________________
તપ
૨૬૩
કોઇ કંઇ કરી શકે જ નહીં. અમે તો છેવટનું કહી દીધું છે કે, ‘તું તપ કરે કે જપ કરે, ત્યાગ કરે કે વેશ બદલે, જે કરે તે બધું જ તારું ભમરડા સ્વરૂપ છે ! જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બધું જ પ્રકૃતિ કરાવે છે, તેથી તું ભમરડો જ છું.”
ત્યાગ
ત્યાગ બે પ્રકારના, (૧) અહંકારે કરીને ત્યાગ (૨) સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ.
ખરી રીતે ત્યાગ શબ્દમાં જ અહંકાર સમાયેલો છે. અહંકાર સિવાય ત્યાગ થઇ જ ના શકે અને તેથી તે લક્ષમાં રજા કરે કે મેં ત્યાયું; જ્યારે વર્તુલો ત્યાગ તે લક્ષમાં જ ના રહે, ત્યાગ કરવાની વસ્તુઓ યાદ ના આવે એટલે ત્યાગને જીત્યો કહેવાય અને અત્યાગ કરવાની વસ્તુઓ પણ યાદ ના આવે એટલે અત્યાગ જીત્યો કહેવાય. ત્યાગ વલ્ય કોને કહેવાય ? જેને ત્યાગ કરવાનો વિચારેય નથી આવતો તેને અને અત્યાગ વલ્ય કોને કહેવાય ? કે પરિગ્રહ જેની સ્મૃતિમાં-સ્મરણમાંય ના હોય! મોક્ષ માર્ગમાં ત્યાગનીય શરત નથી અને અત્યારનીય કન્ડિશન નથી!
આ જગતમાં બે જ વસ્તુઓનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે, (૧) અહંકાર અને (૨) મમતા, અર્થાત્ હું અને મારું – આ બે ત્યાગ્યા પછી સંસારમાં તારે ત્યાગ કરવાનું રદ્ધાં જ નહીં ને !
ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદય કર્મ કરાવે, તે ત્યાગ વીતરાગતાનો નહીં. ઉદયકર્મ ઉપવાસ કરાવે, સામાયિક કરાવે, તો કહે કે, મેં કર્યું. પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદયકર્મ આધીન છે. પ્રકૃતિ જે ત્યાગ કરાવે, તેનાથી આત્મા ઉપર શો ઉપકાર ? તેને વીતરાગતાથી ટાગ્યું ના કહેવાય. વીતરાગતાનો ત્યાગ તે અંતરત્યાગ છે, એમાં કેફ ના હોય; જ્યારે ઉદયકર્મને આધીન ત્યાગ થાય ને કહે કે, “મેં ત્યાખ્યું.’ તે તો નર્યો અહંકાર જ કહેવાય. આવા ત્યાગથી તો નર્યો કેફ ચઢે. ત્યાગનો જે કેફ ચઢે તે તો ભારે સૂક્ષ્મ કેફ. એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઊતરે, તો પછી મોક્ષ તો ક્યારે થાય? નિશ્કેફીનો