________________
ત્યાગ
૨૬૫
૨૬૬
આપ્તવાણી-૨
મોક્ષ થાય, કેફીનો નહીં. એના કરતાં દારૂડિયાનો સ્થળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઊતરી જાય. લોકો ત્યાગ-વૈરાગ્ય કરીનેય રઝળપાટ કરે છે, મોક્ષ તેમ મળવો સહેલો નથી.
- ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય. આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે, તેને ત્યાગ કહેવાય જ કેમ ? ત્યાગ તો શૂરાતનીનું કામ છે. ત્યાગ તો સહેજે વર્તે, કરવો ના પડે. ત્યાગાત્યાગની મૂર્છા સંપૂર્ણ ઊડી જાય તે જ ખરો ત્યાગ. તાદાઅધ્યાસ એ જ રાગ અને તાદાભ્ય અધ્યાસ નહી તે ત્યાગ. ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરો, પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે, છતાં અસલ ત્યાગ નથી.
એક સાધુ રોજ ગાતા : ‘ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના. તે તેમને પૂછયું કે, “મહારાજ, પણ વરાગ્ય શેના વિના ના રુકે ?' ત્યારે મહારાજ કહે, ‘એ તો ખબર નથી.’ ત્યારે મેં તેમને કહ્યાં. ‘વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના.’ આ તો ક્રમિક માર્ગની વાત થઇ. ક્રમિક માર્ગ તો બહુ કઠણ, અનંત અવતારથી ‘ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી ઓલામાં પડ્યા જ કરવાનું.’ ત્યાગ માત્રથી જ આત્મા ના મળે. ત્યાગ એ તો કષ્ટસાધ્ય છે. જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટસાધ્ય હોય. ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કલાો છે.
ક્રમિક માર્ગમાંય જો ત્યાગ કરો તો તે ક્રોધ, માન, માયા, લોભ નિવૃત કરવા માટે હોય તો જ કરજો. જે ત્યાગથી ક્રોધ, માન, માયા, લોભ વધે તે ત્યાગ ન હોઇ શકે.
ભગવાને શું કરવું છે કે, “શુદ્ધ ઉપયોગમાં જ રહો.” છતાં સંસારનો લોભ હોય, ભૌતિક સુખો જોઇતાં હોય તો લોકોને ના ગમે તે ના કરીશ અને લોકોને સુખ ઊપજે તેવું કરજે, તેવું ગ્રહણ કરજે અને લોકોને દુ:ખ થાય તેવું કરવાનો ત્યાગ કરજે; પણ મોક્ષ જોઇતો હોય તો શુદ્ધ ઉપયોગમાં જ રહેજે.
આપણે જરૂરિયાત પૂરતું જ રાખીએ તેને ત્યાગ કહેવાય. ચાર
ખમીસની જરૂર હોય અને બાર રાખે નહીં તેને ત્યાગ કહેવાય. નભાવી લે તેનું નામ ત્યાગી કહેવાય. ત્યાગ તો કોણ કરી શકે ? જેને માથે ‘જ્ઞાની પુરુષ” હોય તે જ ત્યાગ કરી શકે, એ સિવાય જે કંઇ ત્યાગ કરવા જાય તેનો તેને તો કેફ ચઢતો જાય.
ત્યાગીલિંગ અને ગૃહસ્થલિંગ એમ બે લિંગો કકા, જ્યારે ત્યાગી લિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થલિંગમાં (જ્ઞાન) પ્રકાશ થઇ જાય અને ગૃહસ્થલિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગીલિંગમાં પ્રકાશ વધી જાય. ભગવાને શું કઠાં છે કે, ‘ગમે તે દશામાં વીતરાગ થઇ શકે છે, ગમે તે લિંગમાં વીતરાગ થઇ શકે છે. અરે ! સ્ત્રી પણ સંપૂર્ણ વીતરાગ થઇ શકે છે, ફક્ત મનુષ્યપણું હોવું જોઇએ, એમાં કોઇ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો.”
મોક્ષને માટે ત્યાગ કરવાની જરૂર નથી, ત્યાગ તો વર્તવો જોઇએ. પછી બીજા ત્યાગની જરૂર નથી, બીજ ત્યાગ તો ભ્રાંતિ ભાષાનો ત્યાગ છે. ભગવાનનો શુદ્ધ ભાષાનો ત્યાગ હતો. આ બ્રાંતિ ભાષાનો ત્યાગ શું? બીડી પીવાવાળો સમજે કે મેં બીડીનો ત્યાગ કર્યો અને બાધા આપનાર સમજે કે મેં એને ત્યાગ કરાવડાવ્યો. આ ભ્રાંતિનો ત્યાગ તો નાનું છોકરુંય સમજે કે આજથી કાકાએ બીડી છોડી દીધી છે.
આ તે કેવો ત્યાગ ? એક સ્થાનકવાસી શેઠ હતા. તે મને કહે કે, ‘તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક, કલાક આવવું, આપણે સાથે બેસીશું.' શેઠ સારા માણસ હતા, તે અમે પા કલાક, અડધો કલાક, તેમની સાથે બેસતા. એક દહાડો શેઠે આવડી મોટી (બાર ઇંચની) બીડી જાતે બનાવી. રોજની તો બીડી આવડી નાની હોય, પણ એક દહાડો આવડો મોટો બીડો બનાવી પીવા લાગ્યા ! ત્યારે મેં શેઠને કદાં, ‘કેમ આવડો મોટો બીડી પીઓ છો ?” ત્યારે શેઠ કહે, ‘મહારાજે મને એમ કક્રાં છે કે ચાર જ બીડી રોજની પીવી.” મેં કfો કે, “મહારાજ મારાથી નહીં રહેવાય.' ત્યારે મહારાજે મને કહ્નાં કે, ‘ના, તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે.’