષ યોગમાં રકતો એવો ખાલી અહંકાર રહે. છતાં, સાંસારિક દુઃખો બંધ રહે; પણ સુખ તો ઉત્પન્ન ના જ થાય. સુખ તો આત્માનો ઉપયોગ કરે તો જ ઉત્પન્ન થાય, અને આત્માનો ઉપયોગ ક્યારે થાય ? હાર્ટ ચાલે તો થાય. તે વગર આ તો કશું વળે નહીં.
કેટલાક યોગીઓ એમના શિષ્યને કહી રાખે છે કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢાવ્યા પછી તાળવામાં નાળિયેર ફોડજે, એમ તે મોક્ષે જવાતું હશે ? આ તો એવું માને કે તાળવેથી જીવ જાય તો મોક્ષે જાય, એટલા માટે આવો પ્રયોગ કરે ! પણ એવું માનીને કંઇ થાય તેમ નથી, એ તો તાળવેથી જીવ નેચરલી જવો જોઇએ. આ કોઇ કહેશે કે આંખેથી જીવ જાય તો આમ થાય, તો શું આંખોમાં મરચાં નાંખીને જીવ આંખેથી મોકલવો ? ના, નેચરલી થવા દે ને !
પ્રશ્નકર્તા: જ્યાંથી દ્વાર ખૂલે છે, આંખ, નાક વગેરે એમાંથી જીવ જાય ?
દાદાશ્રી : હા. એ લક્ષણ કહેવાય છે. પાંચ લક્ષણ અને લક્ષિત અનંત છે, એમાં ક્યાં ઠેકાણું પડે ? મોઢેથી જીવ જાય તો અનંત જગ્યાએ જવાય એવું છે. એ તો બધી અદબદ વાતો કહેવાય, એમાં ‘ફોડ’ ના પડે.
કુંડલિની શું છે ? પ્રશ્નકર્તા : ‘કુંડલિની’ જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે ?
દાદાશ્રી : એ પ્રકાશને જોનાર શુદ્ધાત્મા, એ પ્રકાશ જોડે તન્મયાકાર થઇ જાય તે પ્રતિષ્ઠિત આત્મા. એમાં બે-ચાર કલાક તન્મયાકાર રહે તેથી આનંદ રહે, પણ પછી એની ગેરહાજરી થાય એટલે હતા ત્યાં ના ત્યાં. કેવા રંગનો પ્રકાશ દેખાય છે ?
પ્રશ્નકર્તા: કોઇ દિવસ ના દેખ્યો હોય એવો સફેદ હોય છે.
દાદાશ્રી : જેમાં તન્મયાકાર થયો તેમાં આનંદ થાય. બહારવટિયાની ચોપડી વાંચે તોય આનંદ થાય, પણ એનાથી કર્મ ખોટાં બંધાય. જયારે આ એકાગ્રતાથી સારા કર્મ બંધાય. આ કુંડલિની જાગ્રત કરે છે તે કરતાં આત્માને કંઇક જગાડને ! આ તો માત્ર કુંડલિનીના જ સ્ટેશન ઉપર ફરફર કરે છે. આમને ગુરુ મહારાજ કાળી ભોંય ઉપર વરસાદ પડે એવા સ્ટેશને ઉતારે એ શું કામનું ? આપણને તો અહીં છેલ્વે સ્ટેશન મળી ગયું. અનંત પ્રકારનાં સ્ટેશનો છે, એમાં ગુરુ ક્યાંય ગૂંચવી મૂકે. છતાં, એનાથી સ્થિરતા રહે; પણ મોક્ષ માટે એ શું કામનું ?
કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દૃશ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી ! દૃષ્ટિ દ્રામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિલ્પ થાય !
પ્રશ્નકર્તા : દાદા, મને કુંડલિનીનું લાઇટ ઊભું થઇ જાય છે.
દાદાશ્રી : એકાગ્રતાનું સાધન છે તેથી લાઇટ ઊભું થાય ને આનંદ આવે. લોકો એ લાઇટને આત્મા માને છે, પણ લાઇટ એ આત્મા નથી; એ લાઇટને, જે જુએ છે તે આત્મા છે. આ લાઇટ એ તો દશ્ય છે અને એનો જોનારો, દ્રષ્ટા તે આત્મા છે. તમને અહીં જે યથાર્થ આત્મા આપ્યો છે તે આ લાઇટનો દ્રષ્ટા છે !
પ્રશ્નકર્તા : આ એકાગ્રતા કરે તેથી લાઇટ જેવું દેખાય ને તેથી આનંદ આવે !
દાદાશ્રી : પણ એ આનંદ બધો રીલેટિવ આનંદ, એ કોના જેવું? બરફી ખાય ને આનંદ આવે તેવું. છતાં, આ સારું છે. આ સંસારની પાર વગરની બળતરામાં તે કંઇક સાધન તો ઠંડક માટે જોઇએ ને ? અને જ્યાં સુધી સાચો માર્ગ ના મળ્યો હોય ત્યાં સુધી એ બરોબર છે.
અનાહત નાદ પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી : શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ