________________
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૨
આમને ક્યાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, ‘મારે તો મોક્ષે જવું નથી, પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં !” આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટું ! કમઠેથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું.
બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દૃષ્ટિ નહોતી નાખવી હોય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને દેવીઓએ પાકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાંય ધ્યાનમાં જ રડ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગનાં દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !
આજે તો આ લોકને સહન કરવાનું જરાય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તોય મહાન પુરુષનું એક દહાડાનુંય દુઃખ ના હોય, છતાંય ગા ગા કરે !
જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે, અને તેથી તો મોટું દિવેલ પીધેલા જેવું દેખાય છે! વેરથી ફ્લેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનનું ઓળખાણ એમને નથી પડતું!!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?
કોઇનેય આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ !
અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંધ તો હોય ને ! એમને બિચારાને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?
એક દહાડો રાત્રે અમારી પોળનો એક ઓળખીતો માણસ જોરથી દોડતો દોડતો જતો હતો. હવે બસો કિલોનું પોટલું, તે રસ્તામાં પડ્યો. તેથી બે-ત્રણ વાર તો ગોથમડું ખાઈ ગયો ! તેને મેં પૂછયું કે, “ભાઇ, આટલી રાત્રે આટલો દોડતો દોડતો કેમ જાય છે ?” તો કહે કે, “જલેબી લેવા દોડું છું ! અમે પાનાં રમતા હતા, તે એક શરત હાર્યો એટલે દશ રૂપિયાની જલેબી લેવા જઉં છું. મોડું થયું છે તે દુકાન બંધ ના થઇ જાય એટલે દોડું
ઓત્તારીની ! આ જલેબી જડ ને તું ચેતન, તે આવડી જલેબી આ બસો કિલોને ખેંચે કઇ રીતે ? એય અજાયબી છે ને ?