SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિમંત્ર વિજ્ઞાન ૨ ૧૯ ૨૨૦ આપ્તવાણી-૨ લાગે, એટલે આખી પોળ બોલવા માંડે. લોકોએ એમના ચાળા પાડવા માંડ્યા, એ બોલે એવું જ બોલે. એટલે પછી નરસિંહ મહેતા એવું બોલ્યા કે, ‘મારું ગાયું જે ગાશે તે ઘણાં ગોદા ખાશે, ને સમજીને ગાશે તો વૈકુંઠ જાશે.” મારું ગાયું ના ગાઇશ, ઘણાં ગોદા ખાઇશ. તેમ આ નવકાર મંત્ર સમજીને બોલો. આ મંત્ર કોને કોને પહોંચે છે, ક્યાં ક્યાં પહોંચે છે તે સમજીને પહોંચાડો. સાધુ તો ભગવાને કોને કક્કી છે ? જે આત્મદશા સાથે તે સાધુ, બીજા સાધુ ખરા પણ કુસાધુ ! અને વીતરાગોથી માર્ગ જુદો પાડે એ બધાને કુલિંગી કલા. એટલે આ કુલિંગીઓમાં શું કાઢવાનું હોય? આપણે તો ભગવાન મહાવીરની વાત સાચી ગણીએ. આપણે ‘નમો વીતરાગાય” બોલવું. આ નવકાર મંત્ર બોલે છે ને, તે સમજીને ગાવ. આ બ્રહ્માંડ બહુ મોટું છે, વીસ તીર્થકરો છે, પંચ પરમેષ્ટિ બહુ છે. મંત્ર સમજીને બોલવાથી પછી ભલે અજ્ઞાની હોય, પણ ૐનું ફળ મળે. તીર્થકર કોને કહેવાય, પંચ પરમેષ્ટિ કોને કહેવાય, એ સમજીને બોલે તો ૐ નું ફળ મળે. તી યથાર્થ સમજ પ્રશ્નકર્તા : દાદા, ૩ૐ શું છે ? દાદાશ્રી : નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને “ શુદ્ધાત્મા છું' એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે. Gૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ કામદં મોક્ષદ ચેવ, ૐકાર નમો નમ: બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો 3ૐકાર સુંદર બોલાય, તે બધાં પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. ‘ૐ’ બોલે તોય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તોય તે તેમને બધાંને પહોંચે. બધાં વેરના ભુલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે, કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ “હું શુદ્ધાત્મા છું” એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે જ્યાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી ધૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે ‘જ્ઞાની પુરુષ’ એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સપુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને 36 સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ ક્યારે થાય? જ્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઇ એનો મોક્ષ રોકી શકે નહીં ! નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જયાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણેય મંત્રો – નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને નમઃ શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડ્યા છે !
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy