________________
જગત - ગાંડાની હૉસ્પિટલ
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૨
બિલાડા તમારા દૂધમાં મોટું નાખી જાય છે તે દૂધ ચલાવો છો, તો અહીં પણ ચલાવવું જોઇએ કે નહીં ? ચલાવવાની હદ હોય !
ગામમાં ઠાકોર હોય ને એનો પીતરાઇ હોય તો એણે ઘોડા પરથી જવાનું નહીં, ઊતરીને ચાલતા ગામમાં જવું પડે ! એમાં ઘોડો ને બેઉ સાથે જાય તો એમાં તારું શું જાય છે ? આ તો ક્યો મોટો તમારો અહંકાર ઘવાયો ? જો ઘોડા પર જાય તો મારામારી ને ખૂન સુધી આવી જતા !
આમને આર્યપુત્ર કેમ કહેવાય ? છાસિયું સોનું ને સાચું સોનું બે હોય, એમાં છાસિયા સોનામાં સોનાના ગુણ ના જણાય તો એની કિંમત શી ? આ તો એક હિન્દુસ્તાનીમાં અનંત શક્તિ છે, પણ બધી અવળી વેડફાઇ રહી છે. એ તો ‘જ્ઞાની પુરુષ'ને ભેગા થાય તો શક્તિ સવળિયે વળે ને કામમાં લાગે. આ શક્તિ વેડફી કેવી રીતે? આ ભાઇ આઇ.એ.એસ. કરે છે તો હુંય નક્કી કરું કે મારે આઇ.એ.એસ. થયું છે, એમ નકલો કરી કરીને શક્તિ વેડફી. એક મેઇન્ટેનન્સ માટે અથાગ શક્તિ વેડફી ! અને એય કલુષિત ભાવે ભયંકર શક્તિ વેડફી ! આ નકલ કરવાથી તો અંદરની સિલક હતી તેય જતી રહી, અંતરસુખનું બેલેન્સ ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી, તો પછી અંતરસુખનું બેલેન્સ શી રીતે રહે ? નકલ કરીને જીવવું સારું કે અસલ? અસલ. અને આ તો છોકરાં એકબીજાંની નકલ કરે છે. હિન્દુસ્તાનના લોકોએ તો કો'ક અસલ લખી આવેને તો આપણે તેની નકલ ના કરવી જોઇએ. આપણને નકલનું ના હોય, પણ આ તો ફોરેનવાળા આપણી નકલ કરી જાય એવું હોવું જોઇએ. પણ આ તો ફોરેનવાળાએ અહીં થોડા હિપ્પી મૂક્યા તે અહીંના લોકોએ એની નકલ કરી નાખી ! તો પણ તેથી કંઇ હિન્દુસ્તાનનું બગડવાનું નથી, સુધરવાનું જ છે.
આ મોહી છોકરીઓ ખરીને આજની, તે તેમને જોઇને લોકોને એમ લાગે છે કે આ છોકરીઓ મોહી છે, મૂર્ણિત છે, પણ આમને પેટે બાબા સારા પાકવાનાં.
પ્રશ્નકર્તા : એનું શું કારણ, દાદા ?
દાદાશ્રી : પેલો તિરસ્કાર ભાગ જતો રકાને, ડાઉન થઇ ગયોને, એટલે હવે તિરસ્કાર ભાગ ઉત્પન્ન ના થાય. તિરસ્કાર ગયા કે આપણે નોર્મલમાં આવી ગયા. સુધરેલા તો હતા જ પણ તિરસ્કારને લઇને આપણે બિલકુલ ખલાસ થઇ ગયા હતા, યુઝલેસ થઇ ગયા હતા. તિરસ્કાર ગયો કે આપણી નોર્માલિટી આવી ગઇ, ઓલરાઇટ થઇ ગયા.
બુદ્ધિનો ઉપયોગ જ એ લોકોએ તિરસ્કાર અને પ્રપંચ કરવામાં વાપર્યો. બુદ્ધિનો દુરુપયોગ કર્યો, જ્ઞાન તો હતું નહીં. બુદ્ધિ હતી, તે બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિ શાથી વધી ? કે મહાવીર બ્રેઇન ટોનિક પીધાં, ને કૃષ્ણ કોઇન ટોનિક પીધાં ! જીવડાં મારે નહીં ને બીજું મારે નહીં એટલે પછી બુદ્ધિ વધે, પછી જીવડાં બાજુએ મૂકી મનુષ્યો ઉપર એટેક લઇ જાય !
હવે હિન્દુસ્તાન તો બહુ સુંદર દશા ઉપર જઇ રહ્નાં છે. આ સંસ્કૃતિનો પ્રલયકાળ છે, કઇ સંસ્કૃતિ ? આદર્શ સંસ્કૃતિ ? ના, વિકૃત સંસ્કૃતિનો પ્રલયકાળ છે. આપણી સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા હતી, તે બહુ લો થાય, ઊતરી જાય, તો બહુ પ્રાકૃત સુધી ચલાવી શકાય, પણ વિકૃત ના ચલાવી લેવાય. આમાંથી ફાયદો શો થયો ? કે આવા તેવા જે વિકત સંસ્કાર હતા ને તે વોશ આઉટ થઇ ગયા અને હવે નવેસરથી નવી વાત! નવી ચીજ ને બધું નવું જ ચાલશે અને ઓર જ જાતની અજાયબી, ભગવાન મહાવીરના વખતમાં હતી તેવી શાંતિ વર્તશે ! અને આજના આ વાળ વધારનારા ગાંડા, તે જ ડાકા કહેવાશે. જેને ઘનચક્કર કહેવામાં આવે છે તે જ ડાલા થઇને ફરશે અને વાળ કપાવનારા તો મેન્ટલ હોસ્પિટલના લોકો ! એમણે બે ભાગ જુદા પાડ્યા. મેન્ટલ હોસ્પિટલમાંનો કયો ભાગ અને મેન્ટલ હોસ્પિટલમાં કોણ નહીં ? તેવા બે ભાગ આ વાળ વધારનારાઓએ જુદા પાડ્યા !
આજનાં છોકરાંઓએ તો ઊલટા વાળ વધારીને ઓપન કર્યું કે, વાળ જે કપાવે છે તે મેન્ટલ હોસ્પિટલના લોક છે અને અમે મેન્ટલ હોસ્પિટલની બહારના છીએ અને મેન્ટલ હોસ્પિટલના લોકો આમને કહે પાછા કે, “આ મેન્ટલ છે !” માટે હિન્દુસ્તાનને કોઇ ખોટ જવાની નથી. આ ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ છે.