________________
સંગ અસર
૨૦૫
૨૦૬
આપ્તવાણી-૨
પછી એને સારી જગ્યા રહેવા મળે, તે દૃષ્ટિફળ એક રાજાની દૃષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે ‘જ્ઞાની પુરુષ'ની દૃષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે; જયારે આ તો ‘જ્ઞાની પુરુષ’ જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દૃષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દૃષ્ટિફળ અવશ્ય લઇ જાય. સેવાફળથી તો રાજાના ૨૫૦ રૂપિયા મળે છે, રાજાને વંદીને આવ્યો તેથી તો દૃષ્ટિફળ મળે !
‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંનેય સાથે જ રહે.
વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો ‘જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે. નહીં તો કોઇને આવડે નહીં ને? ‘જ્ઞાની પુરુષ’ મૂર્નામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો બંને અભ્યદય અને આનુષંગિક ફળ મળે. ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન માટે તો કોટી જન્મોની પુર્વેનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, અને તેમાંય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર મહેનતે મોક્ષ ! ‘જ્ઞાની પુરુષ' પાસે દષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં ‘જ્ઞાની પુરુષ'ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે ‘જ્ઞાની પુરુષ'ને ફૂલો ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સુંધો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડ્યા છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અને અભ્યદય એમ ભાવપૂજાનાં બે ફળો છે, મોક્ષમાં પણ લઇ જાય અને વૈભવ પણ સાથે રહે. સંસારીએ દ્રવ્યપૂજા
કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બંને કરવી જોઇએ.
- ભગવાન મહાવીર હતા ત્યારે આ બંને અભ્યદય અને આનુષંગિક શબ્દો હતા અને તેનાં ફળ મળતાં હતાં. પછી તો શબ્દ એ શબ્દ જ રા. જો આનુષંગિક ફળ મળે તો અલ્યુદય ફળ સહેજેય મળે. અભ્યદય એ તો બાય પ્રોડક્ટ છે. જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું, આત્માનું આરાધન કર્યું. એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તે અવશ્ય પૂરી થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે અને સંસાર અભ્યદય ના મળે તો બાવો થઇ જાય !
અહીં ‘સત્સંગ’માં બેઠા બેઠાં કર્મના બોજા ઘટ્યા કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, નરી ગુંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખતે ‘અહીં’ સત્સંગમાં બેસશો તેટલા વખત પૂરતું તમારાં ધંધાપાણીમાં ક્યારેય પણ ખોટ નહીં જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઇ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે અને સંસારમાં ક્યાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ?! અહીં સત્સંગમાં કોઇ કોઇ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું તો એક લાખ વરસનું દેવગતિનું આયુષ્ય બંધાઇ જાય, અથવા તો મહાવિદેહ ક્ષેત્રે જન્મ લે! આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠા કે તરત જ સત્સંગમાં આવી શકાય !! આવા કાળમાં આ સ્વરૂપજ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને ! કોઇ જગ્યાએ આત્મ-અનુભવી પુરુષ જ ના હોય, અને કોઇ વખતે આવા પુરુષ પાકે તો તો કામ કાઢી લેવાનું જ હોય. આત્મ-અનુભવી પુરુષ સિવાય બીજા કોઇની વાણી હૈયાને ઠારનાર હોતી નથી, અને હોય પણ નહીં !
આ વર્લ્ડમાં એક જ આ રીયલ સત્સંગ છે ને બીજે બધે તો રીલેટિવ