________________
ભાવહિંસા
૨૭૫
માટે ભાવહિંસા બચાવો એમ ભગવાને કf. આટલે સુધી જ કદાં છે, આથી વધારે લાંબુ કૉાં નથી. હું શું કહું છું, એ વ્યુ પોઇન્ટ સમજાય છે તમને ? આ બહાર કેટલો બધો કેસ બફાઈ ગયો છે ? ! હવે આ ક્યારે ઊજળું થાય ? “કભોટે' પડી ગયેલાં વાસણને એને કઇ જાતનો અસિડ વાપરવો એ જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં પ00 વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦OO વર્ષમાં આટલો બધો કાટ ? ! કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?! આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે ? અમારે ‘જ્ઞાની પુરુષ'ને આવી કઠણ વાણી ના હોય; પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે.
મરણકાળ જ મારે
તમને સમજાયું, હું શું કહેવા માગું છું તે ? આ સૂક્ષ્મ વાત છે, એવી બજારું વાત નથી. આમાં બધાં શાસ્ત્રોનો તોલ કરીને એક બાજુ બેસાડ એવી વાત છે, કારણ કે ટાઇમિંગ વગર કોઇ મારી શકે એમ છે નહીં, એટલે ભગવાન શું કહેવા માગે છે કે તમે આ ભાવબીજ પડવા ના દેશો. જો બીજ પડવા ના દીધું તો પછી તમે બંધ આંખોએ ચાલશો તોય તમારું કોઇ નામ દેનાર નથી અને ઉઘાડી આંખે ચાલશો ને અહીં પગ નીચે આવી ગયું હશે તો મરવા આવીનેય નહીં મરે, ચગદાયો હોય તમારાથી પણ તમારાથી મરે નહીં ને પેલાને ભાગે મરે. આટલું બધું ઝીણું સાયન્સ છે. આ બધું ટાઇમિંગ વગર કોઇ જ ના થાય એવું આ જગતમાં છે ! જ્યારે ત્યારે તો આ સાચી વાત સમજવી જ પડશે ને !
જ્ઞાનયોગ : અજ્ઞાતયોગ પ્રશ્નકર્તા : યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને ?
દાદાશ્રી : પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના કરીને આપણે શું પ્રાપ્ત કરવું છે, શેની પ્રાપ્તિ માટે આપણે યોગસાધના કરીએ છીએ, પૈસા કમાવા માટે કે ભણવા માટે ?
પ્રશ્નકર્તા : બધી જાતના દૈહિક વિકાસ માટે.
દાદાશ્રી : આ બધી સાધના કરે છે એ તો મનની કે દેહની સાધના કરી રહ્ના છે ને ?
પ્રશ્નકર્તા : આચાર્ય જોડે રહીને કરીએ તો પણ ?
દાદાશ્રી : માર્ગદર્શન બે જાતનું છે - એક રીલેટિવ અને એક રીયલ. રીલેટિવ માટે તો બહાર ઘણાં માર્ગદર્શકો છે. માટે આપણે નક્કી કરવું જોઇએ કે કયું જોઇએ છે ? જો સર્વ દુઃખોથી મુક્ત થવું હોય તો આ રીયલ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઇએ. માટે તમારે કયું જોઇએ છે? આ પૈસો-બૈસો તો બહાર રીલેટિવમાં મળી રહેશે, કારણ કે એ મહેનતથી ફળ તો મળશે ને ? પણ આ અહીં તો આત્માની યોગસાધના કરવામાં આવે છે, એટલે સર્વ પ્રકારે કામ પૂરું થાય !
પ્રશ્નકર્તા : ધ્યાન અને યોગ એમાં ફેર શો છે ?
દાદાશ્રી : ચાર પ્રકારના યોગ. એક દેહયોગ, દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી એને દેહયોગ કહે છે. એ યોગની કિંમત કેટલી ? ત્યારે કહે, વ્યગ્રતાનો રોગ છે એટલે એકાગ્રતાની દવા ચોપડે છે. એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે. જેને