________________
રાગ-દ્વેષ
૧૯૯
ભગવાન રાગ શાને કહે છે કે ? ‘હું ચંદુલાલ’, ‘હું જમ્યો’ તેને રાગ કહે છે અને ‘હું નિરાહારી માત્ર તેને જાણું છું” તે રાગ નહીં. ‘હું અને મારું” તે રાગ.
વેર
અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ ‘રાગ’ અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે ‘વીતરાગ’.
આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે. તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે; પણ એ તો આકર્ષણ ગુણ છે, આસકિત છે. આખું જગત ‘રાગ'માં ફસાયું છે. આસકિત એટલે આકર્ષણ.
અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.
આ જગત શાથી ઊભું રડ્યાં છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. આ તો વેરથી જ જગત ઊભું રદ્ધાં છે, તેથી અમે સમભાવે ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો.
બે ભાઈ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડ્યું, તે બીજે દા'ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઇ ના ગમતો થઇ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા'ડા ભેગા રહે ? દેહને બહુ પટાવ પટાવ ના કરવું. આ ‘બે ભાગ’ એક થયા તેથી તો આ જગત ઊભું છે ! લોક શું કહે છે કે, “હું ના કરું છતાં કેમ થઇ જાય છે ?” આ એકાકાર થવાથી ડખલ થાય, તેમાં પછી ડખો થઇ જાય તેથી હોળી તો સળગેલી જ રહે, આ તો બે ભાગ છુટા પડ્યા પછી ભલેને હોળી સળગે, આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ..
આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઇ જાય ? ના થાય. ઘરાક તો યાદ રાખે કે, “આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો.’ લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે, કોઇપણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કક્રાં કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.” આ પૈસા જતા કરીને જો વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક જ માણસ જોડેનું વેર ભટકાવશે.