________________
ધ્યાન
૨૮૩
૨૮૪
આપ્તવાણી-૨
‘હમસો’, ‘હમસો’ ‘સોહમ’ થાય; એનું ધ્યાન કરો એમ કહેશે. પણ આત્મા સોહમેય નથી ને હમસોય નથી. આત્મા એ શબ્દમાં આત્મા નથી, એ તો વીતરાગોએ ‘આત્મા’ એમ શબ્દથી સંજ્ઞા કરી છે. આત્મા પુસ્તકમાં ના હોય ને શાઅમાંય ના હોય, એ બધામાં તો શબ્દ આત્મા છે. રીયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય. આ શ્વાસોચ્છવાસ જોયા કરે, તે શું એનાથી સમાધિ રહે ? ના. આનાથી શું થાય ? કે મન ભાંગી જાય. મન તો નાવડું છે. સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે.
પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવાં, બીજાં બધાં તો ગાંડાં ધ્યાન કહેવાય. આ ‘દાદા'ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઇ સમજણ ના હોય, પણ પોતે ‘તે’ રૂપ થયા કરે. ‘જ્ઞાની પુરુષ' એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે ‘તે’ રૂપ થયા કરે.
આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટાં બોજારૂપ થઇ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શીખવાડાય, પણ બીજાને એની શી જરૂર ? એ ધ્યાન એને કયે ગામ લઇ જશે એનું શું ઠેકાણું ?
ભગવાને શું કહ્નાં કે આટલું ધ્યાન રાખજે; ખીચડીનું ધ્યાન રાખજે ને ધણીનું ધ્યાન રાખજે, નહીં તો સ્વરૂપનું ધ્યાન રાખ. એ સિવાય બીજા ધ્યાનને શું તોપને બારે ચઢાવવાં છે ? આ સમાધિ માટે બીજાં ધ્યાન શું કરવાં છે ? આ બીજાં તો પરભાર્યા પરધ્યાન છે. માત્ર કાનને જે પ્રિય લાગે કે બહુ સરસ છે, બહુ સરસ અવાજ છે. કેટલાકને મનને પ્રિય લાગે તો કેટલાકને બુદ્ધિને પ્રિય લાગે, એ સૌની મતિ પ્રમાણે લાગે. ભગવાન મહાવીરની સભામાંય શેઠીયાઓ ભગવાનની વાણી સાંભળવા આવતા. એમની (સર્વજ્ઞની) વાણી એટલી મીઠી ને મધુરી હોય કે તે કાનનેય અત્યંત પ્રિય લાગે. તે શેઠીયાઓ સાંભળવાને બેસી રહેતા અને સભામાં જ રોટલી ને શાક મંગાવી ખાઇ લેતા, ઘેર જ જતા નહીં અને તે બસ
તેમને કાનને જ પ્રિય થઇ રહે. તે શેઠીયાઓને આજેય હું ઓળખું છું, દુકાનમાં એય કાપડ ખેંચી ખેંચીને આપે છે ! તે કોઇને પૂછ તો ખરો કે આ કયું ધ્યાન વર્તે છે ? આ તો રૌદ્રધ્યાન છે. તે શેઠ કહેશે કે, ‘પણ પેલો બીજો કાપડ ખેંચીને વેચે છે ને ?’ ‘અલ્યા, બીજો તો કૂવામાં પડે, તું શું કામ પડે છે ?”
ચિતશુદ્ધિની દવા અમારી વાણી તો કોઇ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઇમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે તે આ ધારણ થવાથી તક્ષણ શુદ્ધ થઇ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઇમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે, મૂળથી અશુદ્ધ તો હતું અને તે વધારે અશુદ્ધ થાય ! અને બીજું, કવિનાં પદો ગાતી વખતે તે ધારણ થાય તેટલી ક્ષણ ચિત્ત શુદ્ધ થાય ! વગર સમયે આ નાનો બાબો પણ ધારણ કરીને બોલે, છતાં બહુ કામ કાઢી જાય. ધારણ થયા વગર બોલાય ? ધારણ કરી બોલે તેટલો વખત મહીં પાપ બધાં ધોવાઇ જાય ! બહાર લૂગડાં ધોતાં તો આવડે, પણ મહીનું શી રીતે ધુએ ? આ જગતમાં ચિત્ત શુદ્ધિની દવા બહુ ઓછી છે. બહાર ૨૦ વર્ષ સુધી ગાય ને તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઇ જાય છે ! પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલેને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય !
ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યારે પછી જ ‘લક્ષ” બેસે. એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં. લક્ષ વધારે રહે એ અનુભવ કહેવાય. શુદ્ધાત્માના ધ્યાનમાં રકા તે શુક્લધ્યાન. આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઇએ ને ‘ફાઇલ’ આવે તો એનો ‘સમભાવે નિકાલ’ કરીએ એ ધર્મધ્યાન. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઇ ગયા