________________
જગત - ગાંડાની હૉસ્પિટલ
મેન્ટલ હોસ્પિટલમાં મન પણ ગાંડું થઇ ગયું છે, વાણી પણ ગાંડી થઇ ગઇ છે અને દેહનાં હલનચલનેય ગાંડા થઇ ગયાં છે. હવે આ ત્રણેય ભાગ ગાંડા થઇ ગયા છે, હવે રીપેર પણ શી રીતે કરવાં ? શી રીતે રીપેર થાય ? એકાદ ભાગ ગાંડો થયેલો હોય તો રીપેર કરી શકાય. આ ત્રણેય ભાગ હવે ઇમ્પોર્ટ ક્યાંથી કરવા ? કોઇ જગ્યાએ હોતા નથી ને? એટલે ગાંડાની હોસ્પિટલમાં અથડાઇ અથડાઇ ને કુટાઇ ને બધા ખડીયા ભાંગી જશે ! ભમરડા બધા તૂટી જશે, અથડાઇ અથડાઇ ને. બાકી, જગત ગાંડાની હોસ્પિટલ થઇ ગયું છે.
૨૨૩
હિન્દુસ્તાનમાં તો સો ધરો હોય, તેમાં પચાસ ઘર બહુ ત્યારે તો દુર્જનનાં હોય અને પચાસ સજ્જનનાં હોય; તો એ પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં હોય ને પિસ્તાલીસ ઘરો તો ક્લેશ વગરનાં હોય, એવું આ હિન્દુસ્તાન ! જો ડાઙ્ગાનું હિન્દુસ્તાન હોય તો પિસ્તાલીસ ઘરોમાં ક્લેશ ના હોય. સો ઘરોમાં પચાસ તો દુર્જનનાં ઘરો હોય, એ તો જાણે ક્લેશ
કંકાસમાં જ જીવે, પણ બીજા પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં, બીજા પિસ્તાલિસ ઘર ક્લેશ વગરનાં હોય, સેકંડે ૪૫ ટકા, પણ આ તો હજારે શું લાખોમાં પણ એક ઘર ક્લેશ વગરનું નથી. એટલે ગાંડાની હોસ્પિટલ કહેવાય, કારણ કે ધર્મસ્થાનોમાં તો સંપૂર્ણ શાંતિ જ વર્તવી જોઇએ, ત્યારે ત્યાં તો સંપૂર્ણ અશાંતિ !!!
એક સાહેબ રોજ ઓફિસે મોટરમાં જાય, તે એક દા'ડો મોટર બગડેલી તે સાહેબ ચાલતા ચાલતા જતા હતા ને પાછા પોતે બોલે ને પોતે સાંભળતા હતા. મને નવાઇ લાગી કે ‘આ કઇ જાતનો રેડિયો વાગે છે ?’ હું એમની પાસે ગયો. મેં તેમને પૂછ્યું ‘કેમ આજે મોટર વગર? આપ બોલતા હતા ?”
શુ
ત્યારે તેમણે કહ્યું, ‘કંઇ નહીં, કંઈ નહીં.'
તે પોતાનું છુપાવતા હતા.
અલ્યા, મહીં વિચાર કરે તેનો વાંધો નથી, પણ આ વિચારવાનું મોઢામાંથીય નીકળી જાય છે ? ! આ તો મોટો ઓફિસર ને આવું થઇ
આપ્તવાણી-૨
જાય છે ! આ તો વિચારવાનું મોઢેથી નીકળી જાય તો દશા જ બેસી જાયને ! લોક પૂછે કે ભાઇ, શું ગણગણો છો ?” આ તો વિચારતો હતો
કે શેઠને ગોળી મારવી છે અને વિચારવાની વાત જો મોઢેથી લીકેજ થઇ
૨૨૪
જાય તો ! આ તો બધાં કાણાં, એકેય ઘડો આખો નહીં. સાસુ વહુ જોડે ભાંજગડ થઇ હોય તો બબડતી જાય ! આ તો ફૂટેલા ઘડા કહેવાય !
આપણો ઘડો કેવો હોવો જોઇએ કે સહેજ પણ કાણું ના હોય, પાણી ઝમવું પણ ના જોઇએ. ‘ઝમે’ કોને કહેવાય ? સામો માણસ તારણ કાઢી બેસે કે, આ શું ગણગણે છે એવું ના હોવું જોઇએ. અરે, છોકરાનેય કંઇ પૂછવું હોય તો કહે કે પછી પૂછીશું, હમણાં નહીં. બાપ ગણગણતો હોય તો છોકરાંય સમજી જાય ને !
પેલા ઓફિસરને કોઇ બોસ જોડે ભાંજગડ થઇ હશે, તેથી ગણગણતો હતો. બોસ તો કોણ ? કે જે ભાંજગડ઼ કરે તેનું નામ બોસ! આપણે કોઇને
અન્ડરહેન્ડ રાખવો તો કોઇ બોસ તો થાય જ ને ?
અત્યારનું વર્લ્ડ તો ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે, તે અભિપ્રાય આપીને ક્યારે ફેરવી નાખે એ કહેવાય નહીં. હમણાં કહે કે, ‘તમે બહુ ડાઙ્ગા છો’ અને કઇ ઘડીએ ‘તમે અક્કલ વગરના છો' એવું સર્ટિફિકેટ આપી દે એ કહેવાય નહીં ! એવા મેન્ટલ લોકોના સર્ટિફિકેટથી શું ડરવાનું ? આ તો કેવું બોલશે તે કહેવાય નહીં. મેન્ટલોમાં ડાહ્યા રહેવા જાય તો રહેવાય નહીં. અત્યારે તો બધા જ મેન્ટલ છે, આ ગાયો-ભેંસો ડાહી કહેવાય.
આ રસ્તા ઉપર માણસ જોઇએ તો એમ થાય કે લાવ વરસ દહાડો સાથે રહીએ ? અરે, અત્યારે તો ઊલટી આવે એવું લોક, ચારે કાળમાંથી ફેંકી દીધેલો માલ એમાં રીલેશન શેનું કરવાનું ? તું ચળામણ ને પેલાય એ જ ચળામણ માલ !
આજે તો રૂબરૂના સંદેશાય સાચા મળતા નથી. આ તો પૂછીએ શું ને બોલે શું ? એવું વિચિત્ર થઇ ગયું છે !