________________
ભાવહિંસા
૨૭૧
૨૭૨
આપ્તવાણી-૨
પણ ના, મરણકાળ પહેલાં કોઇ મારી શકે જ નહીં. એ તો એનો કાળ પાકે ત્યારે ચંદુલાલને ભાગે આવે. અક્કરમીને ‘અક્કરમી ભાવવાળું' ભાગે આવે અને સત્કર્મીને ‘સત્કર્મી ભાવવાળું' ભાગે આવે.
પ્રશ્નકર્તા : ચંદુલાલ નિમિત્ત બન્યાને પણ ?
દાદાશ્રી : હા, ચંદુલાલ નિમિત્ત બને, ફક્ત નિમિત્ત બને. મારવાના ભાવ કર્યા હતા એટલે પેલો નિમિત્ત બને. બાકી જીવડાના જન્મ પહેલાં મરણ ક્યારે થશે તેનો હિસાબ છે-તમામ જીવમાત્રનો. આ તો ખોટો અહંકાર કરે છે.
ભગવાન શું કહે છે કે, “કોઇ માણસ કોઇ જીવને મારી શકતો જ નથી, ભાવ-મરણ કરે છે એટલું જ છે.” જેટલાં જીવડાં હોય એટલાં જીવડાં મારવાં છે એમ નક્કી કરે એ ભાવ-મરણ છે. ખેતરમાં ચાર સાપ છે એ મારવા છે; મારવાના થાય કે ના યે થાય, એનું કંઈ ઠેકાણું નહીં. એ ઘાટમાં આવે કે ના યે આવે, પણ પોતે ભાવ કર્યા ત્યાંથી પોતાના આત્માનું જ મણું થઇ રહ્યાં છે, પછી પેલા તો મરવાના હશે ત્યારે મરશે, એનો ટાઇમિંગ હશે તો મરશે. માટે જ અમે એક જ વાક્ય કહીએ છીએ કે જીવ બધા જન્મતાં પહેલાં ક્યારે મરવાના છે એ નક્કી છે. હવે આટલી વાત જો સમજે તો તો કામ જ નીકળી જાય ને ! જન્મતાં પહેલાં જ જેનું મરણ નક્કી થઇ ગયેલું છે અને આપણે કોણ મારનારા ? એ તો જેણે જેણે મારવાના ભાવ કરેલા હોય, ‘સાપ મારવા જ જોઇએ' એવા ભાવ નક્કી કરેલા હોય, તે ગામમાં સાપ નીકળે તો એવા બે કે ત્રણ જણ સાપ મારનારા ગામમાં જન્મેલા હોય જ. એટલે તમારે તો બુમ જ પાડવાની છે કે, “મારે ઘેર સાપ નીકળ્યો છે'; એટલે પેલા દોડતા આવે, કારણ કે દુકાન માંડેલી જ હોય !
અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તોય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઇફેક્ટિવ નથી, જેટલી ઇફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક એક શબ્દમાં ‘કોઇને દુ:ખ ન થાવ, કોઇ જીવમાત્રને દુ:ખ ન થાવ' એવો
નિરંતર અમને ભાવ રક્ષા કરે છે. જગતના જીવમાત્રને આ મન-વચનકાયા થકી કિંચિત્ માત્ર પણ દુ:ખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતાં, ફૂલાં કામ નથી કરતાં, પણ ભાવ કામ કરે છે. માટે આપણે બધાએ ભાવ કેવા રાખવા જોઇએ કે, સવારના પહોરમાં નક્કી કરવું કે, “જીવમાત્રને આ મન-વચન-કાયાથી કિંચિત્ માત્ર દુ:ખ ન હો’ - એવું પાંચ વખત બોલીને, જો સાચા ભાવથી બોલીને નીકળ્યા અને પછી જો તમારાથી ગુનો થઇ ગયો તો યુ આર નોટ એટ ઓલ રીસ્પોન્સિબલ, એવું ભગવાને કદાં છે. કેમ એવું કકાં ? તો કે, “સાહેબ, મારી તો આવી ભાવના નહોતી.' તો ભગવાન કહે કે, “યસ, યુ આર રાઇટ !' આવું જગત છે! ને તમે છે. તે કશુંય, એક જીવડુંય માર્યું ના હોય અને તમે એમ કહો કે ‘જેટલાં જીવડાં આવે એટલાં મારવાં જ જોઇએ” તે આખા દહાડાના જીવહિંસાના એ ભાગી થયા કરે. એટલે આવું છે જગત !
દયા, આત્મભાવતી રાખો જગત તો સમજવા જેવું છે. ભગવાન કહે છે કે “જીવડાં મારવાં, ના મારવાં એ તારા હાથમાં સત્તા નથી, ‘ઝાડે' ફરવાનીય તારી પોતાની સ્વતંત્ર સત્તા નથી,’ એ તો અટકે ત્યારે ખબર પડે કે એ સત્તા મારી ન હોય. એક વાર તું તારી સત્તા જાણી લે, ભગવાન કહે છે કે, “એક જીવ મારવો એટલે કેટલાં બધાં કારણો ભેગાં થાય ત્યારે એ કાર્ય થાય છે.” મારનાર એકલો ભાવ જ નક્કી કરે કે, “મારે મારવું છે. તે એકલા તારા બાપની કાંઇ આ દુનિયા નથી. તારા બાપની દુનિયા હોય તો ક્યારનોય ખાલી ના કરાવડાવત? આ તો ક્યારે ‘ટપ’ થઇ જશે એનું શું ઠેકાણું? અમથો આ અહંકાર ગવાય છે એટલું જ, અમથો અહંકાર ઉઘાડો પડી જાય છે એટલું જ. ભગવાને તો એટલે સુધી કૉાં છે કે ‘તમારે ભાવદયા રાખવાની છે.” ભાવદયા એટલે પેલા જીવડાને બચાવવાની નહીં, એ જીવને મારવાનો જે ભાવ આવે છે ને એ તમારા આત્મભાવનું મરણ થાય છે. આપણા આત્મભાવનું મરણ થયું માટે કહે છે કે તું તારા ભાવમરણ માટે દયા રાખજે, એને ભાવદયા કહી. તું તારી ભાવદયા સાચવ, એનું