________________
જગત - ગાંડાની હૉસ્પિટલ
૨૨૫
આપ્તવાણી-૨
ભગવાનના વખતમાં લોકો બહુ સુંવાળા હતા, તેથી ભગવાન બહુ સાચવી સાચવીને બોલેલા. ગાયોનું ટોળું હોય તો એક બૂમ પાડીએ ને નાસી જાય તો વધારે બોલવું પડે ? ના. તે ભગવાનના કાળમાં આવા લોક હતા, તેથી ભગવાન શ્રાંતિ કહીને ઊભા રહ્યા. અને કેટલીક ગાયો તો ડાંગ લઈને જાઓ તોય હાલે નહીં, તેને મેન્ટલ કહેવી પડે. અને આ લોક પણ મેન્ટલ ખરાં જ ને ? ઘરનું ખાય, ઘરનાં કપડાં પહેરે ને ચિંતા કરે ! ઘરનું શા માટે ખાય ? અંતઃકરણ શાંત રહેવા માટે. અંતઃકરણ શાંત શા માટે રાખવાનું ? ત્યારે કહે, મેન્ટલપણું ઓછું કરવા માટે. પણ આ તો ઘરનું જ ખાય ને ચિંતા કરે છે. આ તો પેન્ટ પહેરી પાછળ “માર માર’ કરે. કોઇ બાપોય તને જોવા નવરો નથી. એ એની ચિંતામાં જ હોય છે, તે ઉઘાડી આંખોએય તને દેખતો નથી. તું તો ફાટેલાં લૂગડાંએ જાયને તોય તને જોવા કોઇ નવરો નથી. આવું સરસ મુંબઇ શહેર, ત્યાં પેન્ટને ટપલીઓ ‘માર માર’ કરે ! આ મુંબઇ શહેર કેવું સરસ ! ચળકાટવાળા સુંવાળા રસ્તા ! ભગવાનના કાળમાં તો ઠંડી ઠંડીને દમ નીકળી જાય. અત્યારે ભોગવવામાં કેવી મઝા આવે! ત્યારે કોઇ ભોગવતોય નથી ! મુંબઇમાં તું ભગવું કપડું પહેરીને જાઉંને તોય તેને જોવા કોઇ નવરું નથી. એની જોડે બેસનારો ફ્રેન્ડ હોય તો તેય હિસાબ માંડશે કે લાગે છે તો સાત, પણ જોડે નવ છે માટે આપણો ફ્રેન્ડ હોય નહીં, હશે કોઇ બીજો !
હિંદુસ્તાન - ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર કેમ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું ? કારણ કે સંસ્કૃત ભાષાવાળાને વિકૃત બહુ શીખવાડ્યું. સંસ્કૃત ભાષાવાળાને ત્યારે પ્રાકૃત ચાલી શકે, પણ વિકૃત તો ના જ કરાય. તે વિકૃત ભાષા આવી એટલે આ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું. પણ આ હોસ્પિટલમાં જે મેન્ટલો છે ને, તેમને પેટે છોકરાં થશે એ ડાકા થશે, ખરેખરાં ડાકલાં થશે. માટે આ મેન્ટલો જીવે છે એ સારું છે. એમનાં છોકરાં ડહાપણવાળાં નીકળશે. વાળ વધારશે, એમ કરશે, તેમ કરશે પણ છેવટે એ ડહાપણવાળાં નીકળશે. કારણ કે મેન્ટલ હોસ્પિટલનાં મેન્ટલોનાં છોકરાં છે, એટલે છોકરાં બધાં સારા થશે!
અને હિન્દુસ્તાન ૨૦૦પમાં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! આ મેન્ટલ લોકોનાં છોકરાંને બહારના લોક પૂછવા આવશે કે “અમારે ખાવું કેવી રીતે ? અમારે ભણવું શું શું ?” એ પૂછવા આવશે. આ મેન્ટલોનાં છોકરાં ડામાં થશે, માટે આ મેન્ટલ થઇ ગયા એ સારું થયું. આ મેન્ટલ થઇ જવામાં ફાયદો શો થયો ? કે પાછલી બધી જે સંસ્કૃતિ હતી ને, તે આખી એબોલિશ થઇ ગઇ, વોશઆઉટ થઇ ગઇ, આ બધું સારું થઈ ગયું છે, ખોટું નથી થયું. પાછલા સંસ્કાર સડીને ખલાસ થઇ ગયેલા હતા !
તિરસ્કાર વૃતિએ નોતર્યું પતતા પ્રશ્નકર્તા : મારી માતાને જોઉં છું ને મારી પૌત્રીને જોઉં છું તો મને એટલો બધો ફેરફાર લાગે છે કે ના પૂછો વાત ! અત્યારની પ્રજા બગડેલી લાગે છે.
દાદાશ્રી : અને તમારા દાદાના વખતે, દાદા તમારા માટે શું કહેતા હતા ?
પ્રશ્નકર્તા : હમણાં મેં કહ્યું એવું જ કહેતા હતા.
દાદાશ્રી : આપણે બજારમાંથી રૂપાળી મજાની દૂધી લાવ્યા હોઇએ ને શાક તો કરવાનું જ છે, એટલે કાપવી તો પડે જ ને ? અને કાપીએ ત્યારે કહેશે કે, “ના કાપશો એનો રૂપાળો દેખાવ બગડી જશે.” અને શાક ખાવું હોય તો પેલો દેખાવ છોડવો જ પડશે. ભારત જો ડેવલપ થયું હોય, તો કોઇ કાળમાં નથી થયું એવું આ ભારત ડેવલપ થવા માંડ્યું છે. આ તો બધા સાવ અનાચારી ને દુરાચારી હતા, સેકડે પાંચ ટકા કે બે ટકા લોક સારા નીકળે. બાકી, બધા વહેમમાં ને આખો દા'ડો ક્લેશ, કંકાસ ને તિરસ્કારમાં જ ગાળતા. આખો દા'ડો તિરસ્કાર કરે; નીચલી વર્ણો પર તિરસ્કાર કરે, બીજા પર તિરસ્કાર કરે પોતાના ભાઇનો જો કદી જરાક આચાર ઓછો દેખાયને તો તેની ઉપર તિરસ્કાર કરે, શિષ્યનો આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે; જ્યાં ને ત્યાં તિરસ્કાર કરે. બહુ બગડી ગયો હતો આ દેશ. અત્યારની પ્રજામાં જે સુધારો થતો દેખાય છે તેનાથી પાછલા લોકોના જેવો બગાડ ઓછો થવા માંડ્યો છે. એમનામાં