________________
જગત - ગાંડાની હૉસ્પિટલ
૨૩૧
૨૩૨
આપ્તવાણી-૨
છે, એને પડી જવા દો, નવું ઊભું થઇ રહ્નાં છે ! નહીં તો મોક્ષની વાત તો સાંભળવા જ ના મળે !
જેમ જેમ આ કલ્ચર્ડ થતું જશે તેમ તેમ એ પુસ્તકો ઊંચે મૂકી દેશે, પસ્તીમાં જતાં રહેશે. કારણ કે જ્યાં સુધી ડેવલપ ના હોય ત્યાં સુધી એની કિંમત. ગીતાને સમજવાવાળા અને વેદાંતને સમજવાવાળા નીકળશે હવે! હવે ડેવલપ થઇ રહેલ છે, આમાં નિમિત્ત બન્યા છે અંગ્રેજો. આ સારી બાબતમાં અંગ્રેજો નિમિત્ત બન્યા છે.
પ્રશ્નકર્તા : તેમણે જ્ઞાનનો ઉઘાડે કર્યો ?
દાદાશ્રી : ના, જ્ઞાનનો નહીં. પણ લોકો જે એબ્નોર્મલ થઇ ગયા હતા તેમાં બેકિંગ લેવડાવ્યું, તે નોર્માલિટી ભણી લાવ્યા! આપણા લોકોએ શું કશો કે, ‘આ લોકો આપણો ધર્મ ને આપણા આચાર નષ્ટ કરવા આવ્યા.’ તે એમણે એટલો નષ્ટ કર્યો તેથી તો આ નોર્માલિટી પર આવી રક્ષાા છે. આપણા લોકો શી બૂમો પાડતા હતા ? કે આ લોકો ધર્મ ને આચાર બધો તોડી નાખશે ને આપણું બધું ખલાસ કરી નાખશે ! ના, એટલું બાદ કર્યું. ૮૫ ડિગ્રી એબ્નોર્મલ પ્રમાણ થઇ ગયું હતું ને આપણને નોર્માલિટી માટે ૫૦ ડિગ્રી જોઇએ, તે આ લોકોએ આવીને ૩૦-૩૫ ડિગ્રી કાઢી નખાવ્યા, જડ બનાવ્યા, જડ એટલે દારૂ પીતાં શીખવ્યા, માંસાહાર કપડાં-લત્તાં બધું મોહનીય બનાવ્યું, એટલે ‘પેલા’ દુર્ગુણો જતા રકા ! જે તિરસ્કારના દુર્ગુણો હતાને તે ખલાસ થઇ ગયા, ફ્રેક્ટર થઇ ગયા. એ બહુ સારામાં સારું કામ કર્યું આ લોકોએ.
અંગ્રેજોનો એક ઉપકાર અંગ્રેજો આવ્યા ને એમની ભાષા લાવ્યા, તે એમના પરમાણુ સાથે આવે. હંમેશા દરેક ભાષા પોતાનાં પરમાણુ લઇને આવે એટલે એમના જે ગુણો હતા ને સાહજિક ગુણો, ટાઇમ-બાઇમ બધું એક્કેક્ટ જોઇએ, તે સાહજિક ગુણો નવેસરથી ચાલુ થઇ ગયા. આ તો બધા સ્વાર્થી થઈ ગયેલા. પોતાના ઘર પૂરતી જ ભાંજગડ, બીજા બધાનાં ઘર બળતાં હોય
તો સૂઇ રહે મઝાના. પ્રપંચી, સ્વાર્થી ! બધી રીતે તિરસ્કારવાળાં, યુઝલેસ થઇ ગયાં હતાં.
બ્રાહ્મણો કહેતા હતા કે, ‘ભગવાનનું મુખ અમે છીએ ને આ ક્ષત્રિયો છાતી સુધી છે અને આ બધા વૈશ્યો ને આ બધા શુદ્રો છે, તે નીચલા છે !' દુપયોગ ને દુરુપયોગ જ કર્યો ! જેનો સદુપયોગ કરવાનો હતો, તેનો જ દુરુપયોગ કર્યો. અમે બ્રાહ્મણો એટલે મુખારવિંદ, એટલે અમે જે કહીએ એનો વાંધો તમારે ગણવાનો નહીં. તે એમણે એ પાવરવીટો પાવર વાપર્યો તેને લઇને તેઓ ભયંકર યાતનામાં સપડાઇ ગયા. આ પ્રજાનું તો જે થવાનું હશે તે થશે, પણ એ વીટો વાપર્યો તેને લઇને આજે તેમના પગમાં ચંપલ નથી મળતાં ! એમની વેલ્યુ પણ જતી રહી ને ચંપલ પણ જતાં રડ્યા ! બેઉ સાથે જતાં રહ્નાં !! દુરાચારોને લઇને તેમની દશા તો જુઓ !
લાલચુ છે એનો માર ખાય છે આ જગત. લાલચ શી હોવી જોઇએ માણસને ? લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું.
જૂના જમાનાની પ્રજાએ નીચલી વર્ણ પર ભયંકર અત્યાચારો કર્યા. એમને રસ્તા પરથી જવું હોય તો એણે છાતીએ કોડિયું અને પાછળ ઝાડુ બાંધવું ! કોડિયું એટલા માટે કે થુંકવું હોય તો રસ્તા ઉપર ના ઘૂંકાય, કોડિયામાં ચૂંકવાનું !! અને પાછળ ઝાડુ એટલા માટે કે રસ્તા પરનાં એનાં પગલાં ભૂંસાઇ જાય !!! આ તો ‘કરપ’ કરાવે ! મારા જેવા હાજરજવાબી હોયને તો તે માથું ફોડી નાખે એવો જવાબ આપે કે આ કૂતરાંને ઘૂંકવાની ને બીજી બધી છૂટ, એનાં પગલાં ચાલે અને આ માણસના ના ચાલે ? આ કઇ જાતના મેન્ટલ થઇ ગયા છો ? આ તો એક્સેસમાં ગયું હતું.
છોકરીઓ જન્મે ને તરત જ દૂધ પીતી કરતાં, મારી નાખતા. રજપૂત પ્રજામાં કેવું ? કે છોડીને પૈણાવતી વખતે દહેજ આપવો પડતો, એ ગમે નહીં ને મૂળમાં ભણેલા નહીં, અનપઢ -બાઇઓય અનપઢ ને ભાઇઓય અનપઢ, અને પોતાની જાતને શુંય માને ? આ તો બીજા પર બહુ કર૫
કર્યા.