________________
સંયોગ વિજ્ઞાન
૨૪૩
૨૪૪
આપ્તવાણી-૨
મીઠાને ‘આવ, આવ' કહીએ તોય એ ચાલ્યા જાય ! આમ કરી કરીને તો અનંત અવતાર બગાડ્યા, કુષ્માન કર્યા. મોક્ષ જોઇતો હોય તો ‘શુકલધ્યાનમાં રહેજે અને સંસાર જોઇતો હોય તો “ધર્મધ્યાન’ રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું. ‘ધર્મધ્યાન’ તો, ક્યારેક કોઇ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઇ બાકી હશે, એથી આવો કડવો સંયોગ મળ્યો ! ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે, સંયોગ સીધો કરે. કોઇ માણસ લઢતો આવે કે, ‘તમે મને ૨૫ રૂ. ઓછા આપ્યા, તો તેને ૨૫ વત્તા ૫ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો. સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે. જયાં જયાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચીવાળો આવે, એ જ નડે છે. માટે અવળા સંયોગને અવળા ના જોઇશ, પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે.
તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં, અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે!
- સંજોગ સુધારીને મોક્લો દાદાશ્રી : કેમ છે તમારાં બાની તબિયત ?
પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયાં, પૈડપણ ખરું ને !
દાદાશ્રી : સંયોગોનો નિયમ એવો છે, કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે. આ પૈડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય; જરાક ધક્કો વાગે તોય પડી જવાય, હાડકાં તૂટી જાય. નબળા પાછળ નબળા સંયોગ આવે. આ તો જ્યાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે ! દુનિયાના માણસો કેવા હોય ? જે દબાયેલો ભેગો થાય તેને ટૈડકાવ ટેડકાવ કરે. ભગવાને કહ્યું કે અલ્યા, તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે, તે તને જ એવો સંયોગ ભેગા થશે.
સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગો ને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જ્યાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે ! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, ‘અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.’ અને જયારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક “આવ બા ! આવ બા !” એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો ‘સ્વ'માં રહીશ તો તું અવિનાશી જ રહીશ.
આ તો કેવું છે કે, કડવા સંયોગને ‘ના’ કહીએ તોય એ આવે ને
આ લોકોએ કહ્નાં કે, ‘તમે શાન્તાબહેન, આના વેવાણ, આની મા’ અને બધું તમે માની લીધું અને પાછાં તેવા થઇ ગયાં ! માણસ બહુ વિચાર કરતો હોય તોય પોતાનું નામ ભૂલી જાય તેવું છે, તેમ આ સંયોગોથી ઘેરાયો ને ‘પોતાને’ ભૂલી ગયો; આનું નામ સંસાર ! આમાં અજ્ઞાનતાનું જ એગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી !
તે કહે કે, ‘આનો જમાઇ ને આનો સસરો !' અલ્યા, તું જમાઇ શાનો ? તો કહે કે, “મે શાદી કરી ને !' આ તો માર ખાઈને ભોગવે તે શાદી, એવું છે, આ શાદી એ તો એક ભવ માટેનું એગ્રીમેન્ટ, પણ આને તો કાયમનું માની બેઠો ! અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના ! આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઇ ગયો !
‘આ સંયોગો સારા અને આ ખરાબ તેથી સંસાર ઊભો છે, પણ જો “આ બધા જ સંયોગો દુ:ખદાયી છે” એમ કક્કાં તો પછી થઇ ગયો મોક્ષમાર્ગી ! આ જ વીતરાગ ભગવાનનું સાયન્સ છે, ભગવાન મહાવીર