________________
સંગ અસર
૨૦૯
૨ ૧૦
આપ્તવાણી-૨
તપેલાંમાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છે મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે ! તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે, પણ સત્સંગ વધારે વખત મળવો જોઇએ.
આ એક જ શબ્દ મહીં પેઠો કે, “અલ્યા, આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઇએ, તો થઇ રબા !!! સંસ્કાર બગડ્યા વગર રહે જ નહીં. આ સંસ્કાર તો ક્યારે બગડે એ કહેવાય નહીં. આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે.
કોઇ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઈ માણસ મળી જાય ને કહે, ‘અલ્યા, આ જો તો ખરો, તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે ! અને તું તો સાવ આવો જ રદ્દો.' ત્યારે સંત પુરુષ પૂછે, “એ શી રીતે કમાયો ?” પેલો માણસ જવાબ આપે, ‘દૂધમાં પાણી નાખીને સ્તોને', અને આ એક જ શબ્દ પેલાની મહીં ઊતરી જાય તો બસ થઇ રજા આ એક જ શબ્દથી એના આખી જિંદગીનાં બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે!
આપણને વિષયોમાં ના પડવું હોય તોય લોક પાડે. આ તો સંગદોષથી છે બધું, જો સારો સંગ મળે તો કશું જ ના થાય. આ તો સારા સંગથી ગુલાબ મળે અને કુસંગથી કાંટા મળે એવું છે ! કોઇ પરાણે દારૂ પીવડાવે તો ના પીવા માટે “તાયફો કરવો પડે, કહી દઇએ કે, “ડૉક્ટરે ના પાડી છે અથવા ઘરમાં પેસવા જ નહીં દે.” આમ જેમતેમ એને ટાળી દેવો, કુસંગથી તો છેટા જ ભલા.
‘વીતરાગ’ ભગવાન કેવા પાકા હશે તે સમજીને છૂટ્યા. જેનાથી તાપમાં દુ:ખ સહન ના થાય તો તે કાદવમાં પડ્યાં છે. ભગવાન તો કહે છે કે, ‘અહીં તપેલો સારો, કાદવમાં પડ્યો તો તો થઇ રકાં !તપેલો તો ફરી ક્યારેક ઠંડો થાય, પણ કાદવવાળો ક્યારે છૂટે ?! એક ફેરો કાદવમાં પડ્યો પછી તો કષાયનું સંગ્રહસ્થાને ઊભું થઇ જ જાય, પણ તાપમાં તપે તો કષાય તો મોળા પડે ! આ તો કાદવમાં પડેલો હોય તેનો
સંગ થાય, અને એનાથી તો આપણા કષાય ઓછા હોય તોય સામાવાળાના કષાયો આપણામાં પેસી જાય. એક ફેર કાદવમાં પડ્યા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડાય. પણ એ મિથ્યાત્વીમાં પડ્યા તો તો એ કષાયી, તે એનાથી આપણામાં કષાયો ઊભા થયા વગર રહે ?
સત્સંગ નિરંતર માર માર કરે તે સારો, પણ કુસંગ રોજ દાળ-ભાતલાડુ જમાડે તે કામનાં નહીં. એક જ કલાક કુસંગ મળે તો કેટલાયે કાળનો સત્સંગ સળગાવી મૂકે. આ જંગલનાં ઝાડવા ઉછેરતાં પચીસ વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતાં કેટલી વાર લાગે ? ‘જ્ઞાની પુરુષ' તો કેટલુંક કરે ? રોજ કાળજી રાખીને જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે. તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. પણ કુસંગ રૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતાં કેટલી વાર ? સૌથી મોટી પૂર્વે તે કુસંગ ભેગો ના થાય છે. કુસંગીઓ કંઇ આપણને એમ કહે છે કે અમારા ઉપર ભાવ રાખો ? તેમની સાથે તો ઉપલક જ ‘જાળીએ રહીને જય શ્રીકૃષ્ણ' કહેવા. સચ્ચિદાનંદ સંગ શું ના કરે ? કેવળજ્ઞાન અપાવે !
પ્રગટ જ્ઞાતીતો સત્સંગ આ દાદાનો સંગ, એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે, કેવળ જ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી. પણ આ કાળ એવો છે ને, કે ૩૬૦ ડિગ્રી સુધીની પૂર્ણતાએ જવા ના દે. જ્ઞાન તો એનું એ જ રહે, પણ જે પ્રવર્તન રહેવું જોઇએ તે કાળને આધારે રહે નહીં.
આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે. “જ્ઞાની પુરુષ’ કો'ક દહાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો, ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું ? ‘જ્ઞાની પુરુષ' એટલે એમને કશું જ જાણવાનું બાકી ના હોય..
સત્સંગ એટલે ‘જ્ઞાની પુરુષ'નો વ્યવહાર જોવા માટે ભેળા થવું તે. પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?