________________
ભાવહિંસા
૨૭૩
૨ ૭૪
આપ્તવાણી-૨
કોઇનું ચાલે એવું નથી. ભગવાને શું કહ્યું કે “તેં દસ ગાયો બચાવી તેનો અહંકાર કરે છે અને પેલો દસ ગાયો માર્યાનો અહંકાર કરે છે, એટલે તમારે બંનેએ અહીં મોક્ષ માટે વાત સાંભળવા-કરવા આવવું નહીં. તને બચાવવાનું ફળ મળશે અને તને માર્યાનું ફળ મળશે. એ જીવો ને તે બચાવ્યા છે તે તારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે. આ જેણે જીવો માર્યા છે એ જ લોકો તને દુ:ખ દેશે. આ બસ આટલો હિસાબ છે. અમે વચ્ચે હાથ ઘાલતા નથી અને મોક્ષને ને આને કંઇ જ લાગતું-વળગતું
નથી.”
તો એ લઇને આવેલો છે. જીવમાત્ર બધું પોતપોતાનું લઇને જ આવેલો છે, સ્વતંત્ર છે. નહીં તો અમેરિકાવાળા આટલાં વર્ષ ઠંડુ યુદ્ધ રહેવા દે કે ? એ કહેશે, એક કલાકમાં જ અમે આખું રશિયા ખાલી કરી નાખીએ એવું છે !
બચાવે છે એય અહંકાર આમાં પોતાની કંઇ જ સત્તા નથી, માટે તું તારી મેળે ચેતજે કે તારું આત્મભાવનું મરણ ના થાય. તું બીજાને મારવાની ભાવના કરીશ એટલે તારા આત્મભાવનું મરણ થશે અને તેથી જ ભાવદયા રાખજે. સામાની દયા ખાવાની નથી કહી, ત્યારે આ તો સામાની દયા ખાવામાં પડ્યા ! મેર ગાંડિયા, તારું ઠેકાણું નહીં, તો તું સામાની શી રીતે દયા ખાઇશ ? તેમાં તો પાછા અહંકારી થઈ ગયા હોય છે ! “મને બહુ દયા આવે છે, મને બહુ દયા આવે છે !' મેર અક્કરમી, તું તારી જ દયા ખાને! કઈ જાતનું જીવવું છે તે ? !
ભગવાન પાસે એક કસાઈ ગયો અને અહીંના એક સંઘપતિ ગયા. કસાઇ પાસેથી ગાયો છોડાવી લાવનારા તે કહે, ‘સાહેબ, દસ ગાયો મેં છોડાવડાવી.' ત્યારે ભગવાન કહે છે, ‘તમારી વાત સાચી કે તમે દસ ગાયો છોડાવડાવી.' ત્યારે પેલો કસાઇ કહે છે, “સાહેબ, મેં દસ ગાયો મારી. હવે અમારા બેમાંથી મોક્ષ કોનો પહેલો થશે ?” ત્યારે ભગવાને કહ્યું, મોક્ષની વાત કોઇએ કરવી નહીં. તમે બેઉ અહંકારી છો, મોક્ષને માટે તમે લાયક નથી. આ મારવાનો અહંકાર કરે છે ને તમે બચાવવાનો અહંકાર કરો છો. તારા બાપા પૈડા થયા તેમને બચાવને ! આને શું કરવા બચાવે છે ? બાપો એંસી વરસનો પૈડો થયો તેને મરવા દે છે, તે બાપાને શું કરવા મરવા દે છે ? તું બચાવવાનો, કાયમ માટે બચાવવાનો, તો બાપને બચાવને ! આ તો દોઢડહાપણ છે, આને ઓવરવાઇઝ-મેડનેસ કડ્યાં છે. આ જગતની જંજાળમાં હાથ ના ઘાલીશ, એમાં અમુક લિમિટ સુધી રહેજે. આ તો ઓવરવાઇઝ થયેલા છે, આ તો કીર્તિ પાછળ બધા પડ્યા છે. શું જોઇએ છે એમને ? કીર્તિ. અહીં વખતે મળશે, પણ ત્યાં એમનો બાપો રેવડી દાણાદાણ કરી નાખશે, ત્યાં દર અસંલ ન્યાય થઇ રહ્નો છે, ત્યાં
હવે તે જે કોલેજમાં બે છોકરાંને પાસ કર્યા હોય એ છોકરાં મોટા થાય તો કહેશે કે, “આમણે મને પાસ કરેલો; તે તેનો લાભ તમને આપે. સ્વભાવિક રીતે તેવું આ જીવો બચાવો તે માટે છે. તમે જીવો બચાવો કે ના બચાવો તેની ભગવાને મોક્ષ માટે જરૂર નથી કહી. આ તો દોઢડાકા થઇ ગયા છે, એટલે સુધી દોઢડાલા કે ગાયો બચાવવા સારુ કસાઇને ત્યાંથી ચારસો-ચારસો રૂપિયા આપી ગાયો છોડાવી લાવે; અને પાછા કંઇ તેને અપાસરામાં કે મંદિરમાં ઓછા બાંધી રાખવાના છે ! પછી તો કોઇ બ્રાહ્મણને મફત આપી દે કે ‘ભઇ, લે, તું લઇ જા.” પછી પેલો કસાઇ જોયા જ કરતો હોય કે આ કોને ત્યાં ગાયો બાંધે છે ! આ બ્રાહ્મણને ગાયો આપને એટલે તે ત્યાંથી પાછો બ્રાહ્મણની પાસે જાય, અને કહે, ‘અલ્યા, કંઇ દેવું-બેવું થઇ ગયું છે કે ?” તો પેલો કહેશે, ‘હા ભાઇ, સો-દોઢસોનું દેવું થઇ ગયું છે.” ત્યારે પેલો કસાઇ કહેશે, ‘પચાસ આપું. ત્યારે બ્રાહ્મણ કહે, ‘દોઢસો આપો તો ગાય આપું તને.’ તે દોઢસો રૂપિયા આપીને કસાઇ ગાય પાછી લઇ આવે. આ ચારસોમાં આપી અને દોઢસોમાં છોડાવી લાવે પાછો, આ લોકોને મૂરખ બનાવી જાય ! આ કીર્તિ માટે પડ્યા છે, ઓવરવાઇઝ થયા કે !
અલ્યા, શી રીતે જન્મે છે ને શી રીતે કરે છે એમાં તું ના પડીશ, તું તારું ભાવમરણ બચાવ. સબ સબકી સમાલો. તું તારું ભાવમરણ ઉત્પન્ન ના થાય, ભાવહિંસા ના થાય એ જો. તમે કોઇની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુ:ખ થતું થશે, પણ તમારી તો એક વાર હિંસા થઇ ગઇ, ભાવહિંસા !