________________
ત્યાગ
૨૬૭
૨૬૮
આપ્તવાણી-૨
હં. તેથી આ તમે આજ્ઞા પાળો છો? (!)” તે જોઈને મને આદર્ય થયું કે ધન્ય છે આ કાળને (!) થોડી વાર થઇ એટલે બીડી પીતા હતા તે અડધી થઇ ગઇ. તે શેઠે પછી શું કર્યું ? કે બે પાંદડાં લઇને નીચેથી ચઢાવવા માંડ્યા ! મેં કહ્યું, “શેઠ, આ શું કરો છો?” ત્યારે શેઠ કહે, ‘ચારે પૂરું ના થાય એટલે.”
ધન્યભાગ છે આ ! આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ! ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળજ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ! ધન્ય છે, ધન્ય છે ! આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું. ધન્યભાગ છે તમારી વૈશ્યબુદ્ધિને ! નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા, નહીં તો નહીં બોલવાનું. મહારાજને ચોખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પળાય અને બોલ્યા એટલે ક્ષત્રિય. પછી જોને આવડા મોટા ટેટા કરેલા ! અને ઉપરથી પહેલાં મોટો બીડો જોઇને તો લાગ્યું કે વાણિયા તો આવા જ હોય, પણ જ્યારે નીચેથી બે પાંદડાં ઘાલવા માંડ્યાં ત્યારે મને આકર્મ થયું કે આવું જ્ઞાન તો ભગવાન મહાવીરનેય કેવળજ્ઞાનમાં ના આવ્યું, એવું જ્ઞાન તમને છે!!! તમે તો કઇ જાતના છો ? હવે આકર્થ ના થાય મને ? પાછો મને નાસ્તો કરાવડાવે ! આવું લોક છે !
બહુ જાતના લોક મેં જોયા, પણ ભગવાનના કેવળજ્ઞાનમાં ના આવ્યું હોય એવું તો મેં આ શેઠને ત્યાં જ જોયું ! કહેવું પડે શેઠ !! એ શેઠ હજી યાદ આવે છે !!! પાછા શેઠ મને શું કહે છે કે, ‘તમારી સમતાધારી વાત સાંભળીએ છીએ એટલે અમને એમ જ થાય છે કે અંબાલાલભાઇની પાસે જ બેસી રહેવું.” ધન્ય છે એ શેઠને ધન્ય છે એ મહારાજનેય ! પછી શેઠ મને કહે કે, “મહારાજ મારી પાછળ આદુ ખાઈને પડ્યા છે.” મહારાજને એમ કે આ તો એમને કંઇક સંયમ પમાડું એવું રહે. સંયમનો અર્થ સમજ્યા નથી.
ત્યાગ તો કોનું નામ કે જે વર્તે એ, યાદ જ ના આવે એને ત્યાગ કહેવાય. ભગવાને ત્યાગ કોને કક્કો ? કે મનમાં જે જે વિચારો ઉત્પન્ન થાય, વાણીના જે જે પરમાણુ ઊડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને
શુદ્ધ ત્યાગ કૉો. મનમાં જે જે વિચારો આવે, પછી ગમે તેવા સારા હોય, ગમતા હોય કે ના ગમતા હોય, પણ તેમાં છૂટો રહે અને તન્મયાકાર ના થાય તેને ભગવાને ત્યાગ કલો. પછી, વાણીના જે જે પરમાણુ ઊડે તે દરેકમાં પોતે તન્મયાકાર ના થાય તેને સર્વસ્વ ત્યાગ ભગવાને કલો, એ જ મોક્ષ આપે એવો છે. બ્રાંત ભાષામાં બાકી ત્યાગ માટે પણ ત્યાગનો અર્થ જુદો જ છે, પણ રીયલ ભાષામાં અને ત્યાગ નથી કર્યો. ‘અહીંનો એક આનો પણ ‘ત્યાં કામ નહીં આવે. આ તન્મયાકાર ના થવું એ ક્યારે બને ? કે જ્યારે પોતે શુદ્ધ થાય તો, પોતે જે અશુદ્ધ છે તેમાંથી ‘જ્ઞાની પુરુષ’ શુદ્ધપદ આપે ત્યારે ભગવાનની ભાષાનો ત્યાગ વર્તે. ‘જ્ઞાની પુરુષ' શુદ્ધપદમાં બેસાડે તે પછી મોક્ષ થઈ જાય. આ તો કેટલું સરળ છે ! નહીં તો અનંત અવતારેય ઠેકાણું ના પડે એવું છે !
બાધા ત્યાગનો અર્થય જો સમજે તોય એ કેટલું સાર્થક થાય ! એક બાજુ બૈરી-છોકરાંને તરછોડ મારે ને બીજી બાજુ મોક્ષ ખોળે તેનો વાંધો છે. આ તો કહેશે કે, “મારે ઉદયકર્મ છે.” અલ્યા, તરછોડ મારી એને ઉદયકર્મ ના કહેવાય. આજુબાજુના, ઘેર બૈરી-છોકરાં, મા-બાપ બધાંને રાજીખુશી રાખીને જાય એને ખરો ઉદયકર્મ કહેવાય. પેલોય ઉદયકર્મ ખરો, પણ એ રાજીખુશીથી નથી માટે ખરો ઉદયકર્મ ના કહેવાય. ભગવાન મહાવીરનેય ભાઇએ રજા આપી ત્યારે જ તેમણે દીક્ષા લીધી. ઘરનાં બધાંને - પત્નીને, નાની બેબીને, કોઇ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.