________________
સંયોગ વિજ્ઞાન
પાડે એય સંયોગ. મટાડનાર દવા પણ એને વધારે માંદા પાડે, જો વધારે માંદા પડવાના સંયોગ હોય તો. એક નબળો સંયોગ ભેગો થાય એટલે બધા સંયોગ નબળા ભેગા થતા જાય. દુકાળનો સંયોગ આવે, તો સાથે ભેંસ મરી જાય, તે ફરી નબળા ઉપર નબળો સંયોગ આવે. જો આ બધા સંયોગ, તો તું કોણ ?
૨૪૭
આ સંયોગો નિરંતર સમસરણ થયા જ કરે છે, એનો તમને એક દાખલો આપું : સાંજના પાંચ વાગ્યે તમે જતા હો, તો સામે વાદળ આવ્યું હોય તો તે દેખાય. પણ પછી થોડીક જ વારમાં એક વાદળમાં મેઘધનુષ્ય દેખાય, તો એ કોણે બનાવ્યું ? પહેલાં એ કેમ નહોતું ? કારણ કે વાદળ છે, અમુક જગ્યાએ સૂર્ય છે, તે એ એવી રીતે બધા સંયોગ ભેગા થઇ જાય અને પાછા આપણે અમુક જગ્યાએ હોઇએ તો જ એ મેઘધનુષ્ય દેખાય !
આત્મા ને સંયોગ બે જ છે, પણ એ સંયોગોમાં આત્મા મૂંઝાયો છે. મૂંઝવણ એ પણ આત્માનો સ્વભાવિક ગુણ નથી, પણ ઉપાધિ ભાવથી છે. હવે સંયોગો આત્માને નિરંતર ઘસાયા કરે છે, અને તે પછી સ્પર્શથી ચાર્જ થઇ જાય છે, અને એ જ આવતે ભવ ડીસ્ચાર્જ થાય છે. ‘જ્ઞાની પુરુષ' જો મળી જાય તો તે જે ચાર્જ થનારી તમારી બેટરી છે તેને આઠ ફીટ છેટે મૂકી દે એટલે ચાર્જ બંધ થઇ જાય અને પછી સંસાર બંધ થઇ જાય !
અનુકુળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે. માટે અમે કહીએ છીએ કે, વિટામિનને જ નકામું ઢોળાઇ જવા ના
દેશો.
સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.
તપ
ભગવાને ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ - એ ચાર મોક્ષના પાયા છે' એમ કહ્યું, પણ લોકો પોતાની ભાષામાં લઇ ગયા. ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન, ‘હું શુદ્ધાત્મા છું’ એવી પ્રતીતિ એ દર્શન અને જ્ઞાતા-દ્રષ્ટા રહે એ ચારિત્ર્ય. અને બહાર કશું થાય ત્યારે હૃદય તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ; એને આંતરતપ, અદીઠ તપ કર્યાં. મોક્ષે જવા માટે અંતરતપ જોઇશે, બાજ્ઞા તપની જરૂ૨ મોક્ષે જવા નથી. બાજ્ઞા તપથી સારી ગતિ મળે, પણ મોક્ષ ના મળે. અદીઠ તપ દેખી ના શકાય એવું હોય. ફોરેનમાં પ્રવેશ ન કરવો અને હોમમાં જ રહેવું એને જ ભગવાને ખરું તપ કહ્યું. આત્મા અને અનાત્માના સાંધાને એક થવા ના દે તે ખરું તપ. અને આ તપ પણ શાને માટે કરવાનું ? કારણકે અનાદિથી ફોરેનનો અધ્યાસ છે તેથી તપ કરવું પડે, છતાં આ તપથી તપવાનું ના હોય.
મોક્ષમાર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ, એટલે ક્રિયાકાંડ ના હોય, મહેનત ના હોય. તપ, ત્યાગ, જપ એ બધી ક્રિયાઓ ફળવાળી છે. ફળ મળે ત્યાં સુધી રહેવું હોય તો મુકામ કરો અને પછી ફળ ચાખશો, પણ ફળ આવે ત્યારે કઇ જાતના વિચાર હોય તે શું કહેવાય ? બી વાવ્યું ત્યારે ત્યાગી દશામાં હોય ને ફળ આવ્યું ત્યારે ગૃહસ્થી દશામાં હોય, પંચેન્દ્રિયના વિચારોમાં પડ્યો હોય. તપ, ત્યાગથી દેવગતિ મળે, મોક્ષ ના મળે. મોક્ષ તો સહજ થાય ત્યારે જ થાય. આ તપ, ત્યાગની મહેનત કરે એ હેન્ડલ મારવા પડે છે.
આપણે પૂછીએ કે ‘તબિયત બગડી તેથી ભૂખ્યાં રહો છો ?’ તો તે કહેશે, ‘હું તપ કરું છું.’ ‘કેટલા દિવસ ભૂખ્યા રહેશો ? તો તે કહે,
‘ચાર દિવસ.’ તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા ? પણ તે તપેલો