________________
૨૨૨
આપ્તવાણી-૨
જગત - ગાંડાની હોસ્પિટલ
એક માણસ મારી પાસે આવેલો. તે મને કહે કે, ‘હું આપનાં દર્શનબર્શન બધું જ કરીશ, પણ મારે મોક્ષ નથી જોઇતો.” ત્યારે મેં કડાં, “સારું બા, અમારી પાસેય એમ સસ્તો મોક્ષ ક્યાં છે ? ને તારી પાસે જે તારે જોઇએ છે એ છે જ ને - બંધન!”
આપણે ગાંડાની હોસ્પિટલમાં જઇએ અને ગાંડાઓના ટોળામાં જઇને કહીએ, “એય, હાથ ઊંચો નીચો ના કરીશ” અને આમ આમ ચાળા કરતો હોય ને તે, એ એને એમ લાગે કે આ ગાંડું કેમ કરે છે ? એમને ડાળાં કોણ લાગે ? એમને તો એમનાં ગાંડા ડાકલા લાગે ! એમની ભાષા મળતી આવે અને પેલા ડહાની ભાષા એ ગાંડાને જુદી લાગે એટલે એને ડાકો ગાંડો લાગે ! માટે એવી જગ્યાએ આપણે એની ભાષામાં વાત કરવી હોય તો જ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું. આખા વર્લ્ડનું કન્વર્ઝન મેન્ટલ હોસ્પિટલમાં થઇ ગયું છે. હું ૧૯૪૨માં બોલતો હતો કે વર્લ્ડનું કન્વર્ઝન ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલમાં થઇ રબાં છે, તે એક દહાડો મેન્ટલ હોસ્પિટલ થઇ જશે ! તે આજે આપણને એમ જ લાગે કે, આ મેન્ટલ હોસ્પિટલના માણસો છે કે શું ? હા, એ જ છે, તમે શું કહો ને એ શુંય કહે. કોઇ કોઇનો સવાલ જવાબ એઝેક્ટ સાંભળવા મળે નહીં, એવું બધું આ ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે; તો પછી પેલી મેન્ટલ હોસ્પિટલની વાત જ શી કરવાની ? આખો દા'ડો લોક ગાંડા જ કાઢ્યા કરે છે ને ! એક કપ ફૂટી ગયો હોયને તો તેના યે ઝઘડા ચાલ્યા કરે, એને મેન્ટલ હોસ્પિટલ કહેવાય. મનુષ્ય તો કેવો હોય? માનવતાવાદી હોય, ડાકલા હોય. કપ ફૂટી ગયો હોય, તેની કોઇ ફરી બીજી વાર વાત કરે કે આજે તો કપ ફૂટી ગયો તો કહેશે, એય એ વાત ફરી ના કરાય. ફૂટી ગયો તે ફૂટી ગયો, એની ફરી વાત કરવી એ મૂર્ખાઇ છે,
પુનરૂક્તિ દોષ લાગે. આ તો આખો દા'ડો કાણ કર્યા કરે કે, કપ ફૂટી ગયો !
આ મિલમાલિકનો બૂટ ખોવાઇ ગયો હોય છે, તે “બૂટ ખોવાઇ ગયો, બૂટ ખોવાઇ ગયો’ એમ કરે. અલ્યા, કંઇ હવે મિલમાલિક થઇ બૂટની વાત કરાતી હશે ? રોજ એક એક બૂટ ચોરાઇ જાય તોય કોઇ ને કહેવું ના જોઇએ. પોતે એમ વિચારવું જોઇએ કે મારી પુર્વે ખરાબ થઇ ગઇ, તેથી આ ચોરાઇ જાય છે. ઊલટું તારે તો ગુપ્ત રાખવાનું હોય.
આ તો એક કપ ફુટી ગયો હોય તોય ઝઘડા ચાલે, નહીં ? ! એવું ઘણી જગ્યાએ તમારે જોવામાં આવ્યું છે ?
અનંત કાળથી લોકોએ પિત્તળને જ સોનું માની વેચાતું લે લે કર્યું છે, પણ જ્યારે વેચવા જશે ત્યારે ખબર પડશે. ચાર આનાય કોઇ તને નહીં આપે. પોતાનાં દુઃખ મટે તો જ જાણવું કે, અહીં જ્ઞાની છે, પણ દુઃખ ના મટે તો એ જ્ઞાનીને આપણે શું કરવાના ?! આપણું દુ:ખ મટે નહીં, આપણું સમાધાન થાય નહીં તો એમની દુકાને બેસી રહેવાનો અર્થ શો છે ? આ તો બુદ્ધિવાદીના તુક્કા છે, એનો દોષ નથી. લોકો એવા છે, ભાન જ નથી સારાસારનું. ફુદાં ઉપરથી આવી પડે એમાં લાઇટ શું કરે ? આ તો ઊંચી વાત આવી ને ના સમજણ પડી એટલે કહેશે, ત્યાં આગળ હંડો, વાત ઊંચી છે, પોતાને સમજણ ના પડે એટલે ત્યાં જાય. એ તો બુધ્ધઓનાં ટોળાં કહેવાય, મોટા મોટા બુધ્ધિશાળીઓ બુધ્ધ થઇ જાય.
પ્રશ્નકર્તા : મેન્ટલ હોસ્પિટલ કજો એવું જ ને ?
દાદાશ્રી : હા, મેન્ટલ હોસ્પિટલ છે, નહી તો મેન્ટલ હોસ્પિટલ કહેવું સારું લાગતું હશે ? ના સારું લાગે. પણ બહુ થાય ત્યારે કહી દેવું પડે કે, “મેન્ટલ હોસ્પિટલ જેવી દશા છે.’ મેન્ટલ થઇ ગયેલા છે બધાં, મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હોયને એવા દેખાય છે, સારાસારનું ભાન જ જતું રદ્ધાં છે. હિતાહિતનું ભાન તો એને વિચારમાં જ નથી આવ્યું. મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો વિચાર જ નથી આવતો. સારાસારનું ભાન નથી, હિતાહતનું ભાન નથી, કોઇ પણ પ્રકારનું ભાન નથી.