________________
સંયોગ વિજ્ઞાન
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૨
કેવા સાયન્ટિસ્ટ હતા ! વીતરાગો તો જાણતા હતા કે જગત માત્ર સંયોગોથી ઊભું થયું છે ! લોકોએ સંયોગોને ફાવતા અને ના ફાવતા કર્યા અને એની ઉપર રાગ-દ્વેષ કર્યા, જ્યારે ભગવાને તો બંનેનેય ના ફાવતા કર્યા ને તે છૂટ્યા !
‘એગો મે શાષઓ અપ્પા, નાણ દંશ્મણ સંજૂઓ.’
હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાન-દર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું.
‘શેષા મે બાહિરાભાવા, સર્વે સંજોગ લખ્ખણા,”
આ શેષ રહ્યા. તે બધા બહારના ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે ? એ સંયોગ લક્ષણવાળા છે. ‘બાહિરાભાવા” કયા ? સંયોગ લક્ષણ, એટલે કે, આડો વિચાર એ સંયોગ, પૈણવાના વિચાર આવે એ સંયોગ, રાંડવાનો વિચાર એ સંયોગ. એ બધા બાહિરાભાવ કહેવાય અને એ બધા સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ, તે ભૂલથી બોલાવેલા તે આવેલા.
સંજોગમૂલ્લા જીવેણ પત્તા દુખમ્ પરંપરા, તમહા સંજોગ સંબંધમ્, સવમ્ તીવીહેણ વાસરિયામી.”
તે બધા સંયોગ જીવનાં દુ:ખોની પરંપરાના મૂળમાં છે. તે બધા સંયોગો ‘દાદા ભગવાનને - વીતરાગને વોસરાવું છું એટલે કે સમર્પણ કરું છું, અને એટલે આપણે એના માલિક નહી. આ સંયોગો કેટલા બધા છે ? અનંતા છે. એ અનંતા સંયોગોને એક પછી એક ક્યારે છોડી રહીએ? એના કરતાં એ બધા જ સંયોગોને ‘દાદા'ને વોસરાવી દીધા એટલે આપણે છૂટ્યા !
આત્માની અનંત શક્તિ છે, એ એટલી બધી છે કે એક કલાકમાં જ કરોડ સંયોગો કમાઇ જાય તેમ એક જ કલાકમાં કરોડો સંયોગો કાઢી શકે ! પણ કાઢવાનો અધિકાર કોને ? ‘જ્ઞાની પુરુષ'ને !
સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે ક્યારે સીધા થાય ? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે, પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના, પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે ? આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય ? ના, એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને ? પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. આ ગાડીમાં ચઢ્યા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો ? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને દેખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. આપણો જ ફોટો છે સામાવાળો !
સંયોગોમાં પોતે કોણ ? પોતાની પુણ્યે હોય તો બધા સંયોગ, જે આવે તે બધા મદદ કરતા જાય, ને પાપનો ઉદય હોય તો સંયોગ આવે તે વાંકા આવે ને સાથે આવે તે ઉપરથી ડફણાં મારતા જાય ! આ કેટલાક લોકો બોલે છે ને કે “મારા સંયોગ સારા નથી.’ એ તો જ્ઞાનીનું વાક્ય કહેવાય; પણ એમાં તું કોણ અને આ બધું શું ? બીજા બધા સંયોગ. તો પછી તું કોણ ? તેની તપાસ કર !
આ માંદો પડે ત્યારે એને મટાડનાર સંયોગ અને એને વધારે માંદો