SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જગત - ગાંડાની હૉસ્પિટલ ૨૨૯ ૨૩૦ આપ્તવાણી-૨ નહીં.” ભગવાન મનુષ્યને કહે છે કે, “આ અધિકાર તમે તમારા હાથમાં લેશો નહીં.' નેચરલ નિયમ જ છે. નેચર કહે છે કે, “એવાંને અમે ફાંસીએ લઇ લઇએ છીએ જ, અમારો નિયમ જ છે, એ અધિકાર તમે લેશો નહીં.” અને આજે બહુ કષ્ટો સેવી રહ્ના છે ! આ બધાં જે સેવી રાાં છે એ પોતાનાં જ કષ્ટો સેવી રકમાં છે. અને આ તો ડેવલપ થઇ રહેલ છે, અંડર ડેવલપ નથી. છતાં આપણે વાત આચારની કરવી જોઇએ કે, “બહેન, ઉંમરલાયક થયાં, આ જગત ફસામણવાળું છે. જો તમને સુખ જ જોઇતું હોય તો વિચારીને પગલાં મૂકજો ને પગલાં મૂકો તો અમને પૂછજો. પુછવામાં વાંધો નહીં ઉઠાવું, પૂછજો અને સલાહ તરીકે.’ આ વકીલની સલાહ લઇએ છીએ તો શું વકીલ કરતાં બાપ ગયો ? વકીલ કરતાં તો બાપ ઉપર વધારે વિશ્વાસ હોય ને ? જાનવરમાં દુરાગ્રહ ના હોય, કદાગ્રહ ના હોય, હઠાગ્રહ ના હોય, તે મનુષ્યમાં તો હોવાં જ ના જોઇએ. અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે, કારણ કે ડેવલપ છે. એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય, તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરોબર છે, નહીં તો પછી જાનવર કરતાંય ભૂંડા કહેવાય. આને મનુષ્યપણું કેમ કહેવાય ? ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો. ધર્મ તો કેવો હોવો જોઇએ? કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ, જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન જોઇએ કે આનામાં કેવા કેવા ગુણ છે ? હિન્દુસ્તાન સુધરેલું નહોતું, મનમાંથી કાઢી નાખવા જેવું હતું, પોઇઝનસ હતું બધું, ઝેરી હતું બધું. આ દેશની દશા તો જુઓ કેવી થઈ ગઇ ? પણ તેમાં કોઇનો દોષ નહોતો. માણસ કોઇ દોષિત હોતું નથી. એવિડન્સ ઊભા થાય છે, એમાં સરકમસ્ટેસીસ ઊભા થાય છે. હવે આ ફેરફાર થવા માંડ્યો છે. હવે આ ઊંચી જાતનું રકાં છે, અજાયબ સ્થળે જઇ રહ્નાં છે વર્લ્ડમાં આજે ! હિન્દુસ્તાન વર્લ્ડમાં અજાયબ સ્થળે જઇને ઊભું રજા છે! નહીં તો મોક્ષની વાત કરવાની હોય ? મોક્ષ તો લખવા માટે નહોતો, કોઇને મોક્ષ લખવાનો અધિકાર નહોતો. આ બધા આચાર્યો, મહારાજ, સાધુઓ હતાને તે બધા ઓવરવાઇઝ થઇ ગયેલા હતા; તેમાં બે-પાંચ એકસેપ્શન કેસ હોઇ શકે ખરા. બાકી તો ઓવરવાઇઝ એટલે ચણતરના કામમાં ઇટ કામ ના લાગે તેવી, ડીફોર્મ થઇ ગઇ હોય તેવી ખેંગાર ઇટ જેવા ! ઓવરવાઇઝ છે તેને ખેંગાર કહેવાય. ઇટ કાચી હોય, અંડરવાઇઝ તેને આમરસ કહેવાય. ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને જાનવર કરતાંય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે આ કૂતરાને એક જ દા'ડો પૂરી આપી હોય, તે ત્રણ દા'ડા સુધી આપણને જ્યારે દેખે ત્યારે પૂંછડી હલાવ હલાવ કર્યા કરે. એમાં હેતુ લાલચનો કે ફરી આપે તો સારું - પણ એ ઉપકાર તો ભૂલતો નથી ને! એ ઉપકારને લક્ષમાં રાખીને લાલચ રાખે છે, ને મનુષ્યો ?! ગમે તે હો પણ આજે તો આ ભારત ડેવલપ થયું છે, નહીં તો મોક્ષની તો વાત સાંભળવાની હોય ? અરે, સમકિતનું જ ઠેકાણું નહોતું ને ! આજે બન્ને હજાર વર્ષથી ઠેકાણું નહોતું, મહાવીર ગયા પછી અને તેમના પહેલાંય નહોતું. ભગવાન જન્મ્યા ત્યારે ૨૫૦ વર્ષના કાળમાં બે વખત લાઇટ ઝબકી ગઇ, પાર્શ્વનાથ ને મહાવીર - બે. તે વખતે અમુક માણસનું બસ કામ નીકળ્યું, બીજા કોઇને લાભ-લાભ મળેલો નહીં. ભગવાનનો લોકોએ પ્રભાવ તોડવા બહુ બહુ ઉપાય કર્યા, ભગવાન ચાલે ત્યાં આગળ કાંટા આમ ઊભા રસ્તામાં વેર્યા, તે બાવળિયાના કાંટા આમ ઊભા મૂક્યા હોય ને ભગવાન ચાલે તો કાંટા આમ વાંકા થઇ જાય, પ્રત્યક્ષ દેખાય છતાં પણ હિન્દુસ્તાનના બીજા ધર્મના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં, કહેશે, આ તો જાદુ છે, આ વિદ્યા છે” એવો સ્વીકાર કર્યો. પણ સત્યનો સ્વીકાર ના કર્યો, આવો ગજબનો સાયન્ટિસ્ટ તેનો સ્વીકાર ના કર્યો ! બહુ જ જંગલીપણું. પ્રપંચ ! પ્રપંચ ! પ્રપંચ ! ધર્મમાં જ વેપાર કરેલા! વેપાર ક્યાં શરૂ કરી દીધેલા ? ધર્મની અંદર જ વેપાર! એટલે આવું જ જૂનું ડેવલપમેન્ટ હતું, તે કાઢી નાખવા જેવું હતું. તે બિલકુલ ખલાસ થઇ ગયેલું સ્ટ્રક્ટર
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy