________________
સંગ અસર
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૨
છે. એને કાંઇ ને કાંઇ જોઇતું જ હોય ને લક્ષ્મીનો ભિખારી હોય, નહીં તો વિષયોનો ભિખારી હોય, નહીં તો માનનો કે શિષ્યો કરવાનો ભિખારી હોય. જો દુકાન પર બોર્ડ માર્યું હોય કે ક્રોધની દુકાન ને શાંતિ ખોળવા જાઓ તો દા'ડો વળે? ના વળે. માટે દુકાનદારને પહેલાં પૂછી લઇએ અને ચોક્કસ કરી લઇએ. બાપજીને કહીએ કે, ‘તમે કહો તો છ મહિના-બાર મહીના બેસી રહેવા તૈયાર છું, પણ મને જો મોક્ષ મળતો હોય તો, મુક્તિ મળતી હોય તો, મારી બધી જ ચિંતા જતી રહેતી હોય તો. નહીં તો હું બીજી દુકાન શોધું.’ અનંત અવતાર આ જાતજાતની દુકાનોમાં હપ્તા જ ભરભર કર્યા છે ને ! છતાંય મોક્ષ તો ના જ મળ્યો. માટે બાપજીને કહીએ કે, “જો મોક્ષ આપી શકતા હો તો હું હપ્તા ભરું.’ આમ સળી કરી જોવાથી કાંઇ હિંસા નથી થઇ જતી અને પછી બાપજી જો ગુસ્સે થઇ જાય તો તો તરત જ જવાબ મળી ગયો, એમ સમજી જવું! આ દુકાનમાં તો મોક્ષ મળે એવું છે જ નહીં. છતાંય બાપજીને રાજી કરીને, સો-બસોનો ખર્ચો કરીને, આટલેથી જ પત્યું સમજી નીકળી જવું.
- સત્સંગ તે શાને માટે છે ? બધાંના સમાધાન માટે, તમારાં પઝલ સોલ્વ કરવા માટે છે ! મોક્ષનો માર્ગ જાણવા માટે છે !!!
કુસંગ, તો દુઃખ લાવે બે જાતના સંગ : એક કુસંગ અને બીજો સત્સંગ. સત્સંગમાં આવવાથી પ્રકાશ થાય, બળતરા બંધ કરી દે અને કુસંગ બળતરા ઊભી કરે. હવાઇનો દારૂ હવામાં ઉડાડે ને ધોતિયું બળે ને સળગાવી મારે, તેવું આ કુસંગનું છે. માટે કુસંગને પ્રત્યક્ષ અગ્નિ જાણજે. આટલી ચરી પાળવાની. ચરી પાળે તો ફરી રોગ ઉત્પન્ન થાય નહીં. હોટલોમાં ખાવું એ પરમાણુ રાશી છે, એય કુસંગ છે ! આ જગતમાં કશું જાણીને ના કપાય, અજાણ્યું કપાય. માટે ચેતતા રહેવું.
આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ ! સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ થાય.
સત્સંગ કર્યો ક્યારે કહેવાય કે જયાં બધાં જ દુઃખી જાય તો, જો દુ:ખ ના જાય તો તો કુસંગ કર્યો કહેવાય. ચામાં ખાંડ નાખીએ તો ગળી જ લાગે ને ? સત્સંગથી સર્વસ્વ દુઃખ જાય !
કુસંગને લીધે દુ:ખ મળે છે. કુસંગ દુ:ખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો આ સત્સંગ તો મોક્ષ આપે ! જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા, જગતમાં ભટકતી વૃત્તિઓને ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે !!! ને કામ થઇ જાય. આ તો મુક્તિનો ધર્મ છે. “અમે’ ‘સ્વરૂપનું જ્ઞાન આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે, નહીં તો કોઇનેય પોતાનું સ્વરૂપ યાદ ના રહે. પણ પ્રગટ ‘જ્ઞાની પુરુષ” એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઇ જાય.
કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઇ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુ:ખો છે તે એનાં જ છે. આપણને કોઈનુંય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઇ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા ? આ તો રાજા હોય તોય તેની કુથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી વૈષ અને ઇર્ષા અને તેનાં જ દુ:ખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઇ જા. તું છે જ વીતરાગ, આ રાગ-દ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગ-દ્વેષ છે ને ? અને અનામી થઇ જઇશ તો વીતરાગ થઈ ગયો!
ભગવાને કહેલું કે, “જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળે નહીં, ત્યાં સુધી તું જે તળાવમાં પડ્યો હોય તે જ તળાવમાં પડી રહેજે, બીજા તળાવમાં જઇશ નહીં. બીજા તળાવમાં તરવા જઇશ તો કાદવમાં ખૂંપતો જઇશ, તે તળાવના કાદવનાં પાછા ડાઘ લાગશે. જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ બહાર નીકળી જજે. ‘જ્ઞાની પુરુષ' મળ્યા તો બધા તળાવનો તું માલિક થઇ જઇશ, ને તારું કામ થઇ જાય. તને તળાવમાંથી એ તારશે.”
‘જ્ઞાની પુરુષ'ના સંગમાં જ્ઞાનીનો પાસ’ લાગી જાય. આ જો હિંગનો પાસ કોઇ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ